ટ્રાફિકના નિયમોના પાલન માટે DEOના આદેશને શાળાઓ ગાંઠતી નથી

News18 Gujarati
Updated: October 14, 2019, 2:40 PM IST
ટ્રાફિકના નિયમોના પાલન માટે DEOના આદેશને શાળાઓ ગાંઠતી નથી
નિયમ ભંગ.

ટ્રાફિકના નિયમોનાં પાલનના પરિપત્રનું સરેઆમ ઉલ્લંઘન, ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં સામે આવી હકીકત.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : શાળાઓમાં ટ્રાફિકના નિયમોના પાલન માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક સૂચના આપતો પરિપત્ર કરાયો હોવા છતાં શાળાઓ આ આદેશને ગાંઠતી ન હોવાનું ન્યૂઝ18 ગુજરાતીના રિયાલીટી ચેકમાં સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં સરકારી અને ખાનગી મળી 1500 થી વધુ શાળાઓ આવેલી છે. આ શાળાઓમાં ટ્રાફિકના નિયમોના પાલનનો કડક અમલ થાય તે માટે શાળાઓના સંચાલકોને પરિપત્ર કરાયો છે.

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે શાળાના ગેટ પાસે 'નૉ હેલ્મેટ નૉ ઍન્ટ્રી'નું બોર્ડ લગાવવું, તેમજ વાહન ચાલકોને હેલ્મેટ વગર શાળા કેમ્પસમાં પ્રવેશ આપવો નહીં. આદેશને પગલે શાળાઓએ 'નૉ હેલ્મેટ નૉ ઍન્ટ્રી'ના બોર્ડ તો લગાવી દીધા છે પરંતુ તેનું પાલન કરાવવાની જવાબદારીમાં ઉણા ઉતર્યા છે. કારણ કે શાળાઓમાં કોઈ પણ રોકટોક વગર વાહન ચાલકો હેલ્મેટ વગર જ પ્રવેશ કરી રહ્યા છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ એવો પણ પરિપત્ર કર્યો છે કે શાળા બહાર કોઈ પણ મુલાકાતીઓ કે વાલીઓને વાહન પાર્ક કરવા દેવા નહીં, તેમજ શાળાના વાહનો ટ્રાફિકને અડચણરુપ ન થાય તેનું પણ શાળા સંચાલકોએ ધ્યાન રાખવું. જોકે, આ નિયમોનું પણ ખુલ્લઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.શાળા બહાર પણ 'નૉ પાર્કિંગ'માં વાલીઓ અને મુલાકાતીઓ બેફામ રીતે વાહનો પાર્ક કરી રહ્યા છે. આ માટે વાલી તરફથી એવી દલીલો કરવામાં આવી રહી છે કે તેઓ ફક્ત બે-પાંચ મિનિટના કામ આવ્યા છે તેમજ શાળાઓમાં પૂરતી પાર્કિંગની વ્યવસ્થા નથી.

બીજી તરફ શાળાના સંચાલકો જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્ર પ્રમાણે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન થતું હોવાનો રાગ આલાપી રહ્યાં છે. જિલ્લા શિક્ષણાધિકારી આર.સી. પટેલે જણાવ્યું કે નિયમોનું પાલન કરાવવા માટે પરિપત્રો કર્યા છે. સંચાલકોને પાલન કરવા કડક સૂચના પણ આપવામાં આવી છે. છતાં નિરીક્ષણ દરમિયાન કોઈ બેદરકારી જણાશે તો જે તે શાળાને નોટિસ ફટકારવામાં આવશે.
First published: October 14, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading