શાળાઓ બાદ હવે કૉલેજો બંધ કરવાનો આદેશ, 30મી એપ્રિલ સુધી ઑફલાઇન શિક્ષણ રહેશે બંધ

શાળાઓ બાદ હવે કૉલેજો બંધ કરવાનો આદેશ, 30મી એપ્રિલ સુધી ઑફલાઇન શિક્ષણ રહેશે બંધ
પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં કોરોના વાઇરસની સ્થિતિને પહોંચી વળવા અને સંક્રમણની ચેઇન તોડવા માટે શક્ય હોય તેટલા જાહેર સ્થાનો બંધ કરવાની કવાયત

  • Share this:
    ગાંધીનગર : કોરોનાના (coronavirus) વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં (Collages of Gujarat) પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય (ઑફલાઈન) (Offline Education)આગામી 30મી એપ્રીલ સુધી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. દરેક સેમિસ્ટર માટે કૉલેજો ઓનલાઇન શિક્ષણ પોતાની આવશ્યકતા પ્રમાણે યથાવત રાખી શકશે.

    અગાઉ રાજ્ય સરકાર દ્વારા 10 એપ્રિલ સુધી રાજ્યના તમામ મહાનગરોમાં શાળા-કૉલેજોમાં ઑફલાઇન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે કે 8 મહાનગરોની શાળા-કોલેજોમાં ફક્ત ઑનલાઇન શિક્ષણ જ ચાલુ રાખવાની જાહેરાત કરાઈ હતી.


    જોકે, કોરના વાઇરસના કેસમાં કૂદકે અને ભૂસકે વધારો થવાની સાથે સાથે ધીરે ધીરે શાળા કૉલેજોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કોઈ પણ સ્થિતિમાં સંક્રમણની ચેઇન તોડાવ માટે જુદી જુદી વ્યૂહ રચનાઓ અપનાવવામાં આવી રહી છે તેવામાં એક પણ જાહેર સ્થળ કે જ્યાં ભીડ એકઠી થતી હોય તે સંક્રમણનું કેન્દ્રબિંદૂ બની શકે છે.



    શાળાઓ શરૂ થયા બાદ અનેક બાળકો સંક્રમિત થતા બાળકોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો હતો તેવામાં રાજ્યના મહાનગરો ઉપરાંતની કૉલેજો કેટલી ચલાવવી તેને લઈને અસમંજસની સ્થિતિ હતી. જોકે, આજે સરકાર દ્વારા માહિતી વિભાગના માધ્યમથી આ જાહેરાત કરવામાં આવી હતી કે હવે રાજ્યની તમામ ખાનગી અને સરકારી કૉલેજોમાં 30મી એપ્રિલ સુધી શિક્ષણ કાર્ય ઑફલાઇન જ ચલાવી નહીં શકાય.






    રાજ્યમાં લૉકડાઉન લાગુ થયાનાં એક વર્ષ બાદ પ્રથમ વેવને પાછળ છોડીને બીજા વેવે માજા મૂકી છે. તેવામાં અમદાવાદ અને સુરત શહેર સૌથી વધુ પ્રભાવિત થયા છે. અગાઉ આ સ્થિતિને ધ્યાને લેતા સરકારે જુદા જુદા વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો હતો.




    જ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ મહામારી પર કાબુ મેળવવા સરકાર દ્વારા રાત્રી કરફ્યીનો સમય વધારવામાં આવ્યો છે, સાથે વેક્સીનેશનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, અને કોરોના સંક્રમણ વધારે ફેલાય નહીં તે માટે આયોગ દ્વારા એપ્રિલ-2021માં લેવાનારી તમામ પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.  આ ઉપરાંત માહિતી ખાતા દ્વારા લેવામાં આવનારી નાયબ માહિતી નિયામક, વર્ગ-1, મદદનીશ માહિતી નિયામક વર્ગ -2, સિનિયર સબ એડિટર વર્ગ-3 અને માહિતી મદદનીશ વર્ગ -3ની પરીક્ષાઓ પણ  હાલ પૂરતી મોકૂફ કરી દેવામાં આવી છે.
    Published by:Jay Mishra
    First published:April 11, 2021, 17:38 pm