ખેડૂતો મરો પણ ધારાસભ્યોનું તરભાણું ભરો, ધારાસભ્યોનો પગાર વધારો મંજૂર

News18 Gujarati
Updated: September 19, 2018, 11:43 AM IST
ખેડૂતો મરો પણ ધારાસભ્યોનું તરભાણું ભરો, ધારાસભ્યોનો પગાર વધારો મંજૂર
ગુજરાત વિધાનસભા

ગાંધીનગર ખાતે આજે બુધવારે વિધાનસભાના ચોમાસા સત્રોનો બીજો દિવસ છે. આ પ્રસંગે ગૃહની કાર્યવાહી થશે.

  • Share this:
અનેક મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે ચકમક, MLAsના પગાર વધારાનું બિલ ગૃહમાં પસાર

ગાંધીનગર ખાતે આજે બુધવારે વિધાનસભાના ચોમાસા સત્રનો બીજો દિવસ છે. આજે વિધાનસભામાં કાર્યવાહી ચાલું થઇ ગઇ છે. ત્યારે અનેક મુદ્દાઓ ઉપર વિધાનસભામાં ચકમક ઝરી હતી. ઉલ્લેખનીય છે કે, મંગળવારે ખેડૂત આક્રોશ રેલીના ફ્લો શો બાદ આજે કોંગ્રેસ તરફથી સાઇકલ રેલી કાઢવામાં આવી હતી. આજે વિધાનસભાના સત્રનો બીજો અને અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસ મોંઘવારીના વિરોધમાં સાઇકલ રેલી યોજી હતી. વિધાનસભાની કાર્યવાહી દરમિયાન જળસંચય, ભાવનગરમાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાતનો ખુલાસો કર્યો હતો. સાથે સાથે નલિયા કેસ અંગે સરકારે ખુલાસા કર્યા હતા. આ ઉપરાંત ધારાસભ્યોના પગારા વધારા અંગેનું વિધેયક પણ ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું.

ધારાસભ્યોના પગાર અને ભથ્થા વધારાનું બિલ ગૃહમાં પસાર

ચોમાસું સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં વિપક્ષના નેતાની મંજૂરી બાદ ધારાસભ્યોના પગાર ભથ્થામાં વધઆરો કરવા માટેનું બીલ ગૃહમાં રજૂ કરાયું હતું. 2018માં રજૂ થયેલું વિધેયક કર્માંક 43 મંત્રી મંડળ તથા ધારાસભ્યોના પગાર વધારાનું વિદેયક દાખલ કરાયું હતું. ધારાસભ્યોને નાયબ સચીવની કક્ષાનો પગાર આપવામાં આવે એવો ઉલ્લેખ છે. જોકે, અત્યારે ઉપ સચિવ કક્ષાનો પગાર મળતો હતો. ગૃહમાં આ વિધેયક પસાર થઇ ગયું છે. પગારમાં કુલ 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

જળસંચય અભિયાન

વિધાનસભામાં ચોમાસુ સત્ર અંતર્ગત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જળ સંયચ અભિયાન અંતર્ગત 84 તળા ઊંડા કરવામાં આવ્યા છે. જેની પાછળ અધધ 506. 35 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે.ભાવનગરમાં પાક નિષ્ફલ જવાના કારણે ખેડૂતે આપઘાત કર્યાનો ખુલાસો

તાજેતરમાં ભાવનગરમાં પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતે આપઘાત કર્યો હોવાનો સ્વીકાર સરકારે કર્યો છે. તળાજાના ધાસાભ્યએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો.

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ

ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં 19 કરોડ 6 લાખ 58 હજાર 484નો દેશી વિદેશી દારૂ ઝડપાયો જ્યારે 20, 95, 482ના નશીલા પદાર્શોનો જથ્થો ઝડપાયો હતો.

રાજ્યમાં મહિલા સુરક્ષાની વાતો કાગળ પર

ઊંઝાના ધારાસભ્ય આશાબહેન પટેલ પૂછેલા પ્રશ્નમાં ગૃહમાં ચોમાસું સત્રની કામગીરી દરમિયાન સરકાર દ્વારા જણાવાયું હતું કે, છેલ્લા બે વર્ષથી મહિલા સુરક્ષા સમીતીની બેઠક મળી નથી. મુખ્યમંત્રી આ સમીતિના અધ્યક્ષ છે. આ અંગે નલિયા કાંડ અંગે પણ સરકારે જણાવ્યું હતું કે, 16 માર્ચ 2017ના રોજ જસ્ટિસ કમિશન દવેની નિમણૂંક કરાઇ હતી. 30 સપ્ટેમ્બર 2018ના રોજ રિપોર્ટ આપવાનો રહેશે. જસ્ટિસ દવે કમિટીમાં અત્યાર સુધી 40,72,980 રૂપિયાનો ખર્ચ થયો છે.
First published: September 19, 2018, 7:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading