Home /News /madhya-gujarat /

Weather News: કાળઝાળ ગરમીથી શેકાવા માંડ્યુ અમદાવાદ, લોકો ત્રાહિમામ પોકારી ગયા

Weather News: કાળઝાળ ગરમીથી શેકાવા માંડ્યુ અમદાવાદ, લોકો ત્રાહિમામ પોકારી ગયા

અમદાવાદમાં ગરમીનો પારો વધ્યો

Ahmedabad weather News: ગુજરાતમાં નવ શહેરોમાં તાપમાન (Temperature) 38 ડિગ્રીને પાર થઇ ગયું છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં પડતી ગરમીની શરૂઆતમાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

    ગરમીની (Garmi) શરૂઆત થતા જ રસ્તાઓ (Road) સુમસામ થવા લાગ્યા છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં નવ શહેરોમાં તાપમાન (Temperature) 38 ડિગ્રીને પાર થઇ ગયું છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં પડતી ગરમીની શરૂઆતમાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.

    હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી
    ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ રાજ્યના કુલ 6 શહેરોનું (Cities) તાપમાન 37 ડિગ્રીને પાર નોંધાયું હતું. જ્યારે 9 શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. આમ, અમદાવાદ (Ahmedabad) સહિત ઉત્તર ગુજરાતમાં હજુ બે દિવસ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં એક દિવસ કાળઝાળ ગરમી પડવાના સંકેતો મળતા હવામાન વિભાગે હિટવેવની (Heat wave) આગાહી જાહેર કરેલ છે.

    ગરમીની સૌથી મોટી અસર રસ્તાઓ પર
    કાળઝાળ ગરમીને કારણે અનેક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીની સૌથી મોટી અસર રસ્તાઓ (Road) પર જોવા મળે છે. રસ્તાઓ એકદમ સુમસામ બની જાય છે. ગરમીમાં પક્ષીઓનો અવાજ પણ સંભળાતો નથી. પક્ષીઓ પણ એક જગ્યાએ ઠંડક (Cooling) શોધીને બેસી જાય છે. આ ગરમીમાં સિંકજી, સોડા, ઠંડા પીણા પીવાની મજા જ કંઇક અલગ આવે છે. અને લોકો રસ્તાઓ (Road) પર ઉભા રહીને સિંકજી પીવાની મજા માણતા હોય છે. સિકંજી પીને લોકો ઠંડક અનુભવતા હોય છે.

    આ પણ વાંચોઃ-ACB trap: હમ નહીં સુધરેંગે, LRDની લેખિત પરિક્ષા પાસ કરાવવા 2 લાખની માંગણી, 15,000 લેતા ACBએ ઝડપ્યા

    શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા થવા લાગે છે
    આ ગરમીમાં અનેક લોકોને લુ લાગી જાય છે અને ચક્કર જેવી સમસ્યાઓ થવા લાગે છે. ગરમીને કારણે શરીરમાં ડિહાઇડ્રેશનની (Dehydration) સમસ્યા થવા લાગે છે. જેના કારણે ચક્કર આવવા તેમજ બીપી લો (BP Low)જેવું થઇ જાય છે. આ ગરમીમાં તમે તમારી સાથે ખાંડ અને પાણી રાખો તો સૌથી બેસ્ટ છે. ખાંડ (Sugar) ફાકવાથી ચક્કર આવતા બંધ થઇ જાય છે અને બીપી (BP) પણ કંટ્રોલમાં થઇ જાય છે.

    આ પણ વાંચોઃ-અમાવાદઃ ત્રણ લોકો મારા મોતનું કારણ, Video બનાવીને યુવકે કર્યો આપઘાત

    આ ગરમીમાં અમારી અપીલ છે કે તમે જ્યારે પણ ઘરની બહાર નિકળો ત્યારે ખાસ કરીને ફેસને કવર (Face Cover) કરીને નિકળો અને તમારી સ્કિન પર સનસ્ક્રીન લોશન (Sunskin Losion) લગાવીને નિકળો જેથી કરીને તમારી સ્કિન બહુ ડેમેજ ના થાય. બહાર નિકળો ત્યારે તમે તમારી સાથે ખાસ કરીને પાણી લઇને નિકળો જેથી કરીને બહારનું પાણી પીવું ના પડે. ગરમીની સીધી અસર તમારા સ્વાસ્થ્ય પર થાય છે આ માટે અનેક પ્રકારની કાળજી રાખવી ખૂબ જરૂરી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Ahmedabad news, Gujarati news, Weather news, અમદાવાદ, ગરમી, ગુજરાત, તાપમાન, હવામાન વિભાગ, હિટવેવ

    આગામી સમાચાર