Home /News /madhya-gujarat /

SC, ST અને OBCને કાગળ પર જમીનની ફાળવણી કરવાનો મામલો, HCનો રાજ્ય સરકારને આદેશ

SC, ST અને OBCને કાગળ પર જમીનની ફાળવણી કરવાનો મામલો, HCનો રાજ્ય સરકારને આદેશ

રાજ્ય સરકાર દ્વારા એસસી, એસટી અને ઓબીસીને માત્ર કાગળ પર જમીનની ફાળવણી કરવાના કેસમાં, હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, સમગ્ર રાજ્યમાં ટોચ મર્યાદાના કાયદા નીચે કેટલી જમીન સરપ્લસ જાહેર કરી, કેટલી જમીનનો કબજો લીધો અને તેમાંથી કેટલી જમીનની ફાળવણી અને માપણી થઈ અને કબજો સોંપવામાં આવ્યો, તે અંગે વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવામાં આવે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ# રાજ્ય સરકાર દ્વારા એસસી, એસટી અને ઓબીસીને માત્ર કાગળ પર જમીનની ફાળવણી કરવાના કેસમાં, હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે, સમગ્ર રાજ્યમાં ટોચ મર્યાદાના કાયદા નીચે કેટલી જમીન સરપ્લસ જાહેર કરી, કેટલી જમીનનો કબજો લીધો અને તેમાંથી કેટલી જમીનની ફાળવણી અને માપણી થઈ અને કબજો સોંપવામાં આવ્યો, તે અંગે વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવામાં આવે.

હાઈકોર્ટે એ પણ ટકોર કરી છે કે, અનેક સ્થળે લાભાર્થીઓને જમીનનો કબજો સોંપાયો નથી અને તે કામગીરી અધૂરી છે, તો ત્યાં જમીનનો કબજો સોંપવાની કામગારી ત્વરિતપણે કરવામાં આવે. આ અંગે ચાર સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવામાં આવે. આ કેસની વધુ સુનાવણી ચાર સપ્તાહ બાદ હાથ ધરાશે.

સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, જમીન સુધારણા નીતિના અમલ માટે હાઈકોર્ટે જે ત્રણ નોડલ અધિકારીઓને નિમણૂંક કર્યા છે, તેમના એક્શન ટેકન રિપોર્ટ મુજબ આ એક વિશાળ ટાસ્ક છે, તે પૂર્ણ કરવુ શક્ય નથી તેથી અરજીનો નિકાલ કરો.

બીજી તરફ, વિવિધ ગામ લોકોની જમીનને લઈ સુરેન્દ્રનગર ડીઆઈએલઆરના રેકર્ડમાં કહેવાયું છે કે, જમીન પર દબાણ હોવાથી 26 લોકોની જમીનની માપણી થઈ નથી. આમ, એક્શન ટેકન રિપોર્ટ અને ડીઆઈએલઆરનું સોગંદનામું વિરોધાભાસી છે.
First published:

Tags: આદેશ, એસટી, એસસી, ઓબીસી, જમીન, ફાળવણી, મામલો, રાજ્ય સરકાર, રિપોર્ટ, વિસ્તૃત, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन