અમદાવાદ : ફેમિલી કોર્ટના માતાપિતાને ભરણપોષણના આદેશ સામે સંન્યાસી યુવાને હાઈકોર્ટમાં રિટ કરી

News18 Gujarati
Updated: December 4, 2019, 8:07 AM IST
અમદાવાદ : ફેમિલી કોર્ટના માતાપિતાને ભરણપોષણના આદેશ સામે સંન્યાસી યુવાને હાઈકોર્ટમાં રિટ કરી
ધર્મેશ ગોલ પરિવાર સાથે.

ફેમિલી કોર્ટે સંન્યાસી યુવાનને મહિને 10 હજાર રૂપિયા ભરણપોષણ માતાપિતાને આપવાનો આદેશ કર્યો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરમાં કોર્પોરેટ નોકરી છોડી સંન્યાસી બનેલા યુવાનને ફેમિલી કોર્ટે માતાપિતાનું ભરણપોષણ કરવા તેમજ તેમની સેવા કરવાનો આદેશ કર્યો હતો. યુવાને આ આદેશને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરી છે. સંસારની મોહ-માયા ત્યજીને સંન્યાયી બનેલો યુવક માતાપિતા પ્રત્યેની ફરજમાંથી છટકી શકે નહીં, તેવા અમદાવાદ ફેમિલી કોર્ટના આદેશને સંન્યાસી યુવકે હાઈકોર્ટમાં પડકારતા જસ્ટિસ બી.એન કારીયાએ તેની રિટને માન્ય રાખી વધુ સુનાવણી અગામી દિવસોમાં હાથ ધરવાનો આદેશ કર્યો છે.

ફેમિલી કોર્ટે સંન્યાસી યુવાનને મહિને 10 હજાર રૂપિયા ભરણપોષણ માતાપિતાને આપવાનો આદેશ કર્યો હતો. અરજદાર સંન્યાસી યુવાને હાઈકોર્ટમાં દાખલ કરેલી પિટિશનમાં દલીલ કરી હતી કે, RPAD સ્લીપમાં જે સરનામું દર્શાવવામાં આવ્યું છે તેમાં એ રહેતા નથી અને આ મુદે ફેમિલી કોર્ટની નોટિસ પણ તેમને મળતી ન હોવાથી કેસમાં એકતરફી દલીલ કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં દાખલ કરેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, તેમના માતાપિતા પાસે પોતાનું ઘર છે તથા તેમને પ્રતિ માસ 32 હજાર રૂપિયાનું પેન્શન પણ મળે છે.

ધર્મેશ ગોલ (માતા સાથે)


ફેમિલી કોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, દરેક પુત્રની તેમના માતાપિતા પ્રત્યેની ફરજ હોય છે અને તેમાંથી એ છટકી શકે નહીં. 27 વર્ષીય ધર્મેશ ગોલ 2015માં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સારી કોર્પોરેટ નોકરી મેળવી હતી. જોકે, બાદમાં સંન્યાસી થવા નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. ભાડાજ ઈસ્કોન મંદિર ટ્રસ્ટ સાથે એકાએક મેળાપ થતાં તેણે તેનું મેનેજમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. ધર્મેશના માતાપિતાએ તેને શોધવા માટે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. પુત્ર ઘરે ન આવતા માતાપિતાએ 50 હજાર રૂપિયાનો દાવો માંડ્યો હતો.

શારીરિક વિકલાંગતા ધરાવતા ધર્મેશના માતાપિતાએ કોર્ટને જણાવ્યું કે, તેમની આવકનો કોઈ સ્ત્રોત નથી. ધર્મેશના પિતા ચાર વર્ષ પહેલાં નિવૃત થયા છે. માતાપિતાએ પુત્રના અભ્યાસ પાછળ 35 લાખ ખર્ચ્યા હોવાનો દાવો કર્યો હતો. માતાપિતાનો આક્ષેપ છે કે, ધર્મગુરૂઓથી પ્રેરાઈને તેમના દીકરાએ 65 હજાર રૂપિયાની નોકરીને છોડી દીધી હતી.

કોર્ટમાં પુત્ર હાલ ધાર્મિક ભાષણ આપી મહિને એક લાખ રૂપિયા કમાતો હોવાની દલીલ કરાઈ હતી. જોકે, કોર્ટે દીકરાની આવક 30થી 35 હજાર વચ્ચે હોવાનો અંદાજ લગાવ્યો હતો અને ભરણ-પોષણની રકમ પુત્ર માટે સજા ન બને તેનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું.
First published: December 4, 2019, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading