Home /News /madhya-gujarat /

અમદાવાદઃ માત્ર ઇકો કારના જ સાયલન્સર ચોરી કરવાનો ઈરાદો કેમ છે આ ગેંગને? જાણો આરોપીઓની કબૂલાત

અમદાવાદઃ માત્ર ઇકો કારના જ સાયલન્સર ચોરી કરવાનો ઈરાદો કેમ છે આ ગેંગને? જાણો આરોપીઓની કબૂલાત

પકડાયેલા આરોપીઓ

Ahmedabad Crime News: છેલ્લા ઘણા સમયથી પોલીસને (police) ચકમો આપી ફરાર થઈ જતી આ ગેંગને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પકડવામાં આખરે સરખેજ પોલીસને (sarkhej police) સફળતા મળી છે.

અમદાવાદ: અમદાવાદની સરખેજ પોલીસે (Sarkhej police) ઈક્કો કારનું સાયલન્સર (ecco car silencer) ચોરી કરતી ભેજાબાજ ગેંગને (thief gang) ઝડપી પાડી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતી આ ગેંગને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પકડવામાં આખરે સરખેજ પોલીસને સફળતા મળી છે. કેમ આ ગેંગ માત્ર સાઇલન્સરની ચોરી (silencer theft) જ કરતી હતી ? શુ હતા તેના મનસૂબા અને માસ્ટર પ્લાન તે બાબતે પોલીસે પૂછપરછ કરતા અનેક  હકીકતો સામે આવી છે.

સરખેજ પોલીસના સકંજામાં દેખાતી આ સાઇલેન્સર ગેંગ ઇકો કારના સાઇલન્સર ને જ ટાર્ગેટ કરતી હતી અને ચોરી કરતી હતી. જેમાં હાલ પોલીસે સાડા સાત લાખના સાઇલેન્સર ચોરીના મુદ્દામાલ સાથે આ ટોળકીના ચાર સભ્યોને ઝડપી પાડયા છે. લાગશે કે આ ગેંગ આટલા બધા સાયલેન્સર ચોરી કરી ને શુ કરતી હશે!! પણ આ ભેજાબાજ ચોરની મોડ્સઓપરેન્ડી જાણીને તમે પણ ચોકી જશો.

શુ છે મેવાતી ગેંગની સાયલેન્સર ચોરી પાછળની અસલી કહાની તે બાબતે પોલીસે જણાવ્યું કે આરોપીઓ માત્ર તેમાં રહેલું અમુક કિંમતી ધાતુ મેળવવા આ રીતે સાયલન્સર ચોરી કરતી હતી. જે ધાતુ વેચવા માટે તેઓને સામે લાખો રૂપિયા મળતા હતા. આરોપીઓ એક કાર લઈને આવતા એન્ડ નમ્બરપ્લેટ બદલી ચોરી કરવા નીકળતા હતાં જે બાબતે પણ કલમોનો ઉમેરો કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ પિતા-પુત્રને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરની ધરપકડ, 9 સામે ફરિયાદ

આ ટોળકીમાં પકડાયેલા આરોપીઓના નામ મુનફેદખાન મેવ, તરીકઅનવર મેવ, અલ્તાફ હુસેન મેવ, અને મોહમદરહીસ મેવ છે..  આ ભેજાબાજ ચોર ટોળકી લેટેસ્ટ ઈક્કો ગાડીના  સાયલેન્સર ની ચોરી કરી તેમાં વપરાતા પ્લોડિયમ અને પ્લેટેનિયમ જેવી કિંમતી મેટલ નીકાળી લેતી હતી. જેનો બજારમાં તેમને ઊંચો ભાવ મળતો હતો. એટલે કે તેમનો ટાર્ગેટ કારના સાયલેન્સર નહીં પણ તેમાં કાર્બન કન્ટ્રોલ કરવા વપરાતી કિંમતી ધાતુ હતો.

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં બોયફ્રેન્ડ સાથે ફરવા જતી ધો.10ની વિદ્યાર્થિનીને કરી નજર કેદ, કિશોરીની આત્મહત્યાની કોશિશ

આ ટોળકીએ હરિયાણામાં ૧૮ થી વધારે ગુનાઓને અંજામ આપ્યો છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ અમદાવાદ ગાંધીનગર અને આસપાસના જિલ્લાઓમાં સાઇલેન્સર ચોરીનો તરખાટ મચાવી ફરાર થઈ જતી હતી. પરંતુ આખરે સરખેજ પોલીસે આ ટોળકીને ઝડપી સાઇલેન્સર ચોરી કરતી આ ટોળકી નો ભેદ ઉકેલી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓએ અન્ય રાજ્ય, અમદાવાદ માં અનેક વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો હતો.

હાલ સરખેજ પોલીસે સાયલેન્સર ગેંગના ચાર આરોપીને ઝડપી પડ્યા છે.. અને ઈરફાન નામના એક આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને વિશ્વાસ છે કે સાયલેન્સર ગેંગના કોર્ટ માંથી રિમાન્ડ મેળવ્યા બાદ તપાસમાં મોટા ઘટસ્ફોટ થશે. જેથી પોલીસે સાયલેન્સર ગેંગ ના કારનામનો પર્દાફાશ કરવા ઘનિષ્ટ કાર્યવાહી હાથ ધરી છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarati news

આગામી સમાચાર