Home /News /madhya-gujarat /

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી વિદ્યાર્થીઓએ વ્યથા રજૂ કરી, તંત્રના વાંકે 3000 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી વિદ્યાર્થીઓએ વ્યથા રજૂ કરી, તંત્રના વાંકે 3000 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા

ગુજરાત યુનિવર્સિટી નવનિર્મિત હોસ્ટેલ કે જે 42 કરોડની માતબર રકમ ખર્ચીને બનીને તૈયાર હોવા છતાં ત્રણ વર્ષથી ચાલુ કરવામ આવી નથી.

Samras Girls Hostel) કોરોનાના કપરાકાળમાં વિદ્યાર્થીઓના વાલીઓને આ ભાડા પોષાતા ન હોવા છતાં પણ મજબૂરીમાં દેવા કરીને તેઓના બાળકો અભ્યાસ ન બગડે તે હેતુથી તેઓ ઊંચા ભાડા ખર્ચીને વિદ્યાર્થીને ભણાવી રહ્યા છે.

અમદાવાદ (Ahmedabad News)માં કોરોનાની ત્રીજી લહેર  (The third wave of the corona)ગઈ પરંતુ હજુએ વિદ્યાર્થી (Student)ઓ માથેથી આફત નથી ગઈ. તંત્રના વાંકે અંદાજે 3 હજાર જેટલા વિદ્યાર્થીઓ 5 હજાર અને તેથી વધુ ભાડું ચૂકવી પી.જી.માં (Student PG) રહેવા મજબુર બન્યા છે. જો કોરોનાની ત્રીજી લહેર બાદ શાળા અને કોલેજો સહિત બધું જ ખુલી જતું હોય તો પછી હોસ્ટેલ કેમ નહીં? આ મામલે હવે ગુજરાત યુનિવર્સિટી વેલફેર મેમ્બર્સએ વિદ્યાર્થીઓના હિતમાં મુદ્દો ઉઠાવ્યો છે અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી વિદ્યાર્થીઓને પડતી વ્યથા રજૂ કરી છે.

હાલમાં કોરોના મહામારીની ત્રીજી લહેર લગભગ સમાપ્ત થઇ ચુકી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો પણ ધીરે ધીરે લગભગ ઉઠાવી લેવામાં આવ્યા છે.  શોપિંગ મોલ, થીયેટર, જીમ, હોટલ, રેસ્ટોરેન્ટ, સ્વિમિંગ પુલ, શાળા, કૉલેજ, ઓફિસ જાહેર મેળાવડા, લગ્ન, ધાર્મિક કાર્યક્રમો જેવા તમામ એકમોમાં પ્રતિબંધો મહંદઅંશે હટાવી લેવામાં આવ્યા છે. તો પછી સરકાર દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ પ્રત્યે ઓરમાયું વર્તન કેમ દાખવી રહ્યા છે તે સવાલ યુનિવર્સિટી વેલ્ફેર મેમ્બર સંજય સોલંકીએ ઉઠાવ્યો છે. જો શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે તો  હોસ્ટેલો શરૂ કરવાની ભૂલાઇ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે ઓફલાઇન ચાલુ થઇ ગયું છે. હોસ્ટેલો બંધ હોવાથી વિદ્યાર્થીઓને પી.જી. તથા ફલેટોમાં ઓછામાં ઓછું 5 હજાર કે પછી તેથી ઊંચા ભાડા ખર્ચીને હાલમાં રહી રહ્યાં છે.

આ પણ વાંચો- corona Update: કોરોના મુક્ત ગુજરાત તરફ આગેકૂચ, આજે ફક્ત 1 જિલ્લામાં એક કેસ, 3 મનપામાં 12 કેસ

કોરોનાના કપરાકાળમાં વિદ્યાર્થીઓના વાલીઓને આ ભાડા પોષાતા ન હોવા છતાં પણ મજબૂરીમાં દેવા કરીને તેઓના બાળકો અભ્યાસ ન બગડે તે હેતુથી તેઓ ઊંચા ભાડા ખર્ચીને વિદ્યાર્થીને ભણાવી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટી નવનિર્મિત હોસ્ટેલ કે જે 42 કરોડની માતબર રકમ ખર્ચીને બનીને તૈયાર હોવા છતાં ત્રણ વર્ષથી ચાલુ કરવામ આવી નથી. સરકારની સમરસ હોસ્ટેલ જે કોરોનાની પ્રથમ લહેર વખતે કોવિડ હોસ્પિટલમાં કન્વર્ટ કરવા આવી હતી ત્યારબાદ હજી સુધી પણ અમદાવાદની સમરસ હોસ્ટેલમાં એડમીશન ચાલુ કરવામાં આવ્યા નથી. જેના કારણે અંદાજે 3 હજાર વિદ્યાર્થીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેથી શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને  વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે અને હોસ્ટેલો જલ્દી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad Muncipal corporation, Ahmedabad news, AMC News, AMC project, અમદાવાદના સમાચાર, ગુજરાતી સમાાચાર

આગામી સમાચાર