સૌરાષ્ટ્રના એક તબીબે બનાવ્યો વડાપ્રધાન કાર્યાલયનો બોગસ લેટર, ભાંડો ફૂટતા ફરિયાદ

સૌરાષ્ટ્રના એક તબીબે બનાવ્યો વડાપ્રધાન કાર્યાલયનો બોગસ લેટર, ભાંડો ફૂટતા ફરિયાદ
આરોપી ડોક્ટર.

સૌરાષ્ટ્રના ડૉકટરે પોતાની ડૉકટર હાઉસ ખાતેની ઓફિસનો કબજો મેળવવા માટે PMOનો અશોક સ્તંભ લગાવેલો બોગસ પત્ર તૈયાર કરીને ગુજરાત સરકાર અને અધિકારીઓની કડક ટીકા કરી હતી.

  • Share this:
અમદાવાદ: સૌરાષ્ટ્રના એક ડૉકટરે પોતાની ડૉકટર હાઉસ (Doctor House) ખાતેની ઓફિસનો કબજો મેળવવા માટે PMO (વડાપ્રધાન કાર્યાલય) ઓફિસનો અશોક સ્તંભ લગાવેલો બોગસ પત્ર (Fake Letters) તૈયાર કરીને ગુજરાત સરકાર અને અધિકારીઓની કડક ટીકા કરી હતી. આ પત્ર વ્યવહાર ખરેખર પીએમઓથી થયો છે કે કેમ તે બાબતે સાઇબર ક્રાઇમે (Cyber Crime) ખરાઈ કરી હતી. જેમાં સમગ્ર ભાંડો ફૂટતા સાઇબર સેલમાં આરોપી ડૉ. વિજય પરીખ (Doctor Vijay Parikh) વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

સૌરાષ્ટ્રના ડૉકટરે પોતાની ડૉકટર હાઉસ ખાતેની ઓફિસનો કબજો મેળવવા માટે PMOનો અશોક સ્તંભ લગાવેલો બોગસ પત્ર તૈયાર કરીને ગુજરાત સરકાર અને અધિકારીઓની કડક ટીકા કરી હતી. આ પત્રો આરોપીઓએ બે જી-મેઈલ આઈડી પરથી મેઈલ કર્યો હતો. આ પત્ર વ્યવહાર ખરેખર પીએમઓથી થયો છે કે કેમ તેની ચકાસણી કરતા ભાંડો ફૂટ્યો હતો. તપાસ બાદ સાઇબર ક્રાઇમ સેલે આરોપી ડૉ. વિજય પરીખ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.આ પણ વાંચો: રાજકોટ હૉસ્પિટલમાં આગ: આ હતભાગીઓ જીવ ગુમાવ્યો, મૃતકોના ફાઇલ અને ડેટા પણ બળીને ખાખ

સાઇબર ક્રાઇમના પી.આઇ. આર. જે. ચૌધરીએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે. અમરેલીના ડૉકટર વિજય પરીખે પરિમલ ગાર્ડન પાસે ડૉકટર હાઉસમાં આવેલી ઓફિસ ડૉ. નિશિત શાહ પાસેથી ખરીદી હતી. આ ઓફિસ વેચાણ આપી તેનો ગેરકાયદેસર કબજો ડૉ. નિશિતે પોતાની પાસે રાખ્યો હતો. આ ઓફિસનો કબજો લેવા માટે ડૉ.વિજયે સમગ્ર યોજના બનાવી હતી. જે મુજબ ડૉ. વિજયે PMOનો અશોક સ્તંભ લગાવેલો બોગસ પત્ર તૈયાર કરીને ગુજરાત સરકાર અને અધિકારીઓની કડક ટીકા કરી હતી.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી કાલે અમદાવાદ આવશે, ઝાયડસ ખાતે હેલિપેડ તૈયાર કરવાની કામગીરી શરૂ

આ પત્ર આરોપીએ બે જી-મેઇલ આઈડી પરથી અલગ અલગ જગ્યાએ મેઈલ કર્યા હતા. જેમાં આઈએએસ સંગીતા સિંઘ, પોલીસ વડા અને પોલીસ કમિશનર સામેલ છે. ઈ-મેઈલમા સી.સી.માં પીએમથી લઈને સીએમને રાખવામાં આવ્યા હતા. જેની સાથે PMO હેડિંગ અને અશોક સ્તંભવાળો લેટર મૂક્યો હતો. જેમાં ડૉ. વિજયે ડૉ. નિશિત પાસેથી ખરીદેલી ઓફિસનો ગેરકાયદેસર કબજો ખાલી કરાવવાના લખાણ સાથે ગુજરાત સરકાર અને અધિકારીઓની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. આ મેટર પ્રાઈમ મિનિસ્ટર ઓફીસ દ્વારા સતત મોનિટર કરવામાં આવતી હોવા છતાં તેમાં કોઈ કાર્યવાહી થઈ નથી તેમ ઇ-મેલમાં જણાવ્યું હતું.

આ પણ જુઓ-

આ લેટર પીએમઓથી આવ્યો છે કે બીજેથી તેની ખરાઈ કરતા સાઇબર સેલની તપાસમાં વિગતો મળી કે, PMOથી થતા પત્ર વ્યવહાર સરકારે બનાવેલા ઈ-મેઈલ આઈડી જેની પાછળ nic.in લખેલું ડોમેન વપરાય છે. આથી જે જી-મેઇલ આઈડીથી મેઈલ આવ્યા હતા તેની વિગતો પોલીસે એકત્ર કરી હતી. જેમાં વિગત મળી કે, આ આઈડી 2019માં બનેલું છે. જેમાં રજીસ્ટર્ડ મોબાઈલ ફોન નંબર અને આઈપી એડ્રેસ વિજય દ્વારકાપ્રસાદ પરીખનું હોવાનું ખુલ્યું હતું. આ મામલે સાઇબર સેલે આરોપી ડૉ. વિજય પરીખ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Vinod Zankhaliya
First published:November 27, 2020, 11:51 am

ટૉપ ન્યૂઝ