અમદાવાદઃ Corona કહેરનો બીજો રાઉન્ડ! સરકારી બાદ હવે ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી હાઉસફૂલ

અમદાવાદઃ Corona કહેરનો બીજો રાઉન્ડ! સરકારી બાદ હવે ખાનગી હોસ્પિટલો કોરોના દર્દીઓથી હાઉસફૂલ
પ્રતિકાત્મક તસવીર

તાજેતરમાં તહેવાર દિવસ દરમિયાન કેટલાક શહેરીજનોએ ઘરની બહાર નિકળી બજારમાં ખરીદી દરમિયાન કોરોના નિયમોનો ભંગ કર્યો હતો.

  • Share this:
અમદવાાદઃ કોરોના કહેરનો બીજો રાઉન્ડ (corona second round) શરૂ થયો છે.  અમદાવાદ શહેરની (Ahmedabad city) સરકારી બાદ હવે ખાનગી હોસ્પિટલ (private hospital) ફુલ થઇ છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સના પ્રમુખ ડો ભરત ગઢવીનું નિવેદન આપતા કહ્યું હતુ કે સરકાર દ્વારા કરાયેલ છુટછાટનો લોકોએ દુર ઉપયોગ કર્યો અને સંક્રમણ વધ્યું છે. આજે  ખાનગી હોસ્પિટલ 90થી 95 ટકા બેડ ભરાયા ગયા છે. આઇ સી યુ વેન્ટિલરની અછત ઉભી થવાની શક્યતા છે. જો આ રીતે કોરોના સંક્રમણ વધશે તો સ્થિતિ વધુ બગડી શકે છે.

અમદાવાદ શહેરના 72 હોસ્પિટલ કોવિડ માટે કરાઇ રિઝર્વ કરાઇ છે . જેમા  2256 બેડમાંથી 2085 બેડમાં દર્દીઓ દાખલ છે. ખાનગી હોસ્પિટલ હવે માત્ર 171 બેડ જ ખાલી રહ્યા છે .. આઇસોલેશનમાં 786 દર્દી , તેમાં જગ્યા ખાલી માત્ર 89 ખાલી છે . HDUમાં 794 દર્દી, તેમા 94 બેડ ખાલી છે. વેન્ટિલટર વગરના આઇ સી યુ પર 346 દર્દીઓ સારવાર પર, માત્ર ખાલી બ 29 છે.  વેન્ટિલર વિથ આઇ સી યુ  પર 156 દર્દીઓ સારવાર પર જે પૈકી ખાલી માત્ર 16 હાલ ઉપલબ્ધ છે.અમદાવાદ શહેરમાં કોરોના કેસ વધતા અધિક મુખ્ય સચિવ ડો રાજીવકુમાર ગુપ્તીની અધષક્ષતામા બેઠક મળી હતી. જેમા એએમસીના ઉચ્ચ અધિકારીઓ વર્તમા કોરોના અંગે સમિક્ષા કરી હતી. રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકના અનેક તારણો કોરોના સંક્રમણ વધવા પાછળના કાઢવાનાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ભૂમાફિયાઓએ રૂ. ત્રણ કરોડ બતાવી અભણ ખેડૂતની જમીન પચાવી પાડી, નવ લોકો સામે ફરિયાદ, વિરમ દેસાઈની ધરપકડ

તાજેતરમાં તહેવાર દિવસ દરમિયાન કેટલાક શહેરીજનોએ ઘરની બહાર નિકળી બજારમાં ખરીદી દરમિયાન તેમજ હરવા ફરવા દરમિયાન માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવાનું વગેરે કોવિડ-19 નિયમનું પાલનની મહત્વની વાત સાથે દુર્લભ સેવ્યું હતુ.

આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! પત્નીના મોતથી દુઃખી પતિએ Facebook Live કર્યા પછી ટ્રેન નીચે કપાઈને કરી આત્મહત્યા, બે બાળકો બન્યા અનાથ

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! ડોક્ટર પતિને બેડરૂમમાં બંધ કરીને નર્સ પત્નીએ 7મા માળેથી લગાવી મોતની છલાંગ, 39 દિવસ પહેલા જ થયા હતા લગ્ન

તેમજ તહેવાર દિવસ દરમિયાન બહાર ગામ જવાના તેમજ બહારથી સગાવાલા શહેરમાં પ્રવેશ કરવાના કારણે મોટા પ્રમાણમાં થયેલ અવર જવર જેવી બાબતના કારણે અમદાવાદ શહેરની કોરોના સંક્રમણ કેસમાં વધારો જોવા મળ્યો છે.શહેરમાં 7 સરકારી હોસ્પિટલ અને 76 કોવિડ ડેઝીગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે કુલ મળીને 7279 પથારી ઉપલબ્ધ છે . તે પૈકી હાલમાં 2848 પથારીઓ ( લગભગ 40 ટકા ) ખાલી છે . હાલ કોરોના દર્દીઓ માટે સરકાર હોસ્પિટલમાં 2347 અને ખાનગી હોસ્પિટલમા 501 પથારી ખાલી છે.
Published by:ankit patel
First published:November 18, 2020, 17:50 pm

ટૉપ ન્યૂઝ