સરખેજ પોલીસે એક જ બિલ્ડીંગમાંથી બે ફેક કોલસેન્ટર ઝડપી પાડ્યા

News18 Gujarati
Updated: November 6, 2019, 4:13 PM IST
સરખેજ પોલીસે એક જ બિલ્ડીંગમાંથી બે ફેક કોલસેન્ટર ઝડપી પાડ્યા
સરખેજ પોલીસે એક જ બિલ્ડીંગમાંથી બે ફેક કોલસેન્ટર ઝડપી પાડ્યા

9 આરોપીઓની ધરપકડ કરી લાખોનો મુદ્દામાલ કબજે કરાયો

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરમાં વધુ એક કોલ સેન્ટર ઝડપાયુ છે. સરખેજ પોલીસે બાતમીના આધારે અમેરીકાના નાગરીકોને લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતા બે અલગ અલગ કોલ સેન્ટર ઝડપી પાડી 9 લોકોની ધરપકડ કરી છે. સાથે પોલીસે કોલ સેન્ટરમાં ઉપયોગમા લેવાતી કેટલીક વસ્તુઓ પણ કબજે કરી છે.પોલીસને પહેલા તો એક જ કોલસેન્ટરની બાતમી મળી હતી પણ ત્યાં રેડ ચાલુ હતી ત્યારે જ બીજા બ્લોકમાં પણ સેન્ટર હોવાની જાણ થતા પોલીસે ત્યાં પણ રેડ કરી બે અલગ અલગ કેસ કર્યા છે.

સરખેજ પોલીસને બાતમી મળી હતી કે સરખેજ સાણંદ સર્કલ પર સિગ્નેચર 2 માં ગેરકાયદસર રીતે કોલ સેન્ટર ચાલી રહ્યુ છે. જે બાતમીના આધારે મંગળવારે રાતે સરખેજ પોલીસે રેડ કરી હતી. જે રેડમાં સરખેજ પોલીસને સિગ્નેચર 2 બિલ્ડીંગના ‘એ’ બ્લોકના બીજા માળે અને સી બ્લોકના પાંચમા માળે કોલ સેન્ટર મળી આવ્યુ હતું.

સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ ભરત ગોયલનું કહેવું છે કે કોલ સેન્ટર દ્રારા અમેરીકાના નાગરીકોને ફોન કરીને તમારી લોન પાસ થઈ ગઈ છે તેમ કહી છેતરપિંડી કરતા હતા. જો લોન મેળવવી હોય તો સ્કાઇપમા મેસેજ કરો અને ગુગલ પે મારફતે 200 થી 500 ડોલરનું ગિફટ વાઉચરનો નંબર મેળવી લોન આપવાના બહાને છેતરપિંડી કરવામા આવતી હતી. જે આધારે પોલીસે ગુનો દાખલ કરીને એક કોલ સેન્ટરમાંથી પાંચ લોકો અને બીજા કોલ સેન્ટર માંથી 4 લોકોની ધરપકડ કરી છે. આરોપી રાહુલ રામચંન્દ્ર યાદવ, શિવા રાજપુત, સાજીદ લંજા, ઈમરાન પઠાણ અને પ્રશાંત રાજપુત, જેઓને પોલીસે સી બ્લોકમા પાંચમા માળે 502 નંબરની ઓફીસમાં કોલ સેન્ટરમાં ધરપકડ કરી છે, જેમા ઈમરાન મુખ્ય આરોપી છે. જેમા પોલીસે ત્રણ ડેસ્કટોપ, બે લેપટોપ, 7 મોબાઈલ મળી 1.95 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

પોલીસે ત્રણ ડેસ્કટોપ, બે લેપટોપ, 7 મોબાઈલ મળી 1.95 લાખનો મુદામાલ કબજે કર્યો


જયારે બીજા કોલ સેન્ટરમાં પોલીસે અર્ષદ મેમણ, ઉર્વાન મન્સુરી, ફરહાનખાન પઠાણ અને યોગેશ અછરાની ધરપકડ કરી હતી. જેમાં અર્ષદ મુખ્ય આરોપી છે જેમની પાસેથી પોલીસે ચાર લેપટોપ, 6 મોબાઈલ અને 1 મેઝીક જેક જેનાથી ડેટા લઈને કોલ સેન્ટર ચાલે એમ મળી કુલ 1.31 લાખનો મુદામાલ કબજે કર્યો.

એમ ડિવિઝનના એસીપી વી જી પટેલનું કહેવું છે કે આરોપીઓ છેલ્લા એક મહિનાથી કોલ સેન્ટર ચલાવતા અને તેમના કામ પ્રમાણે પોલીસને 100 થી 150 લોકો ભોગ બન્યા હોવાનું જણાઈ રહ્યુ છે. સાથે જ આરોપીઓ ડોલર પણ લેતા હોવાનુ તેમજ ગિફટ વાઉચર પર રૂપિયા મેળવતા હોવાનું પણ સામે આવ્યુ છે. જોકે છેતરપિંડીનો આંક કેટલો છે તે જાણી શકાયો નથી, જેના માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
First published: November 6, 2019
વધુ વાંચો
अगली ख़बर