Home /News /madhya-gujarat /અમદાવાદ : કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની બે વર્ષની ફી માફ કરવાનો શાળા-સંચાલકોનો નિર્ણય

અમદાવાદ : કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોની બે વર્ષની ફી માફ કરવાનો શાળા-સંચાલકોનો નિર્ણય

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદની 300થી વધુ શાળાઓએ આવકારદાયક નિર્ણય કર્યો

અમદાવાદ : કોરોના કાળમાં સૌથી વધુ વિવાદનો મુદ્દો રહ્યો હોય તો તે શાળામાં અભ્યાસ કરતા બાળકોની ફી નો રહ્યો છે. આ વર્ષે પણ બાળકોને અભ્યાસ માટે બોલાવાય તેવી શકયતા નહિવત જણાઈ રહી છે. પરંતુ જે બાળકોના માતાપિતા કોરાનામાં મૃત્યુ પામ્યા હોય તે બાળકોનું શુ. તો આવા બાળકો અમદાવાદની 300થી વધુ શાળાઓએ આવકારદાયક નિર્ણય કર્યો છે. આવા બાળકોની બે વર્ષની ફી માફ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વર્ષ 2020ના વર્ષથી કોરોનાની એન્ટ્રી થતાની સાથે જ વાલીઓમાં ફી મામલે ગણ ગણાટ શરૂ થઈ ગયો છે. તેવામાં અમદાવાદની ખાનગી શાળાના સંચાલકો છેલ્લા કેટલાક દિવસથી ઓનલાઇન મીટીંગ કરી રહ્યા છે અને આ ઓનલાઇન મીટીંગમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનામાં અનાથ થયેલા બાળકોની બે વર્ષની ફી માફ કરાઈ છે.



આ પણ વાંચો - કોરોના વાયરસને ચીનની વુહાન લેબમાં બનાવ્યો! બ્રિટન અને નોર્વેના વૈજ્ઞાનિકોનો મોટો દાવો

આ નિર્ણયમાં 300થી વધુ શાળાના સંચાલકો સહમત થયા છે. કોરોનામાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના હિતમાં સંચાલકો દ્વારા સંગાથ અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત વર્ષ 2020-21 અને વર્ષ 21-22 માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેશભાઈ પટેલએ જણાવ્યું કે હાલ 300થી વધુ શાળાઓના સંચાલકો આ મુદ્દે એકમત થયા છે અને હજુ શાળાના સંચાલકોને જોડવામાં આવી રહ્યા છે. આ નિર્ણય મામલે સંચાલકો દ્વારા સંગાથ અભિયાન શરૂ કર્યું છે.
" isDesktop="true" id="1100696" >

સ્વાભાવિક છે કે પરિવારમાં માતા કે પિતાનું કોરોનાથી અવસાન થાય એટલે પરિવાર પર આભ તૂટી પડે છે. પરિવારની માનસિક સ્થિતિ ડામાડોળ થઈ જાય છે. જેથી આવા પરિવાર ને મદદરૂપ થવા આ અભિયાન શરૂ કર્યું છે. આવા બાળકોને 2 વર્ષ સુધી નિઃશુલ્ક અભ્યાસ કરાવવાનું નક્કી કરાયું છે સાથે જ કોઈ એવું બાળક હોય કે જેના માતાપિતા કોરોના ગ્રસ્ત થયા છે તેવી સ્થિતિ તેવા બાળકની તે મહિનાની ફી માફ કરવામાં આવશે.
Published by:Ashish Goyal
First published:

Tags: Coronavirus, School, School Fees, કોરોના

विज्ञापन
विज्ञापन