ગુજરાત ચૂંટણી સટ્ટાબજારમાં ભાજપનો ભાવ 1 રૂપિયો તો કોંગ્રેસનો 82 પૈસા!

Margi | News18 Gujarati
Updated: December 13, 2017, 7:00 PM IST
ગુજરાત ચૂંટણી સટ્ટાબજારમાં ભાજપનો ભાવ 1 રૂપિયો તો કોંગ્રેસનો 82 પૈસા!
ગુજરાત ચૂંટણી લઈને દેશભરમાં ગરમાવો છે ત્યારે સટ્ટાબજાર પણ હાલમાં માહોલ કંઇક આવો જ છે. સટ્ટાબજારમાં હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે કંઇ વધુ બેઠકોનું અંતર નથી તેમ દર્શાવે છે.

ગુજરાત ચૂંટણી લઈને દેશભરમાં ગરમાવો છે ત્યારે સટ્ટાબજાર પણ હાલમાં માહોલ કંઇક આવો જ છે. સટ્ટાબજારમાં હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે કંઇ વધુ બેઠકોનું અંતર નથી તેમ દર્શાવે છે.

  • Share this:
અમદાવાદ: ગુજરાત ચૂંટણી લઈને દેશભરમાં ગરમાવો છે ત્યારે સટ્ટાબજાર પણ હાલમાં માહોલ કંઇક આવો જ છે. સટ્ટાબજારમાં હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે કંઇ વધુ બેઠકોનું અંતર નથી તેમ દર્શાવે છે.

સટ્ટાબજારનાં માર્કેટ પ્રમાણે ભાજપને 96થી 98 બેઠક મળે તેવું અનુમાન લગાવાઇ રહ્યું છે જ્યારે કોંગ્રેસને 80-82 બેઠક મળે તેવી આશા જતાવાઇ રહી છે. આપને જણાવી દઇએ કે એક તરફ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં પ્રચાર પ્રસાર સમયે ઘણી વખત 150થી વધુ બેઠક પર ભાજપનો પરચમ લહેરાવાશે તેવી વાત કરી ચુક્યા છે. તો પક્ષ પ્રમુખ અમિત શાહ પણ 150થી વધુ બેઠક પર
જીતનો જુસ્સો દર્શાવી ચુક્યા છે. પણ આ તમામમાં જનતાનો મિજાજ અને સટ્ટાબજારનાં આંકડાનું અનુમાન 96-98 બેઠક પર આવીને અટકી રહ્યું છે. હાલમાં સટ્ટાબજારમાં ભાજપની બેઠકો માટે એક રૂપિયો અને કોંગ્રેસની બેઠકો માટે 80-82 પૈસા ભાવ બોલાઇ રહ્યો છે.

પ્રધાનમંત્રીનાં પ્રચંડ પ્રવચન
પ્રધાનમંત્રી મોદીએ 50 દિવસ ચાલેલા પ્રચાર પ્રસારમાં કૂલ 42,200 કિલોમીટરની ગુજરાતમાં યાત્રા કરી છે. એટલું જ નહીં આ વખતની તેમની 16 દિવસની યાત્રા આશાપુરામાનાં દર્શનથી શરૂ કરી અંબેમાંનાં દર્શને સમાપ્ત કરી છે.
રાહુલનાં રોડ શોરાહુલ ગાંધીએ 50 દિવસ ચાલેલા પ્રચાર પ્રસારમાં કૂલ 32,300 કિલોમીટરની ગુજરાતમાં યાત્રા કરી છે. આ સમયમાં તેઓએ ગુજરાતનાં મોટાભાગનાં મંદીરમાં દર્શન કરી લીધા છે. જેમાં તેમે દ્વારકાધીશથી લઇ જગન્નાથ મંદીર સુધીની યાત્રા કરી છે.
First published: December 13, 2017, 7:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading