નોટબંધીનો આજે 22મો દિવસ, બેંક, એટીએમમાં હજુ લાઇનો યથાવત, નોકરીયાતો ચિંતિત

Haresh Suthar | Pradesh18
Updated: November 30, 2016, 8:48 AM IST
નોટબંધીનો આજે 22મો દિવસ, બેંક, એટીએમમાં હજુ લાઇનો યથાવત, નોકરીયાતો ચિંતિત
મોદી સરકાર દ્વારા કરાયેલી નોટબંધીનો આજે 22મો દિવસ છે. આટલા દિવસો બાદ પણ હજુ બેંકો અને એટીએમમાં કેશ લેવા માટે લોકોની લાઇનો યથાવત છે એવામાં નોકરીયાતોમાં ચિંતાનો માહોલ છવાયો છે કે પગાર કેવી રીતે જમા થશે. બેંક ખાતામાં પગાર જમા થશે તો એને ઉપાડશે કેવી રીતે? જો કેશ નહીં મળે તો મહિનો કેવી રીતે પસાર કરશે.

  • Pradesh18
  • Last Updated: November 30, 2016, 8:48 AM IST
  • Share this:
અમદાવાદ #મોદી સરકાર દ્વારા કરાયેલી નોટબંધીનો આજે 22મો દિવસ છે. આટલા દિવસો બાદ પણ હજુ બેંકો અને એટીએમમાં કેશ લેવા માટે લોકોની લાઇનો યથાવત છે એવામાં નોકરીયાતોમાં ચિંતાનો માહોલ છવાયો છે કે પગાર કેવી રીતે જમા થશે. બેંક ખાતામાં પગાર જમા થશે તો એને ઉપાડશે કેવી રીતે? જો કેશ નહીં મળે તો મહિનો કેવી રીતે પસાર કરશે.

નોટબંધીને લઇને વિપક્ષો દ્વારા કરાતું રાજકારણ એક બાજુ ગરમાઇ રહ્યું છે તો બીજી તરફ હવે લોકોમાં પણ ચિંતાનો સૂર ઉઠવા પામ્યો છે. આજે 22મા દિવસે પણ રૂપિયા લેવા માટે બેંક અને એટીએમમાં લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. એવામાં આજે આખર તારીખ આવતાં નોકરીયાતો વધુ ચિંતિત બન્યા છે. પગારને લઇને નોકરીયાતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

જો કેશ નહીં મળે તો આખો મહિનો કેવી રીતે જશે, એ મુદ્દે નોકરીયાતો પરેશાન બન્યા છે. નવેમ્બર મહિનો તો ગમે તેમ કરીને નીકળી ગયો પરંતુ હવે ડિસેમ્બર મહિનો કેવી રીતે નીકળશે એ મુદ્દો બન્યો છે.

નાણામંત્રી અરૂણ જેટલીએ નોટબંધી બાદ એટીએમ મશીનોમાં કેશ ઉપલબ્ધ કરાવવા અને કેશની સ્થિતિ પૂર્વવત કરવા માટે 2થી3 સપ્તાહનો સમય માંગ્યો હતો. પરંતુ 22 દિવસ બાદ પણ સ્થિતિ એવીને એવી જ રહેવા પામી છે. જે જોતાં આગામી દિવસો કેવા રહેશે? એને પગલે નોકરીયાત વર્ગ વધુ ચિંતિત બન્યો છે.
First published: November 30, 2016, 8:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading