Home /News /madhya-gujarat /

એવો લોકો પોતાનું મોં બંધ રાખે એ એક પ્રકારની દેશ સેવા જ છે: સામના

એવો લોકો પોતાનું મોં બંધ રાખે એ એક પ્રકારની દેશ સેવા જ છે: સામના

શિવસેનાએ ભારતીય સેના દ્વારા કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતાં કોંગ્રેસ નેતા સંજય નિરૂપમને દેશદ્રોહી ગણાવ્યા છે. શિવસેનાએ મુંબઇમાં સંજય નિરૂપમને દેશદ્રોહી દર્શાવતા પોસ્ટર લગાવ્યા છે.

શિવસેનાએ ભારતીય સેના દ્વારા કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતાં કોંગ્રેસ નેતા સંજય નિરૂપમને દેશદ્રોહી ગણાવ્યા છે. શિવસેનાએ મુંબઇમાં સંજય નિરૂપમને દેશદ્રોહી દર્શાવતા પોસ્ટર લગાવ્યા છે.

  • Pradesh18
  • Last Updated :
મુંબઇ #શિવસેનાએ ભારતીય સેના દ્વારા કરાયેલ સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવતાં કોંગ્રેસ નેતા સંજય નિરૂપમને દેશદ્રોહી ગણાવ્યા છે. શિવસેનાએ મુંબઇમાં સંજય નિરૂપમને દેશદ્રોહી દર્શાવતા પોસ્ટર લગાવ્યા છે.

શિવસેનાએ અરવિંદ કેજરીવાલને પણ પોતાને નિશાને લેતાં કહ્યું કે, ખબર મળી છે કે કેજરીવાલની જીભ ડોકટરે કાપી લીધી પરંતુ હવે જીભ ફરીથી ધારદાર થતી દેખાઇ રહી છે. તેમણે વડાપ્રધાન સામે શંકા વ્યકત કરતી ટિપ્પણી કરી હતી.

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં સંજય નિરૂપમને મુંબઇ કોંગ્રેસના બેલગામ નેતા ગણાવતાં કહ્યું કે, એમણે પણ પોતાના ગાલ લાલ રાખવા આ મામલે ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. એમની આ હરકત રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત છે અને આપણા જવાનોનું મનોબળ તોડવાનો પ્રયાસ છે.

શિવસેનાએ કહ્યું કે જે લોકોને સરહદ પર જઇને હાથમાં બંદૂક લઇને લડતાં નથી આવડતું એવા લોકો સંકટના આ સમયે પોતાનું મોં બંધ રાખે તો એ એક પ્રકારની દેશ સેવા જ છે.
First published:

Tags: પાકિસ્તાન, ભારત, વિવાદીત નિવેદન, શિવસેના, સંજય નિરૂપમ, સર્જિકલ સ્ટ્રાઇક, સામના

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन