સંજીવ ભટ્ટની મુશ્કેલી વધી, હાઇકોર્ટે 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

News18 Gujarati
Updated: September 12, 2018, 8:49 AM IST
સંજીવ ભટ્ટની મુશ્કેલી વધી, હાઇકોર્ટે 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
સંજીવ ભટ્ટ (ફાઈલ તસવીર)

1996માં પાલનપુરમાં એક વકીલ સામે ખોટો કેસ કરવાના ગુનામાં સીઆઈડી ક્રાઇમે પાંચમી સપ્ટેમ્બરના રોજ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ધરપકડ કરી હતી.

  • Share this:
અમદાવાદઃ ડ્રગ્સ કેસમાં રાજસ્થાનના વકીલને ખોટી રીતે સંડોવી દેવાના કેસમાં ફરજમુક્ત કરાયેલા આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટની મુશ્કેલી વધી શકે છે. મંગળવારે ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂરી રાખ્યા છે. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટના રિમાન્ડ અંગેની અરજી ફગાવી દીધા બાદ સીઆઈડી ક્રાઇમે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરીને 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સીઆઈડી ક્રાઇમની અરજી ગ્રાહ્ય રાખતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂરી રાખ્યા છે.

આ કેસમાં બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે રાજસ્થાન અને પાલનપુરના કેસ સરખા છે. આ કેસમાં ચાર્જશીટ પણ રજુ કરવામાં આવી હોવાથી રિમાન્ડની જરૂર નથી. જ્યારે સામાપક્ષે સરકારી વકીલે દલીલ કરી હતી કે પાલનપુર અને રાજસ્થાનના બંને કેસ અલગ છે. આ કેસમાં તપાસની જરૂર હોવાથી રિમાન્ડ મંજૂર કરવામાં આવે.

સંજીવ ભટ્ટની ધરપકડ

1996માં પાલનપુરમાં એક વકીલ સામે ખોટો કેસ કરવાના ગુનામાં સીઆઈડી ક્રાઇમે પાંચમી સપ્ટેમ્બરના રોજ પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની ધરપકડ કરી છે. સંજીવ ભટ્ટ સાથે રિટાયર્ડ તત્કાલિન PI આઈ.બી. વ્યાસની પણ ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સંજીવ ભટ્ટ સહિતના અધિકારીઓએ 1996માં પાલનપુરમાં એક વકીલ સામે ડ્રગ્સને લઈને ખોટો કેસ નોંધ્યો હતો.

શું હતો કેસ?

1996ના મે મહિનામાં બનાસકાંઠા પોલીસે રાજસ્થાનના પાલી ખાતે રહેતા વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની ધરપકડ કરી હતી. રાજપુરોહિતની પાલનપુરની એક હોટેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના તે સમયના રિપોર્ટ અનુસાર રાજપુરોહિતના રુમમાંથી 1 કિલો અફીણ મળી આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા કરવામાં આવેલી ઓળખ પરેડમાં હોટેલ માલિક રાજપુરોહિતને ઓળખી શક્યા નહોતા. જે બાદ પોલીસે તાત્કાલીક તેમના ડિસ્ચાર્જ માટે ખાસ કોર્ટમાં રિપોર્ટ મૂક્યો હતો.આ રિપોર્ટને કોર્ટે એક અઠવાડિયા બાદ મંજૂર રાખ્યો હતો. બાદમાં રાજપુરોહિતે પાલી ખાતે જસ્ટિસ આર.આર. જૈન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાવ વખતે તેઓ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હતા. સંજીવ ભટ્ટ એ સમયે બનાસકાંઠા જિલ્લાના SP હતા.

રાજપુરોહિતે આરોપ મૂક્યો હતો કે પાલી ખાતે જસ્ટિસ આર.આર.જૈનની બહેનની દુકાન ખાલી કરાવવા મામલે બનાસકાંઠા પોલીસે તેનું અપહરણ કર્યું હતું. જે બાદ રાજસ્થાન પોલીસે આ કેસમાં તપાસ કરતા જસ્ટિસ જૈન, સંજીવ ભટ્ટ અન અન્ય લોકોના કોલ રેકોર્ડ તપસ્યા હતા. જેમાં રાજપુરોહીતના આરોપને પ્રમાણિત કરતા પૂરાવા આપવામાં આવ્યા હતા.
First published: September 12, 2018, 8:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading