સરકારે જાહેર કરી સહાયઃ રાજ્યમાં 51 તાલુકા અછતગ્રસ્ત, 2 રૂ. કિલો ઘાસચારો અપાશે

News18 Gujarati
Updated: October 22, 2018, 7:35 PM IST
સરકારે જાહેર કરી સહાયઃ રાજ્યમાં 51 તાલુકા અછતગ્રસ્ત, 2 રૂ. કિલો ઘાસચારો અપાશે
સરકારે અછતની સ્થિતિને લઇને હાઇ પાવર કમિટીની તાકિદે બેઠક બોલાવી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રીએ સરકારે લીધેલા નિર્ણયો અંગે પત્રકાર પરિષદ યોજી.

સરકારે અછતની સ્થિતિને લઇને હાઇ પાવર કમિટીની તાકિદે બેઠક બોલાવી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રીએ સરકારે લીધેલા નિર્ણયો અંગે પત્રકાર પરિષદ યોજી.

  • Share this:
આ વર્ષે મેઘરાજાની નારાજગીને લીધે રાજ્યમાં થયેલા નહીવત વરસાદથી ચિંતા ઘેરી બની છે. એક તરફ ધરતીનો તાત ઓછા વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિમાં છે, તો બીજી બાજુ આવનારા દિવસોમાં પીવાના પાણીની કટોકટોની સમસ્યાથી સામાન્ય જનતા ચિંતામાં છે. એવામાં સરકારને પણ સ્થિતિ વધુ ખરાબ થવાનો અંદાજ આવી ગયો છે.

 

આ પણ વાંચો પીડિત પરિવારોને સિદ્ધુએ લીધા દત્તક, કહ્યું - આજીવન મદદ કરવા તૈયાર

રૂપાણી સરકારે અછતની સ્થિતિને લઇને હાઇ પાવર કમિટીની તાકિદે બેઠક બોલાવી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રીએ સરકારે લીધેલા નિર્ણયો અંગે પત્રકાર પરિષદ યોજી હજી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે 51 તાલુકા અછતગ્રસ્ત જાહેર કરાયા છે, જેમાં રાજ્ય સરકાર અંદાજે 3000 કરોડનો ખર્ચ કરી સહાય આપશે.

નીતિન પટેલે જણાવ્યા પ્રમાણે રાજ્યામાં 250 મીમી ઓછા વિસ્તાર વાળા તાલુકા અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાજ્યમાં કુલ 51 તાલુકને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, આ તમામ તાલુકામાં પશુપાલકો અને ખેડૂતો માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પ્રમાણે રાજ્ય સરકાર 4 કરોડ કિલો ઘાસચારાની ખરીદી કરશે, ત્યારબાદ રાજ્યમાં અછતગ્રસ્ત પશુપાલકોને 2 રૂપિયા કિલોના ભાવે ઘાસચારો આપશે. સાથે જ પશુપાલકોને 70 રૂપિયા લેખે સહાય પણ આપવામાં આવશે.

અહીં ક્લિક કરી વાંચો Railway મફતમાં પ્રવાસ કરવાની આપી રહ્યું છે તક, જાણો ઓફરખેડૂતો માટે સહાયની જાહેરાત કરતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે, તેઓએ કેન્દ્ર સરકાર તરફથી 6800 રૂપિયાની સહાય આપવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં પૂરતા પીવાના પાણી મળી રહે તે માટે નર્મદા બંધમાં 12 મહિનાનું પાણી સુરક્ષિત છેઆ તમામ અછતગ્રસ્ત તાલુકા માટે જાહેર કરવામાં આવેલી સહાય આગામી 1 ડિસેમ્બરથી આપવામાં આવશે.

સરકારે જાહેર કરેલા અછતગ્રસ્ત તાલુકાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના 10 તાલુકા, બનાસકાંઠાના 9 તાલુકા, પાટણના 8 તાલુકા, અમદાવાદના 3 તાલુકા, સુરેન્દ્રનગરના 7 તાલુકા, મહેસાણાના 4 તાલુકા, મોરબીના 3 તાલુકા,  જામનગરના 2 તાલુકા, દ્વારકાના 2 તાલુકા, ભાવનગરના 1 તાલુકા , રાજકોટના 2 તાલુકાનો સમાવેશ થાય છે.
First published: October 22, 2018, 7:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading