Home /News /madhya-gujarat /

ગુજરાતની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમ આઉટલેટનું વેચાણ 100% વધશે, અમદાવાદી આટલા કરોડની છાશ આરોગી જશે

ગુજરાતની કાળઝાળ ગરમીમાં આઈસ્ક્રીમ આઉટલેટનું વેચાણ 100% વધશે, અમદાવાદી આટલા કરોડની છાશ આરોગી જશે

ગુજરાતમાં છાશનું માર્કેટ 300 કરોડ અને અમદાવાદમાં 12 કરોડનું માર્કેટ જોવા મળે છે

વર્ષ 2020માં માર્ચ મહિનામાં 21 દિવસનું લોકડાઉન જ્યારે વર્ષ 2021માં એપ્રિલ મહિનામાં પણ સૌથી વધારે ખરાબ સ્થિતિ હતી. ત્યારે હવે આ વર્ષ 2022માં આ ઇન્ડસ્ટ્રી આગળ વધે એવી આશા છે.

ગુજરાત (Gujarat) અને અમદાવાદ (Ahmedabad News)ની વાત કરીએ તો ગુજરાતમાં આઈસ્ક્રીમ (Ice Cream)નું દર વર્ષે સૌથી વધારે વેચાણ થાય છે. જેમાં ગુજરાતમાં 1500 કરોડ જ્યારે અમદાવાદ 250 કરોડ છાશનું વેચાણ જોવા મળે છે. એક અંદાજિત આંકડા પ્રમાણે દર વર્ષ કરતા આ વર્ષે માર્ચમાં વેચાણ ગરમી (Heat wave)ને કારણે સૌથી વધારે જોવા મળી રહ્યું છે. જ્યારે છાશના માર્કેટમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે. ગુજરાતમાં છાશનું માર્કેટ 300 કરોડ અને અમદાવાદમાં 12 કરોડનું માર્કેટ જોવા મળે છે. આ અંગે આઈસ્ક્રીમ પાર્લરના કર્મચારીના કહેવા પ્રમાણે પહેલા કરતા હાલ સૌથી વધારે વેચાણ થવાથી તેઓ સ્ટોકમાં બધી વસ્તુઓ રાખે છે. હાલ છાશનું માર્કેટ સૌથી વધારે છે. તો આ અંગે ગુજરાત ચેમ્બરના ફૂડ કમિટીના ચેરમેન હિરેન ગાંધીના કહેવા પ્રમાણે કોરોનાના  બે વર્ષમાં આઈસ્ક્રીમનું એટલું વેચાણ નહોતું થયું. બે વર્ષ બહુ મોટા કહેવાય આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીને સરભર થવા માટે..

વર્ષ 2020માં માર્ચ મહિનામાં 21 દિવસનું લોકડાઉન જ્યારે વર્ષ 2021માં એપ્રિલ મહિનામાં પણ સૌથી વધારે ખરાબ સ્થિતિ હતી. ત્યારે હવે આ વર્ષ 2022માં આ ઇન્ડસ્ટ્રી આગળ વધે એવી આશા છે. તો આ અંગે ઓલ ગુજરાત આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અને શિતલ આઈસ્ક્રીમના માલિક  ભૂપત ભૂવાએ જણાવ્યું કે, અમે ગુજરાતભરમાં નેચરલ પ્રોડક્ટ આપીએ છીએ. ગયા વર્ષે કોરોનાની સ્થિતિમાં ઉત્પાદન કરવું અઘરું હતું પરંતુ આ વર્ષે સારું છે અમે લોકોને સારી આઈસ્ક્રીમ મળે એ માટે સારી રીતે નવી પ્રોડક્ટ પણ લોન્ચ કરી છે. તો ગુજરાત ચેમ્બરના ડેરી કમિટીના કો. ચેરમેન રાજેશ શાહનાં કહેવા પ્રમાણે અમદાવાદને આઈસ્ક્રીમનું કેપિટલ ગણવામાં આવે છે. આ સાથે આઈસ્ક્રીમ માટે સૌથી મોટું.માર્કેટ અમદાવાદમાં મળે છે. દર વર્ષે માર્કેટ અપડાઉન થાય પરતુ આઈસ્ક્રીમ ઇન્ડસ્ટ્રીમાં ક્યારેય માર્કેટ ડાઉન નથી થતું.

આ પણ વાંચો- Surat News: કોલસાના ભાવમાં એક જ વર્ષમાં 226 ટકાનો વધારો થતા સાડી અને ડ્રેસ મટિરિયલના ભાવ પણ ઊંચકાશે

અમદાવાદમાં માર્ચ મધ્યમાં હાલ યલો એલર્ટને કારણે અમદાવાદીઓ પરેશાન છે. સવારના 8 થી સાંજ ના 6 વાગ્યા સુધી ગરમી માં પરેશાન અમદાવાદીઓ માટે હાલ  શેરડીનો રસ હોય કે પછી છાશ આર્શીવાદ સમાન છે પરંતુ એવામાં પહેલું સુખ તે જાતે નર્યાના સૂત્રને સાર્થક કરતા અમદાવાદીઓ માટે એપ્રિલ અને માર્ચ મહિના વધારે આકરો હોવાનું હાલ લાગી રહ્યું છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Heat wave, કાળઝાળ ગરમી, ગુજરાતી સમાચાર

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन