હવે ચાઇનીઝ હીરોઇન સાથે મોટા પરદે રોમાન્સ કરશે સલમાન ખાન

Parthesh Nair | IBN7
Updated: August 10, 2016, 3:43 PM IST
હવે ચાઇનીઝ હીરોઇન સાથે મોટા પરદે રોમાન્સ કરશે સલમાન ખાન
બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન હવે ચાઇનીઝ એક્ટ્રેસની સાથે કામ કરવાની તૈયારીમાં છે. એટલું જ નહીં સલમાન તે અભિનેત્રી સાથે રોમાન્સ કરતા પણ નજર આવશે.

બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન હવે ચાઇનીઝ એક્ટ્રેસની સાથે કામ કરવાની તૈયારીમાં છે. એટલું જ નહીં સલમાન તે અભિનેત્રી સાથે રોમાન્સ કરતા પણ નજર આવશે.

  • IBN7
  • Last Updated: August 10, 2016, 3:43 PM IST
  • Share this:
મુંબઇ# બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન હવે ચાઇનીઝ એક્ટ્રેસની સાથે કામ કરવાની તૈયારીમાં છે. એટલું જ નહીં સલમાન તે અભિનેત્રી સાથે રોમાન્સ કરતા પણ નજર આવશે. વાસ્તવમાં સલમાન ખાન ફરી એક વાર કબીર ખાનની ફિલ્મ માં કામ કરવાની તૈયારીમાં છે.

કબીર ખાનની આ ફિલ્મનું નામ હશે 'ટ્યૂબ લાઇટ' જેની શૂટિંગ લેહ માં શરૂ થઇ ચૂકી છે. કબીર ખાનના ડાયરેક્શનમાં બની આ ફિલ્મ શરૂઆત થીજ ચર્ચામાં રહી છે. સૂત્રોની માનીયે તો, ફિલ્મના માટે કબીર ખાનની પ્રથમ પસંદ દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફ હતી, પરંતુ કદાચ વાત બની ન શકી.

પરંતુ હવે આ ફિલ્મમાં સલમાનની સાથે કઇ હીરોઇન હશે, આ સસ્પેન્સ પરથી પર્દો ઉઠી ચૂક્યો છે. સલમાન પ્રથમ વાર પર્દા પર ચાઇનીઝ એક્ટ્રેસ જૂ જૂ (Zhu Zhu)ની સાથે રોમાન્સ કરતા નજર આવશે. આ એક ઇંડો ચાઇનીઝ ફિલ્મ હશે. સલમાન આ પહેલા કબીર ખાનના સાથે 'બજરંગી ભાઈજાન' અને 'એક થા ટાઇગર' માં પણ કામ કરી ચૂક્યા છે.

ચર્ચા છે કે, ફિલ્મની સ્ટોરીમાં ભારત અને ચીન ના સામાજિક-સાંસ્કૃતિક જીવન ને દર્શાવવામાં આવશે. ફિલ્મને બે ભાષાઓમાં સાથે શૂટ કરવામાં આવશે. આ ફિલ્મમાં ભારત અને ચીન બન્ને દેશોના કલાકારોને લેવામાં આવી શકાય છે.
First published: August 10, 2016, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading