સજની હત્યાકાંડઃ તરુણે હત્યા બાદ પ્રેમિકાને કર્યો હતો ફોન, 'મેં આપણી વચ્ચેનો કાંટો હટાવી દીધો છે'

News18 Gujarati
Updated: October 25, 2018, 11:25 AM IST
સજની હત્યાકાંડઃ તરુણે હત્યા બાદ પ્રેમિકાને કર્યો હતો ફોન, 'મેં આપણી વચ્ચેનો કાંટો હટાવી દીધો છે'
સજની હત્યાકાંડ

સજનીના પિતા ઓ.કે. ક્રિશ્નને જે તે સમયે પોલીસને નિવેદન આપ્યું હતું કે શર્મીન નામની એક છોકરી સાથે તરુણને છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતીઃ 15 વર્ષ પહેલા બોપલ વિસ્તારમાં થયેલી એક હત્યાના કેસમાં શહેર ક્રાઇમ બ્રાંચે આરોપીની બેંગલુરુમાંથી ધરપકડ કરી લીધી છે. આ હત્યારો બીજો કોઈ નહીં પરંતુ જે મહિલાની હત્યા થઈ હતી તેનો પતિ જ છે. 14મી ફેબ્રુઆરી, 2003ના રોજ એટલે કે વેલેન્ટાઇનના દિવસે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવા માટે તરુણકુમાર જીનરાજ નામના વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી નાખી હતી. બાદમાં તે ફરાર થઈ ગયો હતો. જે તે સમયે સજની હત્યાકાંડ નામે આ બનાવે ખૂબ ચર્ચા જગાવી હતી. પત્નીની હત્યા કર્યા બાદ તરુણે ઘરમાં ચોરી થયાની સ્ટોરી ઉભી કરી હતી.

બેંકમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી સજની

પત્નીની હત્યા બાદ તરુણ બેંગલુરુ ખાતે ઓળખ છૂપાવીને એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતો હતો. તરુણ અહીં પ્રવીણ ભટેલી નામથી રહેતો હતો. તરુણ ઓરેકલની ઓફિસમાં સિનિયર મેનેજર તરીકે કામ કરતો હતો. જેની હત્યા થઈ હતી તે તરુણની પત્ની સજની આઈસઆઈસીઆઈ બેંકમાં એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી. હત્યા વખતે સજનીની ઉંમર 26 વર્ષની હતી. હત્યા બાદ તરુણ દાવો કર્યો હતો કે બોપલ ખાતે આવેલા તેના ફ્લેટમાં ધાડપાડુઓ ત્રાટક્યા હતા જેમણે તેની પત્નીની હત્યા કરી નાખી હતી. તરુણ દાવો કર્યો હતો કે ધાડપાડુઓે તેની પત્નીની હત્યા કરીને રોકડ અને જ્વેલરી લઈને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ USમાં વધુ એક ગુજરાતીની હત્યા, મહેસાણાના 22 વર્ષિય યુવકને ગોળી મારી

પરિવારના સભ્યોના લાઇ-ડિટેક્ટિવ ટેસ્ટ પણ કરાયા

આ કેસમાં તપાસ કરી રહેલી પોલીસને આશંકા હતી કે હત્યામાં ઘરના જ કોઈ વ્યક્તિની સંડોવણી છે. જોકે, પોલીસ કંઈ વધારે પગલાં ભરે તે પહેલા તરુણ ફરાર થઈ ગયો હતો. પોલીસ તપાસ માટે તરુણના માતાપિતા, ભાઈ, નણંદ સહિતના લોકોને ઉઠાવી લીધા હતા. કેસને સોલ્વ કરવા માટે પોલીસે તરુણના ભાઈ અરુણ કુમાર તેમની પત્ની રૂરકાંતા, તેમના માતાપિતા અને મિત્રોનો લાઇ-ડિટેક્ટિવ ટેસ્ટ પણ કર્યો હતો.કેસ રિ-ઓપન થયો

જોકે, ચાર્જશીટ દાખલ કરતી વખતે પોલીસે હત્યાનની કલમ પડતી મૂકીને તરુણ સામે દહેજની કલમનો ઉમેરો કર્યો હતો. આ દરમિયાન સજનીના માતાપિતાએ તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સંપર્ક કર્યો હતો અને મદદ માંગી હતી. સજનીના માતાપિતાએ આશંકા વ્યક્ત કરી હતી કે તરુણ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે તેની દીકરીની હત્યા કરી છે. બાદમાં આ કેસને ફરીથી ખોલવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે તરુણની ગર્લફ્રેન્ડની પૂછપરછ કરી હતી. જેમાં તેણીએ જણાવ્યું હતું કે તે પરિણીત છે અને તે તરુણના સંપર્કમાં નથી.

આ પણ વાંચોઃ છસરા હત્યાંકાડનો ઘટનાક્રમઃ નાનકડા ઝઘડાએ ધિંગાણાનું સ્વરૂપ ધારણ કર્યું અને 6 લોકો હોમાયા!

તરુણે પ્રેમિકાને કર્યો હતો ફોન

સજનીના પિતા ઓ.કે. ક્રિશ્નને જે તે સમયે પોલીસને નિવેદન આપ્યું હતું કે શર્મીન નામની એક છોકરી સાથે તરુણને છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો. શર્મીન બાસ્કેટ બોલ પ્લેયર હતી. ક્રિશ્નને એવું પણ નિવેદન કર્યું હતું કે તરુણે તેની દીકરીની હત્યા કરીને 16મી ફેબ્રુઆરીના રોજ શર્મીનને ફોન કરીને કહ્યું હતું કે, "મેં આપણી વચ્ચેનો કાંટો હટાવી દીધો છે." શર્મીન હાલ મુંબઈમાં રહેતી હોવાની માહિતી મળી છે. સજનીના પરિવારે એવો પણ દાવો કર્યો હતો કે તરુણ તેની હત્યાના બીજા દિવસ બાદ સજનીના એટીએમ કાર્ડથી 11 હજાર રૂપિયા પણ ઉપાડ્યા હતા.

આ રીતે પકડાયો

તરુણને શોધવા માટે ગુજરાત પોલીસે અનેક રાજ્યની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પોલીસને એવી ટીપ મળી હતી કે તે બેંગલુરુમાં નામ બદલીને રહી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પોલીસે તરુણના એક સંબંધીનો ફોન દેખરેખ હેઠળ મૂક્યો હતો. આ દરમિયાન તરુણ તેને ફોન કરતા પોલીસને તે બેંગલુરુમાં હોવાની લીંક મળી હતી. મળતી માહિતી પ્રમાણે તરુણે બીજા લગ્ન કરી લીધા છે અને તેને બે બાળકો પણ છે. તરુણ છેલ્લા છ વર્ષથી ઓરેકલ સાથે કામ કરી રહ્યો છે. આ પહેલા તે ક્યાં રહેતી હતો તેની પોલીસ હાલ તપાસ કરી રહી છે.
First published: October 25, 2018
વધુ વાંચો
अगली ख़बर