Home /News /madhya-gujarat /અમદાવાદ : 'સંગીતપ્રેમી ચોર,' ઘરફોડ કરતા તસ્કરો પકડાયા, આ Radioની પણ કરતા હતા ચોરી

અમદાવાદ : 'સંગીતપ્રેમી ચોર,' ઘરફોડ કરતા તસ્કરો પકડાયા, આ Radioની પણ કરતા હતા ચોરી

અમદાવાદ પોલીસે રાત્રિના અંધકારમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી

Ahmedabad News :અમદાવાદ ઝોન 7 LCB દ્વારા શહેરમાં રાત્રીના અંધારામાં (Ahmedabad Thieves Gang Arrested) ચોરીને અંજામ આપતી ગેંગને ઝડપી લેવામાં આવી છે. આરોપી વિશાલ ઉર્ફે મોન્ટુ પરમાર, જીતેન્દ્ર ઉર્ફે જીગો મીણા, વિષ્ણુપ્રસાદ  ઉર્ફે બંગાળી પંડિત અને અજય સોલંકીની એલિસબ્રિજ વિસ્તારમાંથી ઝડ઼પી પાડ્યા છે.

વધુ જુઓ ...
અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ (Ahmedabad Thieves Gang Arrested )  ચોરી કરતી એક ગેંગ પોલીસના હાથે પકડાઈ છે. જોકે, આ વિચિત્ર તસ્કરો ચોરીમાં ઉઠાવેલા માલમાં જાણીતી કંપનીના (Theft Stole Saregama Carvaan Radio)  રેડિયોની પણ તસ્કરી લેતા હતા. એક અઠવાડિયામાં 5 ચોરી કરનારા આ શખ્સોએ જાણીતી સંગીત કંપની સારેગામાના કારવાન રેડિયો પણ ચોર્યા હતા. આ તકે પ્રશ્ન એવો સર્જાય છે કે શું આ રેડિયોના ખૂબ ભાવ મળતા હતા અથવા તો આ તસ્કરો 'સંગીતપ્રેમી'  છે. ખેર કારણ જે પણ હોય પરંતુ તસ્કરો પાસેથી આવા ઉપકરણો ઓછા મળી આવતા હોય છે ત્યારે આ ચોરી વિચિત્ર હોવાના કારણે પોલીસનું (Ahmedabad Police) પણ ધ્યાન ખેંચનારી છે.  બીજી એક મહત્ત્વની બાબત એવી સામે આવી છે કે તમામ આરોપીઓ નશાની લતના રવાડે ચઢેલા હતા (Addicted Youths became Thieve)  અને તેના માટે જ ચોરી કરતા હતા.

બનાવની વિગતો એવી છે કે રાત્રીના સમયે બંધ દુકાનોને ટાર્ગેટ કરતી એક ગેંગ પોલીસના હાથે ઝડપાઈ છે. આરોપીએ એક જ અઠવાડીયામાં 5 ગુનાને અંજામ આપ્યો હતો. આરોપી પાસેથી પોલીસે ચોરીમાં ગયેલા મુદ્દામાલને પણ કબ્જે કર્યો છે. જોકે આરોપી ચોરીનો મુદ્દામાલ ક્યાં વેચતા હતા તે  અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ આરોપીની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો :  રાજકોટ-અમદાવાદ હાઇવે પર Hit&Run, પતિનું પત્ની-બાળકની નજર સામે જ મોત

મોન્ટુ, જીગો, બંગાળીની ગેંગે એક અઠવાડિયાથી મચાવ્યો હતો તરખાટ

અમદાવાદ ઝોન 7 LCB દ્વારા શહેરમાં રાત્રીના અંધારામાં ચોરીને અંજામ આપતી ગેંગ ને ઝડપી લેવામાં આવી છે. આરોપી વિશાલ ઉર્ફે મોન્ટુ પરમાર, જીતેન્દ્ર ઉર્ફે જીગો મીણા, વિષ્ણુપ્રસાદ  ઉર્ફે બંગાળી પંડિત અને અજય સોલંકીની એલિસબ્રિજ વિસ્તારમાંથી ઝડ઼પી પાડ્યા છે. આરોપી એ છેલ્લા એક અઠવાડીયામાં આનંદનગર, એલિસબ્રિજ, પાલડી અને બોપલમાં મળી કુલ 5 ગુનાને અંજામ આપ્યો હતો.
" isDesktop="true" id="1139080" >

અગાઉ 18 ગુનામાં સંડોવણી

ચોરીના ગુનામા ઝડપાયેલી આ ગેંગ અગાઉ 18 જેટલા ગુનાને અંજામ આપી ચુકી હોવીનુ પોલીસ તપાસમાં સામે આવ્યુ છે. આરોપીની ગેંગમા એક રિક્ષા ડ્રાઈવર રહેતો જે ચોરીના સ્થળની આસપાસ રેકી કરતો જેથી પોલીસ કે કોઈ અન્ય લોકો આવે તો ભાગી  જવામાં મદદ કરતો હતો. મહત્વનુ છે કે તમામ આરોપી દારુ - જુગાર અને નશાની ટેવ વાળા છે. માટે નશાનો શોખ પુરો કરવા માટે ચોરીના રવાડે ચડ્યા હોવાનુ સામે આવ્યુ છે.

સા રે ગા મા કારવાનના આ રેડિયો તસ્કરો શા માટે ચોરતા હતા તે જાણી શકાયુ નથી પરતુ તેમની પાસેથી આ રેડિયો મળી આવ્યા છે.


આ પણ વાંચો :  સુરત : ઠગાઈ કરવા ફ્લાઇટમાં આવતો ગઠિયો, AXIS બેન્કના ATM કાર્ડ ક્લોન કરી લાખોનો ચૂનો ચોપડ્યો

મહત્વનુ છે કે આરોપી પાસેથી પોલીસે ચોરીનો કેટલોક મુદ્દામાલ કબ્જે પણ કર્યો છે. સાથે જ અન્ય મુદ્દામાલ ક્યા અને કોને વેચ્યો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આરોપીની સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે.મહત્વ નું છે કે આરોપીઓ સારેગામાં કારવા ની પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે અને જે મુદ્દામાલ તરીકે કબ્જે કરવા માં આવ્યું છે
Published by:Jay Mishra
First published:

Tags: Ahmedabad police, અમદાવાદ, ગુનો, ચોરી

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन