સ્કૂલ માફિયાની દાદાગીરી, નવા કાયદા મુજબ ફી ભરી હોવાની વિદ્યાર્થીઓને બહાર બેસાડ્યા

News18 Gujarati
Updated: April 2, 2018, 12:20 PM IST
સ્કૂલ માફિયાની દાદાગીરી, નવા કાયદા મુજબ ફી ભરી હોવાની વિદ્યાર્થીઓને બહાર બેસાડ્યા

  • Share this:
રાજ્યભરમાં સ્કૂલ ફીને લઈને ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્કૂલ માફિયાઓ તેની દાદાગીરીથી બાજ નથી આવતા. અમદાવાદ અને જુનાગઢમાં સ્કૂલના સંચાલકોનું ઓરમાયું વર્તન સામે આવ્યું છે.

વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલે ફી ન ભરનાર વિદ્યાર્થીઓને લાઈબ્રેરીમાં બેસાડ્યા છે. વાલીઓએ નવા કાયદા મુજબ ફી ભરી હોવાથી સંચાલકોનું ઓરમાયું વર્તન સામે આવ્યું છે. અને સ્કૂલમાં રજૂઆત કરવા જતાં સંચાલકોએ વાલીઓને અટકાવ્યા હતા.

આમ શાળા સંચાલકાઓએ ફી માટે વિદ્યાર્થીઓને પણ છોડયા ન હતા. જો કે સમગ્ર મામલે શિક્ષણ અધિકારીઓ મૌન સેવી રહ્યાં છે.

તો આ તરફ જુનાગઢમાં ઉમટવાડાની સેન્ટ ઝેવિયર્સ શાળાના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. વિદ્યાર્થીઓની ફી બાકી હોવાના મામલે શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કૂલ બહાર બેસાડ્યા હોવાની ઘટના સામે આવી છે.આ સ્કૂલના 4 જેટલા વિદ્યાર્થીઓએ ફી ભરી ન હોવાથી શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓને બહાર બેસાડ્યા હતા. જો કે બંને મામલે શિક્ષણ વિભાગ મૌન સેવી રહ્યું છે.
First published: April 2, 2018
વધુ વાંચો
अगली ख़बर