હાર્દિક મામલે સૌરભ પટેલનું નિવેદન, સરકાર બંધારણનાં નિયમ અનુસાર મદદ કરશે

News18 Gujarati
Updated: September 4, 2018, 12:39 PM IST
હાર્દિક મામલે સૌરભ પટેલનું નિવેદન, સરકાર બંધારણનાં નિયમ અનુસાર મદદ કરશે
હાર્દિક પટેલના ઉપવાસ મામલે ઉર્જા મંત્રી સૌરભ પટેલનું નિવેદન

ડેપ્યુટી સીએમ નિતિન પટેલ પાસે છે પણ તેઓ વિદેશ પ્રવાસે હોવાથી મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને તબીબી શિક્ષણ વિભાગનો વધારાનો કાર્યભાર સૌરભ પટેલને સોંપવામાં આવ્યો છે

  • Share this:
અમદાવાદ: હાર્દિક પટેલનાં આમરણાંત ઉપવાસનો આજે 11મો દિવસ છે. આ 11 દિવસમાં ભાજપ સરકાર તરફથી કોઇ જ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. પણ હવે ઉર્જામંત્રી સૌરભ પટેલે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. આમ તો આરોગ્ય વિભાગ ખાતુ ડેપ્યુટી સીએમ નિતિન પટેલ પાસે છે પણ તેઓ વિદેશ પ્રવાસે હોવાથી મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અને તબીબી શિક્ષણ વિભાગનો વધારાનો કાર્યભાર સૌરભ પટેલને સોંપવામાં આવ્યો છે.

સૌરભ પટેલે આ વિશે જણાવ્યું હતું કે,

-"સરકાર બંધારણના નિયમો અનુસાર જે કંઈપણ થશે તે મદદ કરવામાં આવશે"

-કોઈ પણ વ્યક્તિ રાજ્ય સરકાર સમક્ષ સમસ્યાનો ઉકેલ લઈ આવી શકે છે
-પાટીદાર આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે
-આજે પણ કોંગ્રેસના લોકો હાર્દિકને સલાહ આપી રહ્યા છે-હાર્દિક ડોક્ટર્સને સહકાર આપતો નથી
-હાર્દિક ડોક્ટરોની સલાહ માનેઃ સૌરભ પટેલ
-સરકાર ખેડૂતોને તમામ મુદ્દે સહાય કરવા તૈયાર
-ખેડૂતોને પાણી પહોંચાડવા સરકારે અનેક પ્રયત્નો કર્યા છે
-સરકારી મગફળી,તુવેર અને ચણાની ટેકાના ભાવે ખરીદી કરી
-આવનારા દિવસોમાં ખેડૂતોની આવક વધારવા સરકાર પ્રયત્નશિલ રહેશે
-પાટીદાર સમાજ સમજું છે
-આંદોલનની પાછળ કોણ, તે પાટીદાર સમાજને ખબર છે
-કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાના પ્રયત્નો કરશે
-બંધારણના નિયમો અનુસાર જે કંઈપણ થઈ શકશે તે અમે કરીશું

11 દિવસમાં હાર્દિક પટેલનું 20 કિલો વજન ઉતર્યુ છે


આજે  સોલા સિવિલ હોસ્પિટલ તરફથી ડો. મનિષા પંચાલ અને તેમની ટીમ હાર્દિક પેટલનું ચેકપઅ કરવા પહોંચી હતી. જ્યાં ચેકઅપ કર્યા બાદ ડોક્ટરે હાર્દિક પટેલને હોસ્પિટલમાં દાખલ થઇ જવાની સલાહ આપી હતી. શું છે હાર્દિક પટેલનો લેટેસ્ટ મેડિકલ રિપોર્ટ?- પલ્સ 88 બ્લ્ડ પ્રેશર 100/80 અને SPO2 નોર્મલ છે, હાલમાં તેમનું વજન 58.3 KG થઇ ગયુ છે જે પહેલાં કરતાં 20 કિલો ઘટ્યુ છે. 11 દિવસ પહેલાં હાર્દિક પટેલનું વજન 78 કિલો હતું જે હવે ઘટીને 58.3 કિલો થઇ ગયુ છે.

શરીરમાં આટલા મોટા ફેરફાર થવાથી તેમનાં ઓર્ગન્સ પર અશર પડે છે. હાલમાં તેમને હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઇએ. કારણ કે જ્યારે પણ જમવાનું છોડી દેવામાં આવે તો સૌથી પહેલાં શરીરમાં સ્ટોર થયેલો ગ્લુકોઝ વપરાય છે, તે બાદ ફેટ વપરાય છે બાદમાં પ્રોટીન. ડોક્ટરનાં જણાવ્યાં પ્રમાણે, હવે જે પ્રમાણે હાર્દિકનું વજન ઘટી રહ્યું છે તે જોતા તેણે તુરંત જ હોસ્પિટલમાં દાખલ થઇ જવું જોઇએ.
First published: September 4, 2018, 12:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading