સપા સંગ્રામ LIVE: મુલાયમ-અખિલેશનું આજે શક્તિ પ્રદર્શન, નેતાઓ સામે વફાદારી સાબિત કરવા પડકાર

Haresh Suthar | Pradesh18
Updated: December 31, 2016, 11:28 AM IST
સપા સંગ્રામ LIVE: મુલાયમ-અખિલેશનું આજે શક્તિ પ્રદર્શન, નેતાઓ સામે વફાદારી સાબિત કરવા પડકાર
ઉત્તરપ્રદેશમાં સત્તાધારી સમાજવાદી પાર્ટી માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે. શુક્રવાર સાંજે મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને પાટ્રીના મહાસચિવ રામગોપાલ યાદવને પાર્ટીથી બહારનો રસ્તો બતાવ્યા બાદ આજે પાર્ટી અધ્યક્ષ મુલાયમસિંહ યાદવે 176 ધારાસભ્યોની મહત્વની બેઠક બોલાવી છે.

  • Pradesh18
  • Last Updated: December 31, 2016, 11:28 AM IST
  • Share this:
લખનૌ #ઉત્તરપ્રદેશમાં સત્તાધારી સમાજવાદી પાર્ટી માટે આજનો દિવસ ઘણો મહત્વનો છે. શુક્રવાર સાંજે મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને પાટ્રીના મહાસચિવ રામગોપાલ યાદવને પાર્ટીથી બહારનો રસ્તો બતાવ્યા બાદ આજે પાર્ટી અધ્યક્ષ મુલાયમસિંહ યાદવે 176 ધારાસભ્યોની મહત્વની બેઠક બોલાવી છે.

વાંચો: મુલાયમે અખિલેશ અને રામગોપાલને બહાર કર્યા

સપાના લખનૌ સ્થિત કાર્યાલયમાં થનારી આ બેઠકમાં મુલાયમસિંહ યાદવ ધારાસભ્યો સામે આ પ્રસ્તાવ રાખી છે કે અખિલેશ યાદવની જગ્યાએ બીજા કયા નેતાને પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવે. આ બેઠકમાં એ પણ સાબિત થઇ જશે કે કેટલા ધારાસભ્યો મુલાયમસિંહ યાદવ સાથે છે અને કેટલા મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે છે.

લખનૌના રાજકારણમાં એ પણ ચર્ચાઓ છે કે અખિલેશ યાદવ આજે મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી શકે છે. સાથોસાથ એ પણ ખાસ મહત્વનું બની રહેશે કે, અખિલેશના સમર્થનમાં અન્ય કયા નેતાઓ રાજીનામા આપે છે. જોકે પાર્ટીમાંથી બહાર કરાયા બાદ અખિલેશ યાદવે પોતાની પહેલી પ્રતિક્રિયામાં કહ્યું હતું કે, સમાજવાદી જ એમની પાર્ટી છે.

akhilesh-worker

અખિલેશ યાદવને સમાજવાદી પાર્ટીમાંથી બહાર કરતાં અખિલેશ સમર્થકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગત રાતથી જ મુખ્યમંત્રી નિવાસ બહાર અખિલેશના સમર્થકો મોટી સંખ્યામાં એકત્રિત થઇ રહ્યા છે અને અખિલેશના સમર્થનમાં સુત્રોચ્ચાર પણ કરી રહ્યા છે.akhilesh11
First published: December 31, 2016, 10:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading