અમદાવાદ: ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, AMTSની અનેક બસમાં તોડફોડ

News18 Gujarati
Updated: April 2, 2018, 11:25 PM IST
અમદાવાદ: ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, AMTSની અનેક બસમાં તોડફોડ
પોલીસ ટ્વિટર પર એક્ટિવ થઈ ગઈ છે. પોલીસ શહેરના તમામ અલગ-અલગ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે તેની માહિતી આપી રહી છે...

પોલીસ ટ્વિટર પર એક્ટિવ થઈ ગઈ છે. પોલીસ શહેરના તમામ અલગ-અલગ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે તેની માહિતી આપી રહી છે...

  • Share this:
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અત્યાચાર નિવારણ અધિનિયમ (એસસી/ એસટી એક્ટ 1989)  મામલે ગુજરાત સહિત ભારતભરમાં બંધનના એલાનના પગલે દલિત અને આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેને લઈ ગુજરાતમાં પણ તેની ભારે અસર જોવા મળી રહી છે. રાજ્યમાં ઠેર-ઠેર એસસી-એસટીનું વિરોધ પ્રદર્શન આક્રમક બન્યું છે. અમદાવાદમાં AMTSની 20થી વધુ બસોમાં તોડફોડ કરવામાં આવી છે. આ બાજુ બીઆરટીએસ બસોને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. બસોના ટાયરોમાંથી હવા કાઢી નાખવાની ઘટનાઓ પણ સર્જાઈ છે. અમદાવાદમાં વિરોધપ્રદર્શનને જોતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બપોર બાદ BRTS, AMTS બસની સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.

અપડેટ: સાંજના સમયે અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં એક ટોળાએ ખુલ્લી તલવારો સાથે તોડફોડ કરી હતી. તે ઉપરાંત રાજસ્થાન હોટલની બાજુંના વિસ્તારમાં પણ તોફાની બનેલા ટોળાએ તોડફોડ કરીને ઘણું બધુ નુકશાન કર્યાના સમાચાર મળી રહ્યાં છે. 

બીજી બાજુ એસસી-એસટીનું વિરોધ પ્રદર્શન વધુ આક્રમક બનતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. દલિત આંદલનના પગલે શહેર પોલીસ ટ્વિટર પર એક્ટિવ થઈ ગઈ છે. પોલીસ શહેરના તમામ અલગ-અલગ વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે તેની માહિતી આપી રહી છે. વાહનચાલકોને કામ વગર રસ્તા પર ન નિકળવા અપિલ પણ કરવામાં આવી છે.


વાંચોઃ
  આ છે SC-ST એક્ટમાં થયેલો બદલાવ, જેને લઈને થઈ રહ્યો છે હંગામો

અમદાવાદમાં કાલુપુર, સારંગપુર, દરિયાપુર, દાણીલીમડા, કાંકરિયા, રાયપુર, શાહપુર, સરસપુર, અમરાઈવાડી, આંબાવાડી, મકરબા, પાલડી, ચાંદખેડા વિસ્તારમાં દલિત આંદોલનની અસર વધુ જોવા મળી રહી છે. ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનને પગલે ચક્કાજામ જામ કરવામાં આવી રહ્યો છે. બીઆરટીએસ અને એએમટીએસ બસોમાં તોડફોડને લઈ બસોને ડાઈવર્ટ કરવામાં આવી છે.અમદાવાદમાં લદિત વિરોધ પ્રદર્શને બપોર બાદ પણ આક્રમક રૂપ ધારણ કર્યું છે. અમદાવાદમાં ટોળા દ્વારા વિરોધપ્રદર્શનને લઈ અરાજકતા ફેલાવવાનું શરૂ થતાં પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદના સારંગપુર, રિલીફ રોડ, ઘી-કાંટા વિસ્તારની દુકાનોમાં ટોળાએ અરાજકતા ફેલાવી દુકાનો બંધ કરાવવાની સાથે દુકાનોમાં તોડફોડ શરૂ કરી દીધી, કેટલીક જગ્યાએ તો તોડફોડ કરી લૂંટ પણ ચલાવી હોવાની ઘટાઓ સામે આવી છે.

દુકાનો બહાર પાર્ક કરાયેલા વાહનોમાં પણ તોડફોડ મચાવી છે. આ મામલે પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે લાઠીચાર્જનો પણ સહારો લેવામાં આવ્યો. સાથે કેટલીક જગ્યાઓ પર ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે. પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થતાં, ટોળાએ પોલીસ પર કેટલીક જગ્યાએ પથ્થરમારો પણ કર્યો હોવાનું સામે આવ્યું છે.

શું છે મામલો?
21 માર્ચે સુપ્રિમ કોર્ટે SC-ST અત્યાચાર નિવારણ અધિનિયમ (SC-ST એક્ટ 1989) હેઠળ દાખલ મામલામાં તત્કાલિન ધરપકડ પર રોક લગાવવામાં આવી હતી. કોર્ટે નિર્ણય આપતા કહ્યું કે, સરકારી કર્મચારીઓની ધરપકડ માત્ર સક્ષમ ઓથોરિટીની મંજૂરી બાદ જ થઈ શકે છે. જે લોકો સરકારી કર્મચારી નથી, તેમની ધરપકડ એસએસપીની મંજૂરી બાદ થઈ શકે છે. જોકે, કોર્ટે એ પણ સ્પષ્ટતા કરી હતી કે, ધરપકડની મંજૂરી માટે તેના કારણોને રેકોર્ડ પર રાખવા પડશે. સુપ્રિમ કોર્ટના આ ચૂકાદા બાદ એસસી-એસટી સમાજ રોષે ભરાયો હતો, અને પોતાની સુરક્ષા માટેના કાયદામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવામાં આવે તે માટે કેન્દ્ર સરકાર રિવ્યૂ પીટીસન દાકલ કરે તેવી માંગ ઉઠી હતી. જેને પગલે સરકાર પર દબાણ વધારવા માટે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, જે માંગને લઈ ભારતબંધનું એલાન આપવામાં આવ્યું હતું, તે માંગને લઈ કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટ પર પહોંચી ગઈ છે. SC-ST એક્ટમાં થયેલ બદલાવને લઈ કેન્દ્ર સરકાર સુપ્રિમ કોર્ટ પહોંચી ગઈ છે. રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (એનડીએ) અને વિપક્ષના વધતા જતા દબાણ વચ્ચે સોમવારે કેન્દ્રીય કાયદા મંત્રાલય તરફથી સુપ્રિમ કોર્ટમાં રિવ્યૂ પિટીસન દાખલ કરી છે. સાથે કાયદા મંત્રાલયે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલ અરજીને મંજૂરી આપી દેવામાં આવી હતી.
First published: April 2, 2018
વધુ વાંચો
अगली ख़बर