Home /News /madhya-gujarat /સચિન-રહેમાન પર સવાલ કેમ નથી ઉઠાવતું મીડિયા?: સલમાન ખાન

સચિન-રહેમાન પર સવાલ કેમ નથી ઉઠાવતું મીડિયા?: સલમાન ખાન

સલમાન ખાન ને રિયો ઓલંપિક ના ગુડવિલ એમ્બેસડર પસંદ કરવા બદલ ઘણો વિવાદ થવા પામ્યો હતો. ઘણી મોટી હસ્તિઓએ સલમાન વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ સલમાને પહેલા તો કઇ ન કહ્યું, પરંતુ હવે પહેલી વાર તેઓએ મૌન તોડ્યું છે.

સલમાન ખાન ને રિયો ઓલંપિક ના ગુડવિલ એમ્બેસડર પસંદ કરવા બદલ ઘણો વિવાદ થવા પામ્યો હતો. ઘણી મોટી હસ્તિઓએ સલમાન વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ સલમાને પહેલા તો કઇ ન કહ્યું, પરંતુ હવે પહેલી વાર તેઓએ મૌન તોડ્યું છે.

  • IBN7
  • Last Updated :
નવી દિલ્હી# સલમાન ખાન ને રિયો ઓલંપિક ના ગુડવિલ એમ્બેસડર પસંદ કરવા બદલ ઘણો વિવાદ થવા પામ્યો હતો. ઘણી મોટી હસ્તિઓએ સલમાન વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ સલમાને પહેલા તો કઇ ન કહ્યું, પરંતુ હવે પહેલી વાર તેઓએ મૌન તોડ્યું છે.

એક અખબારને આપેલ ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને કહ્યું છે કે, સચિન તેંદુલકર અને એ.આર.રહેમાન પણ આ વર્ષ ગુડવિલ એમ્બેસેડર પસંદ કરવામાં આવ્યા છે, આખરે તેમના પર કોઇ સવાલ કેમ નથી ઉઠાવતા, માત્ર મારા નામ પર જ કેમ આટલો હંગામો કરવામાં આવ્યો હતો.

સલમાન ખાને કહ્યું કે, રહેમાન પણ કોઇ ખેલ સાથે જોડાયા નથી, જ્યારે સચિન પણ માત્ર એક જ ખેલ સાથે જોડાયા છે, તો શું રહેમાન ને કોઇ સ્પોર્ટ્સ સર્ટિફિકેટની જરૂર છે. જ્યારે સલમાન પર ચાલી રહેલ કોર્ટ કેસ અંગે વાત કરવામાં આવી તો, સલમાને કહ્યું કે, આપને પરેશાની છે કે, કદાચ કોઇ પર એક કોર્ટ કેસ હોય તો તે ગુડવિલ એમ્બેસેડર કેવી રીતે બની શકે છે.

સલમાને કહ્યું કે, આપણા દેશમાં ઘણા નેતા છે, જેમના પર કોર્ટ કેસ ચાલી રહ્યો છે. દેશ મહત્વનો છે કે, ઓલંપિક. મારા માટે તો દેશ વધુ મહત્વનો છે. હું આજે એમ્બેસેડર પદ ત્યાગ કરવા માટે તૈયાર છું, જો નેતા પોતાનું પદ છોડી દે.
First published:

Tags: અખબાર, ઇન્ટરવ્યૂ, વિવાદ, સચિન તેંડુલકર, સલમાન ખાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन