અમદાવાદ : કિશોરીને અડપલાં કરતા અને ખરાબ મેસેજ કરતા સ્કૂલવાન ડ્રાઈવરની ધરપકડ

News18 Gujarati
Updated: September 13, 2019, 11:41 PM IST
અમદાવાદ : કિશોરીને અડપલાં કરતા અને ખરાબ મેસેજ કરતા સ્કૂલવાન ડ્રાઈવરની ધરપકડ
કિશોરીને અડપલાં કરતા અને ખરાબ મેસેજ કરતા સ્કૂલવાન ડ્રાઈવરની ધરપકડ

આરોપી ઈમ્તિયાઝ વાનમાં બીજા વિદ્યાર્થીઓ હોય ત્યારે સામાન્ય વર્તન કરતો પણ જ્યારે કિશોરી એકલી પડે ત્યારે તેને આગળની સીટમાં બેસાડી શારીરીક અડપલા કરતો

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ : પ્રહલાદનગર ખાતે રહેતાં એક બિઝનેસમેનની 11 વર્ષની પુત્રી સાથે સ્કૂલવાનમાં છેલ્લા કેટલાક સમયથી અડપલાં કરતાં અને I Love Youના મેસેજ કરતાં સ્કૂલવાન ડ્રાઈવરની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે.

આનંદનગર વિસ્તારમાં રહેતાં પરિવારની 11 વર્ષની પુત્રી છેલ્લા કેટલાય સમયથી સ્કલૂવાનમાં શાળાએ જતી હતી. જોકે પુત્રી છેલ્લા કેટલાક સમયથી ડરેલી લાગતી હોવાનું અને કાંઈ છુપાવતી હોવાનું પરિવારના સભ્યોએ અનુમાન કર્યું હતું. આ દરમિયાન પુત્રીએ પરિવાર સમક્ષ ઘટસ્ફોટ કર્યો કે, સ્કૂલવાનમાં તે જતી હોય ત્યારે વાનના ડ્રાઈવર અંકલ ઈમ્તિયાઝ તેની સાથે શારીરિક અડપલાં કરે છે. અવારનવાર મોબાઈલમાં આઈ લવ યુના મેસેજ તેમજ અન્ય મેસેજો કરીને હેરાન કરે છે. આ બાબત કોઈને ન કહેવાની ધમકી આપે છે. પરિવારજનો પુત્રીના મોબાઈલ મેસેજો વાંચતાં ચોંકી ગયા હતા.

આ પણ વાંચો - 'મારે ખુબ દેવુ થઈ ગયુ', સુસાઈડ નોટ લખી પોરબંદરના યુવકે અમદાવાદમાં કર્યો આપઘાત

આ ઘટના પછી કિશોરીના પિતાએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર ઈમ્તિયાઝ સામે ફરિયાદ કરી હતી. પોલીસે પોસ્કો એક્ટની કલમ અને છેડતીની કલમ નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલ્યું કે આરોપી છેલ્લા ચારેક મહિનાથી કિશોરીને શારીરિક અડપલાં કરીને હેરાન કરતો તેમજ ફોનમાં મેસેજ કરીને પરેશાન કરતો હતો. પોલીસે આ સ્કૂલવાનમાં જતી અન્ય બાળકીઓ પણ શિકાર બની છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

આરોપી વાનમાં બીજા વિદ્યાર્થીઓ હોય ત્યારે સામાન્ય વર્તન કરતો પણ જ્યારે કિશોરી એકલી પડે ત્યારે તેને આગળની સીટમાં બેસાડી શારીરીક અડપલા કરતો હતો. હાલ તો આરોપી ડ્રાઈવર ઈમ્તિયાઝની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
First published: September 13, 2019, 11:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading