અમદાવાદ: શહેરના ઘાટલોડિયા (Ghatalodia) વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલના (tripada school) સંચાલક વિવાદમાં આવ્યા છે. આ સંચાલક અર્ચિત ભટ્ટ સામે છેતરપીંડીનો (fraud) આરોપ તેમની સ્કૂલમાં રહી ચૂકેલા શિક્ષક વિનોદ ચાવડાએ લગાવ્યો છે. જોકે બાદમાં વિનોદ ચાવડાને (Vinod Chavda) સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવતા આ મામલે ફરિયાદ CM ઓફિસ સુધી પહોંચી છે. અને આ મામલે તપાસના આદેશ જિલ્લા શિક્ષણ અધિકરીને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
અમદાવાદની ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા હાઈસ્કૂલના સંચાલકો દ્વારા આત્મ નિર્ભર સહાય યોજના અંતર્ગત શિક્ષકોના નામે લોન લીધી હોવાની ઘટના સામે આવી છે. સ્કૂલે પહેલાં શિક્ષકોના પગાર અટકાવ્યા અને બાદમાં પગાર કરવાના નામે લોન લેવડાવવામાં આવી હોવાની મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોચી હતી. લોન લેવા બાબતે વાંધો ઉઠાવનાર શિક્ષકને નોકરીમાથી કાઢી મુકતા આ શિક્ષકે મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી.
શિક્ષકે કહ્યું કે જે લોન માટે રાજ્યભરમાં લાઈનો લાગતી હતી તે લોન અમને સરળતાથી માત્ર 4 દિવસમાં જ મળી ગઈ. અમને આચાર્ય દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારો પગાર કરવા માટે લોન લેવાની જરૂર છે. ચાર દિવસમાં લોનના એક લાખ ખાતામાં આવી જતા સ્કૂલ દ્વારા કોરા ચેકમાં શહી કરાવી રૂપિયા ત્રિપદા ટ્રસ્ટના ખાતામાં નખાવ્યા હતા.
શાળા સંચાલકોએ કૌભાંડ આચર્યાની મેં ફરિયાદ કરી છે. જોકે આ મામલે મે બાદમાં પૂછપરછ કરતા મને નોકરીમાંથી બરતરફ કરી દીધેલ છે. બીજીતરફ આ મામલે સ્કૂલના સંચાલક અર્ચિત ભટ્ટને સ્કૂલ પર સંપર્ક કરતા તેઓ મળ્યા ન હતા. ટેલિફનીક વિગત જાણવાનો પ્રયાસ કરતા પણ તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું. હાલ આ મામલે DEO ને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર