અમદાવાદ : સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ફરી ઝડપાયું, આવો હતો પ્લાન

અમદાવાદ : સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ફરી ઝડપાયું, આવો હતો પ્લાન
અમદાવાદ : સરકારી અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ ફરી ઝડપાયું, આવો હતો પ્લાન

દાણીલીમડા પોલીસે 3500 કિલો સરકારી અનાજ સાથે રાશનની દુકાનના સંચાલક સહિત 3 શખ્સોની ધરપકડ કરી

  • Share this:
અમદાવાદ : શહેરમાં છેલ્લાં ઘણાં સમયથી સરકારી અનાજ બારોબાર વેચી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. તેવામાં દાણીલીમડા પોલીસે 3500 કિલો સરકારી અનાજ સાથે રાશનની દુકાનના સંચાલક સહિત 3 શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ સરકારી અનાજ બારોબાર વેચીને ગરીબો અને સરકાર સાથે છેતરપિંડી આચરતા હતા અને કૌભાંડ આચરતા હતા.

દાણીલીમડા પોલીસે બાતમીના આધારે બોલેરો ગાડીમાં સરકારી અનાજના ગેરકાયદેસર જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પડ્યા છે. આ શખ્સોના નામ અરૂણ શર્મા, રાજકુમાર ગુપ્તા અને રાજેન્દ્રસિંહ રાજપૂત છે. દાણીલીમડા પોલીસે બાતમીના આધારે ગાડી પકડતા તેમાંથી સરકારી અનાજની 70 બોરીઓ મળી હતી. જેની ખરાઈ કરવા માટે અન્ન અને નાગરિક પુરવઠા અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. અંતે આ સરકારી અનાજ હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી છે.આ પણ વાંચો - અમદાવાદ : શેરમાર્કેટનું ગેરકાયદે સોફ્ટવેર રાખનારા વાસુ પટેલ અને કરણ ઠક્કર ઝડપાયા

દાણીલીમડા પોલીસે 73 હજારની કિંમતનો 3500 કિલો અનાજનો જથ્થો જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આ અનાજનો જથ્થો તેઓ બહેરામપુરામાં આવેલી ન્યૂ પ્રકાશ સહકારી ભંડાર નામની સસ્તા ભાવની અનાજની દુકાનમાંથી લઈ સનાથલમાં ભોલેનાથ ફ્લોર મીલનાં માલીક ભુરાભાઈ પ્રજાપતિને પહોંચાડવા નીકળ્યા હતા. જેથી પોલીસે તાત્કાલિક અનાજની દુકાનના સંચાલક રાજેન્દ્રસિંહ રાજપૂતની પણ ધરપકડ કરી હતી.

અમદાવાદમાં અગાઉ પણ અનેકવાર આ રીતે ભૂતિયા ગ્રાહકો ઉભા કરીને તેમના નામે લીધેલું સરકારી અનાજ બારોબર વેચી દેતા શખ્સો ઝડપાયા છે. આ ગુનાના છેડા સરકારી અનાજના ગોડાઉન સુધી પહોંચે છે કે નહીં અને કોઈ સરકારી અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ અનાજનો જથ્થો લેનાર સનાથલના વેપારીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આ મામલે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરવા માં આવી છે.
Published by:Ashish Goyal
First published:January 25, 2021, 15:40 pm