Home /News /madhya-gujarat /e-Vehicle sales: રાજ્યમાં બે મહિનામાં ઇ-વ્હીકલનું વેચાણ ડબલ થયું, આવું છે કારણ

e-Vehicle sales: રાજ્યમાં બે મહિનામાં ઇ-વ્હીકલનું વેચાણ ડબલ થયું, આવું છે કારણ

ઈ વ્હિકલની ફાઈલ તસવીર

Sale of e-vehicle: ઓટો મોબાઈલ સેકટરમાં (Automobile sector) રાજ્ય સરકારની ઇ વ્હીકલ પોલિસી (State Government e-Vehicle Policy) જાહેરાત કરાઈ હતી. જેની સીધી અસર ઇ વ્હીકલના વેચાણમાં (e-Vehicle sales) જોવા મળી છે.

અમદાવાદ: વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ (petrol diesel price hike) સામે હવે લોકો ઈલેક્ટ્રિક વ્હીકલ (Electric vehicle) તરફ વળ્યા છે. અને પાછલા બે મહિનામાં આ ઇ વ્હીકલના વેચાણ વધ્યું છે. બે મહિનામાં ઇ વ્હીકલનું વેચાણ (Sale of e-vehicle) ડબલ થઈ ગયું છે. રાજ્યસરકાર દ્વારા ઇ વ્હીકલ ખરીદીને લઈ સબસીડી (Subsidy for purchase of e-vehicle) જાહેર કરી હતી તેની અસર વર્તાઈ હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે અને આગામી દિવસોમાં આવા વાહનોના વેચાણમા હજુ પણ વધારો થાય તેવું સામે આવ્યું છે.

ગત જૂન માસમાં ઓટો મોબાઈલ સેકટરમાં (Automobile sector) રાજ્ય સરકારની ઇ વ્હીકલ પોલિસી (State Government e-Vehicle Policy) જાહેરાત કરાઈ હતી. જેની સીધી અસર ઇ વ્હીકલ ના વેચાણમાં જોવા મળી છે. ગુજરાતમાં  છેલ્લા બે મહિનામાં ઇ વ્હીકલનું વેચાણ ડબલ થયું. પોલિસી પહેલા ઇ ટુ વહિલર્સ 1500 આસપાસ વેચાણ હતું. જે ડબલ થઈ જતા 3200 સુધી પહોંચ્યું છે. તેવી જ રીતે ઈ ફોર વહીલર્સ માં પણ વેચાણ પણ વધ્યું છે.

બીજીતરફ ગત વર્ષે કોરોનાના કારણે પેટ્રોલ અને ડીઝલના ટુ વહીલર્સ અને ફોર વહીલર્સ વેચાણ ઘટ્યું હતુ. પરંતુ આ વર્ષે રક્ષાબંધન અને જન્માષ્ટમી ના આ તહેવાર દરમિયાન ટુ વહીલર્સ ફોર વહીલર્સ વેચાણ માં પણ 15 ટકાનો ઉછાળો આવ્યો છે. જે પ્રકારે ઈ વહિકલ્સ ના વેચાણમાં વધારો થઈ રહ્યો છે આગામી વર્ષોમાં આ વેચાણમાં હજુ વધારો થશે તેવું નિષ્ણાત ઓ માની રહ્યા છે.

આ અંગે ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન ના ચેરમેન પ્રણવભાઈ શાહ જણાવે છે કે ઇ વ્હીકલ માં ટકાવારી ની દ્રષ્ટિએ જોઈએ તો બે મહિના અગાઉ  ઇ ટુ વહીલર્સ નું વેચાણ સવા ટકા હતું જે વધીને 3 ટકા પહોંચી ગયું છે.

ઇ ફોર વહીલર્સનું વેચાણ વધ્યું છે. વાહનોની ટકાવારી ભલે ઓછી દેખાતી હોય પણ વાહનોના વેચાણના આંકડા જોઈએ તો વેચાણ ડબલ થઈ ગયું છે. એટલે હવે ઇલેક્ટ્રિક વ્હીકલ ને લોકો પેટ્રોલ ડીઝલના વાહનોના વિકલ્પ તરીકે પસંદ કરતાં થયા છે.

મહત્વનું છે કે દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકાર દ્વારા બે મહિના અગાઉ શરૂ કરવામાં આવેલી ઇ વ્હીકલ પોલીસીની જાહેરાત કરી હતી. જેમાં ટુ વહીલર્સ પર 20 હજાર અને ફોર વહીલર્સ પર દોઢલાખની સબસીડી ની જાહેરાત સરકાર દ્વારા કરાઈ હતી. જેના પગલે હવે ઇલેક્ટ્રિક વહિકલ્સનું વેચાણ વધ્યું છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, E vehicle, Latest gujarati news

विज्ञापन
विज्ञापन