સમાજવાદી પાર્ટીનો ગ્રાન્ડ શો, સીએમ સામે શિવપાલ બતાવશે શક્તિ પ્રદર્શન

Haresh Suthar | Pradesh18
Updated: November 5, 2016, 10:13 AM IST
સમાજવાદી પાર્ટીનો ગ્રાન્ડ શો, સીએમ સામે શિવપાલ બતાવશે શક્તિ પ્રદર્શન
સમાજવાદી પાર્ટી સ્થાપનાના 25 વર્ષ પુરા થવા પર રજતજ્યંતિ મહોત્સવ ઉજવવા જઇ રહી છે. આ રજતજ્યંતિ સમારોહને સમાજવાદી પાર્ટી યાદગાર બનાવવા ઇચ્છે છે તો બીજી તરફ આ સમારોહને શિવપાલના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

  • Pradesh18
  • Last Updated: November 5, 2016, 10:13 AM IST
  • Share this:
લખનૌ #સમાજવાદી પાર્ટી સ્થાપનાના 25 વર્ષ પુરા થવા પર રજતજ્યંતિ મહોત્સવ ઉજવવા જઇ રહી છે. આ રજતજ્યંતિ સમારોહને સમાજવાદી પાર્ટી યાદગાર બનાવવા ઇચ્છે છે તો બીજી તરફ આ સમારોહને શિવપાલના શક્તિ પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.

રાજધાની લખનૌના જનેશ્વર મિશ્ર પાર્કમાં આયોજિત રજત જ્યંિત સમારોહમાં દેશભરના સમાજવાદી નેતાઓ, કાર્યકરોનો જમાવડો જોવા મળશે. મુખ્યમંત્રી અખિલેશ યાદવ, સપા સુપ્રીમો મુલાયમસિંહ યાદવ ઉપરાંત આરજેડી અધ્યક્ષ લાલુ યાદવ, પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા, રાલોદના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત સિંહ હરિયાણાના નેતા અભય ચૌટાલા, જેડીયૂ સાંસદ શરદ યાદવ, કેસી ત્યાગી સહિત અન્ય દિગ્ગજો જોડાવા માટે ઉત્સુક છે.

શિવપાલ યાદવે આ સમારોહમાં એવા નેતાઓની એન્ટ્રી પર પ્રતિબંધ મુક્યો છે કે જેમને પાર્ટીમાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હોય. કહેવાઇ રહ્યું છે કે, આ સમારોહમાં શિવપાલ સિંહ પોતાની તાકાત બતાવવા જઇ રહ્યા છે. વાસ્તવમાં 3 નવેમ્બરે અખિલેશની વિકાસ યાત્રામાં ઉમટેલી જનમેદની સામે આજે તેઓ પોતાનું શક્તિ પ્રદર્શન બતાવશે.
First published: November 5, 2016, 10:13 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading