કચ્છ: સરહદ ડેરીએ પશુપાલકોને રૂપિયા 1 લાખનું વીમા કવચ આપ્યું

News18 Gujarati
Updated: April 30, 2019, 6:27 PM IST
કચ્છ: સરહદ ડેરીએ પશુપાલકોને રૂપિયા 1 લાખનું વીમા કવચ આપ્યું
પ્રતિકાત્મક તસવીક

જો પશુપાલકનું આકસ્મિક મૃત્યુ થાય છે તો દૂધ સંઘ દ્વારા ૧ લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવ્યું છે

  • Share this:
અમદાવાદ: શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અથવા “સરહદ ડેરી” દ્વારા તેના સભ્ય હોય તેવા તમામ પશુપાલકો, કર્મચારીઓ, મજુરો અને ટ્રાન્સ્પોર્ટરોને રૂપિયા 1 લાખનું વીમા કવચ આપવાનું નક્કી કર્યું છે.

સરહદ ડેરીનાં ચેરમેન વિમલજીભાઇ હુંબલનાં જણાવ્યા અનુસાર, ડેરીનાં કેટલ ફીડ પ્લાન્ટનાં ઉદ્ઘાટન સમયે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પશુપાલકોની સલામતી માટે સૂચન કરેલ હતું. આથી, દૂધ સંઘની આજ રોજ મળેલ નિયામક મંડળની બેઠકમાં ગુજરાત રાજ્યના સ્થાપના દિન ૧ મે ૨૦૧૯ થી કચ્છ જિલ્લાના દૂધ સંઘ સાથે સંકળાયેલા તમામ પશુપાલકો, ટ્રાન્સપોર્ટરો, કર્મચારીઓ અને લેબરો એમ કુલ ૮૩,૩૦૦ વ્યક્તિનો દૂધ સંઘ અને સરકારની વીમા કંપની ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની સાથે ટાઈ-અપ કરી અને એજન્ટ મારફત રૂપિયા ૧ લાખની કિમતનો આકસ્મિક મૃત્યુ સામે ગ્રૂપ વીમા કવર હેઠળ એક વર્ષ માટે આવરી લેવામાં આવ્યા છે”

જો પશુપાલકનું આકસ્મિક મૃત્યુ થાય છે તો દૂધ સંઘ દ્વારા ૧ લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવ્યું છે જેમાં વર્ષ દરમિયાન આપણે ન ઈચ્છીએ તેમ છતાં અનિચ્છનિય બનાવ બને અને પશુપાલક આકસ્મિક મૃત્યુ પામે તો તેમના સીધી લીટીના વારસદારને ૧ લાખ રૂપિયા મળશે.

જેથી તમામ મંડળી સંચાલકોએ જોઈ કોઈ સરહદ ડેરી સાથે સંકળાયેલ દુધ ઉત્પાદકનું આકસ્મિક મૃત્યુ થાય તેવા કિસ્સામાં સરહદ ડેરીને જાણ કરવી જેથી પશુપાલકના વારસદારને લાભ મળી શકે તેવું ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સરહદ ડેરી દ્વારા હાલમાં અછતની પરિસ્થિતીમાં સરહદ દાણ પર ૧૫૦ રૂપિયા પ્રતિ બેગ સબસિડી આપવામાં આવે છે તે સબસિડીનો તમામ પશુપાલકોએ લાભ લેવા પણ જણાવ્યું છે.

 
First published: April 30, 2019, 6:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading