Home /News /madhya-gujarat /

Sea Plane: ગુજરાતીઓ માટે ખુશખબર, ફરી સી પ્લેનની સર્વિસ શરૂ થશે, જાણો કિંમત

Sea Plane: ગુજરાતીઓ માટે ખુશખબર, ફરી સી પ્લેનની સર્વિસ શરૂ થશે, જાણો કિંમત

સી પ્લેન

31 ઓક્ટોબર, 2020 થી અમદાવાદના (Ahmedabad) સાબરમતી રિવરફ્ર્ન્ટથી કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ થયેલી સી પ્લેનની સર્વિસ (Service) 10 એપ્રિલ, 2021 સુધી જ ચાલી હતી. જો કે ત્યારબાદ આ સેવા (Seva) બંધ થઇ ગઇ છે.

    ગુજરાતીઓ (Gujarati) માટે સૌથી મોટી ખુશખબર આવી ગઇ છે. ફરીથી સી પ્લેનની (Sea Plane) સર્વિસ શરૂ થવાની તૈયારીમાં છે. 31 ઓક્ટોબર, 2020 થી અમદાવાદના (Ahmedabad) સાબરમતી રિવરફ્ર્ન્ટથી કેવડીયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી શરૂ થયેલી સી પ્લેનની સર્વિસ (Service) 10 એપ્રિલ, 2021 સુધી જ ચાલી હતી. જો કે ત્યારબાદ આ સેવા (Seva) બંધ થઇ ગઇ છે.

    સી પ્લેનની સુવિધા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર
    જો કે અનેક લોકોએ (People) સી પ્લેનમાં બેસીને એનો આનંદ લઇ લીધો છે. લોકોના જણાવ્યા અનુસાર સી પ્લેનમાં બેસવાની પણ એક ખુશી હોય છે. આ અનુભવ કંઇક અલગ જ હોય છે. આમ, જો તમે પણ સી પ્લેનમાં બેસવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે મોટી ખુશખબર આવી ગઇ છે. તમે પણ હવે સી પ્લેનમાં બેસીને એનો આનંદ માણી શકશો. સી પ્લેનની સુવિધા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. અહેવાલ પ્રમાણે અનેક લોકોની માગણી સી પ્લેન શરૂ કરવાની હતી. જેના પગલે ગુજરાત સરકારે (Gujarat Government) સી પ્લેનની સુવિધા ફરીથી ચાલુ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.

    તમને જણાવી દઇએ કે ગત ડિસેમ્બર મહિનામાં સી પ્લેનની સુવિધા શરૂ કરવા માટેનું ટેન્ડર (Tender) જારી કર્યું હતું. જો કે આ માટે ત્રણ ખાનગી કંપનીઓએ (Private Company) ટેન્ડર ભર્યું હતું. જેમાં સૌથી ઓછા ભાવ ભરનારી કંપનીને સી પ્લેન ઉડાવવા માટેનો કોન્ટ્રાક્ટ (Contract) અપાયો છે. આ કંપની ત્રણ વર્ષ સુધી સેવા આપશે. તમને જણાવી દઇએ કે સી પ્લેન રોજ રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીના બે ફેરા મારશે.

    આ પણ વાંચોઃ-ACB trap: સુરતમાં પતિના અવસાન બાદ તેમના GPFના રૂપિયા માટે પણ આરોપીએ લાંચ માંગી, લાંચિયો અધિકારી ઝડપાયો

    ગુજસેલ દ્રારા મુસાફર દીઠ ટિકિટનો દર રૂ. 4999 રૂપિયા
    ઉલ્લેખનીય છે કે, સિંગલ એન્જિન સાથેનું સી પ્લેન 9 સીટરનું (Seater) રહેશે. આ પ્લેન અઠવાડિયામાં છ દિવસ ઉડાન ભરશે. આ સાથે જ ગુજરાત સરકારની કંપની ગુજસેલ (GUJSAIL) દ્રારા ટિકિટનો દર નક્કી કરવામાં આવ્યો છે. મુસાફર દીઠ ટિકિટનો (Ticket) દર રૂ. 4999 રૂપિયા રહેશે. આમ, સ્ટાફ સહિતની અન્ય કામગીરી તેમજ જરૂરી મેન્ટેનન્સ (Maintenance) ખાનગી કંપનીને કરવાનું રહેશે.

    આ પણ વાંચોઃ-Photos: સુરતમાં તલવાર વડે જાહેરમાં કેક કાપી, ગણતરીના કલાકોમાં હથિયારો સાથે બેની અટકાયત

    રોજ ચાર ફ્લાઇટની સેવા શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે મહત્તમ 100 કલાકની ઉડાન (Flight) ભરી શકાશે. આમ, જો તમે પણ સી પ્લેનમાં બેસવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ ખુશીના સમાચાર છે. હવે તમે આ આનંદ પણ લઇ શકશો.
    Published by:ankit patel
    First published:

    Tags: Ahmedabad news, Gujarati news, Sea plane, ગુજરાતી

    આગામી સમાચાર