31 ઓક્ટોબર 'એકતા દિને' શાળા ચાલુ રાખવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય

News18 Gujarati
Updated: October 27, 2018, 2:29 PM IST
31 ઓક્ટોબર 'એકતા દિને' શાળા ચાલુ રાખવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય
પ્રતિકાત્મક તસવીર

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા 31 ઓક્ટોબરનાં રોજ શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

  • Share this:
ગાંધીનગર: 31 ઓક્ટોબરનાં રોજ એકતા દિન હોવાને કારણે તે દિવસે જાહેર રજા હોય છે. આમ તો આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. પણ આ વખથે 31 ઓક્ટોબરનાં રોજ શાળાઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ કહ્યું કે, 31મી ઓક્ટોબરનાં રોજ આમ તો જાહેર રજા હોય છે પણ એકતા દિવસની ઉજવણી કરવા માટે શાળાઓ એક કલાકનાં સમય માટે ચાલુ રાખવામાં આવશે.

આપને જણાવી દઇએ કે આ પહેલાં 2 ઓક્ટોબર ગાંધી જયંતીનાં દિવસે પણ એક ક્લાક માટે શાળાઓ ચાલુ રાખવામાં આવી હતી અને આ દિવસને સ્વચ્છતા દિન તરીકે શાળાઓમાં ઉજવવામાં આવ્યો હતો.
First published: October 27, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading