'નરેન્દ્ર મોદી થેન્ક યૂ,' CAAના સમર્થનમાં શાળાના બાળકો PMને પત્ર લખશે

News18 Gujarati
Updated: January 3, 2020, 1:00 PM IST
'નરેન્દ્ર મોદી થેન્ક યૂ,' CAAના સમર્થનમાં શાળાના બાળકો PMને પત્ર લખશે
શાળાના બાળકો પીએમનો આભાર વ્યક્ત કરશે.

અમદાવાદની શાળાઓ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાનને CAA માટે થેન્ક યૂ લેટર લખાવવામાં આવ્યા છે.

  • Share this:
અમદાવાદ : નાગરિકતા સંશોધન બિલે(Citizenship Amendment Act) કાયદાનું સ્વરૂપ ધારણ કર્યા બાદ આ અંગે વિવાદ શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. આ મામલે હવે શાળાના બાળકો વડાપ્રધાન મોદીને આભાર માનતા પત્રો લખશે. મળતી માહિતી પ્રમાણે શાળાના બાળકો પાસે સીએએ કાયદા માટે વડાપ્રધાનને સંબોધન કરી 'થેન્ક યૂ પીએમ'ના પોસ્ટ કાર્ડ લખાવવામાં આવી રહ્યા છે. અમદાવાદ સહિત રાજ્યની ખાનગી અને સરકારી શાળાઓને પોસ્ટ કાર્ડ લખવા માટે ફરજીયાત કહેવામાં આવ્યું છે.

એક તરફ ભાજપ દ્વારા સમગ્ર દેશમાં સીએએ મુદ્દે જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે. ભાજપ દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ રેલીનું આયોજન કરાયું છે. તેમજ લોકોના ઘરો અને શેરીઓમાં જઇ ભાજપના કાર્યકર્તાઓ સીએએ કાયદા અંગે લોકોના જાગૃતિ ફેલાવી રહ્યા છે. ત્યારે ભાજપ સાશિત રાજ્યોમાં વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શાળાઓનાં બાળકો પાસે 'નરેન્દ્ર મોદી થેન્ક યૂ' ના પોસ્ટકાર્ડ લખાવવામાં આવશે.

અમદાવાદની શાળાઓ દ્વારા પોતાના વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાનને CAA માટે થેન્ક યૂ લેટર લખાવવામાં આવ્યા છે. સૂત્રો જણાવે છે કે આ થેન્ક યૂ લેટર માત્ર ખાનગી શાળા જ નહીં AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના વિદ્યાર્થીઓ પાસે પણ લખાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ થેન્ક યૂનો આદેશ ઉપરથી આવ્યો છે. એટલું જ નહીં પત્રો લખવા પણ ફરજિયાત છે.

આ માટે વિદ્યાર્થીઓને 10 જેટલા સેમ્પલ પણ આપવામાં આવ્યા છે. જેમાંથી પત્રમાં કોઈ એક પેરેગ્રાફનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે પત્ર કેવી રીતે લખવો તેની જરૂરી સૂચના પણ આપવામાં આવી છે. પત્રમાં નામ, સરનામું તેમજ મોબાઇલ નંબર પણ અચૂક લખવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે પત્ર જે સરનામે પોસ્ટ કરવાનો છે તે પણ લખવામાં આવ્યું છે.
First published: January 3, 2020, 1:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading