દલિતોના નામે કોંગ્રેસ રાજકારણ રમે છે, આંબેડકરને કોંગ્રેસે ઘણા હેરાન કર્યા છે: રૂપાણી

News18 Gujarati
Updated: April 2, 2018, 3:05 PM IST
દલિતોના નામે કોંગ્રેસ રાજકારણ રમે છે, આંબેડકરને કોંગ્રેસે ઘણા હેરાન કર્યા છે: રૂપાણી
વિજય રૂપાણીની ફાઇલ તસવીર

  • Share this:
એસસી-એસટી એક્ટ મામલે ગુજરાત સહિત ભારતભરમાં બંધનના એલાનના પગલે દલિત અને આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેને પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું કે, દલિતોને કોંગ્રેસ ખોટી રીતે ભડકાવી રહી છે. અમારી સરકાર હંમેશા દલિત અને આદિવાસી સમાજ સહિત તમામ લોકોના હિત માટે કામ કરી રહી ચે. કોંગ્રેસ દલિતોના નામે રાજકારણ રમી તમામ સમાજ વચ્ચે ભાગલાપાડી રાજનીતિ રમવાનું કાવતરૂ રચી રહી છે. કોંગ્રેસ ડો. બાબાસાહેબ આંબેડકરના નામે હાલમાં રાજકારણ કરી રહી છે, પરંતુ આજ કોંગ્રેસે આંબેડકરને ઘણા પરેશાન કર્યા હતા. વિજય રૂપાણીએ કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કરી દલિત સમાજને શાંત રહેવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના તમામ શહેર સહિત ભારતભરમાં એસસી-એસટી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ઠેર-ઠેર ટાયર સળગાવી, રોડ-રસ્તા ચક્કાજામ કરી વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું ચે. કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શન હિંસક પણ બન્યું છે, જેમાં વાહનોની તોડફોડ, દુકાનોની તોડફોડ કરવામાં આવી રહી છે. જેને પગલે દલિત સમાજના નેતા અને સત્તા પક્ષના નેતાઓ દ્વારા લોકોને શાંતીની અપિલ પણ કરવામાં આવી છે, અને કહેવામાં આવી રહ્યું છે કે, કોઈ પણ લોકો સરકારી મિલકતને નુકશાન પહોંચાડી વિરોધ પ્રદર્શન ન કરે.

શું છે મામલો?

21 માર્ચે સુપ્રિમ કોર્ટે SC-ST અત્યાચાર નિવારણ અધિનિયમ (SC-ST એક્ટ 1989) હેઠળ દાખલ મામલામાં તત્કાલિન ધરપકડ પર રોક લગાવવામાં આવી હતી. કોર્ટે નિર્ણય આપતા કહ્યું કે, સરકારી કર્મચારીઓની ધરપકડ માત્ર સક્ષમ ઓથોરિટીની મંજૂરી બાદ જ થઈ શકે છે. જે લોકો સરકારી કર્મચારી નથી, તેમની ધરપકડ એસએસપીની મંજૂરી બાદ થઈ શકે છે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, ધરપકડની મંજૂરી માટે તેના કારણોને રેકોર્ડ પર રાખવા પડશે. સુપ્રિમ કોર્ટના આ ચૂકાદા બાદ એસસી-એસટી સમાજ રોષે ભરાયો હતો, અને પોતાની સુરક્ષા માટેના કાયદામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવામાં આવે તે માટે કેન્દ્ર સરકાર રિવ્યૂ પીટીસન દાખલ કરે તેવી માંગ ઉઠી હતી. જેને પગલે સરકાર પર દબાણ વધારવા માટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, જે માંગને લઈ ભારતબંધનું એલાન આપવામાં આવ્યું હતું, તે માંગને લઈ કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટ પર પહોંચી ગઈ છે. SC-ST એક્ટમાં થયેલ બદલાવને લઈ કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટ પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (એનડીએ) અને વિપક્ષના વધતા જતા દબાણ વચ્ચે સોમવારે કેન્દ્રીય કાયદા મંત્રાલય તરફથી સુપ્રિમ કોર્ટમાં રિવ્યૂ પિટીસન દાખલ કરી છે. સાથે કાયદા મંત્રાલયે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલ અરજીને મંજૂરી આપી દેવામાં આવી હતી.
First published: April 2, 2018
વધુ વાંચો
अगली ख़बर