અમદાવાદ: 'સાહેબ જલ્દી પોલીસ મોકલો અહીં ગરબા રમાય છે' જેવા ઢગલાબંધ 'ફેક' મેસેજથી પોલીસની થઈ ઊંઘ હરામ

અમદાવાદ: 'સાહેબ જલ્દી પોલીસ મોકલો અહીં ગરબા રમાય છે' જેવા ઢગલાબંધ 'ફેક' મેસેજથી પોલીસની થઈ ઊંઘ હરામ
પ્રતિકાત્મક તસવીર

કેટલીક જગ્યાઓ પર પોલીસે ક્રોસ ચેક કરવા સીસીટીવી પણ તપાસ્યા હતા. અનેક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા જેમાં નવરાત્રીનો આયોજકોએ અગાઉથી આયોજન કર્યું હોય પરંતુ સરકારની જાહેરાત બાદ તે આયોજન રદ કર્યું હોય.

  • Share this:
અમદાવાદ: કોરોના મહામારીના (coronavirus) કારણે ભલે આ વખતે નવરાત્રીના (Navratri) ગરબાનું (Garba) આયોજન ન થયુ હોય, પણ પોલીસને મેસેજ મળવાના બંધ નથી થયા. ક્યાંક ગરબા ચાલુ છે તો ક્યાંક લોકો ભેગા થયા છે તેવા બે દિવસમાં 25 મેસેજ શહેર પોલીસને (Ahmedabad Police) મળ્યા છે. જોકે સ્થળ પર જઈને તપાસ કરે તો આવી કોઈ હકીકત પોલીસને નથી મળતી. અન્ય કોઈ બાંધકામના અવાજ કે કોઈ અન્ય કામ ચાલતા હોય તેવા અવાજ આવતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે.

સાહેબ જલ્દી પોલીસ મોકલો અહીં ક્યાંક ગરબા રમાય છે, નજીકમાં ક્યાંક લોકો ભેગા થઈ સેલ્ફી લે છે તેવા મેસેજ હાલ અમદાવાદ શહેર પોલીસને મળી રહ્યા છે. નવરાત્રી ના ગરબા તો રદ થયા છે પણ પોલીસને મેસેજ મળવાનું બંધ નથી થયું. ગત નવરાત્રીની સરખામણીએ 10 ટકા મેસેજ પણ પોલીસને આ વખતે ન મળતા પોલીસે રાહત અનુભવી છે.કોવિડ 19ના કારણે આ વખતે સરકારએ ગરબા આયોજન પર રોક લગાવી છે. જેને કારણે શહેર પોલીસે પણ જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં શેરી ગરબા કે પાર્ટી પ્લોટ માં ગરબા ન કરવા કહેવાયું. તો બીજીતરફ માત્ર આરતીની મંજૂરી અપાઈ અને તેમાંય ગણતરીની સંખ્યામાં જ લોકો ભેગા થાય તેવો આદેશ કરાયો હતો. ત્યારે આ વખતે એક પણ જગ્યાએ ગરબા તો ન થયા પણ પોલીસને મેસેજ મળવાના બંધ ન થયા. બે જ દિવસમાં પોલીસને 25 જેટલા મેસેજ મળ્યા.

આ પણ વાંચોઃ-જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ તો આજે મળશે રૂ.25,000, ઘરે બેઠા કરો આ કામ

શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના ડીસીપી હર્ષદ પટેલ સાથે આ બાબતે વાત કરતા તેઓએ જણાવ્યું કે જનરેટર ચાલુ છે ગરબા રમાય છે, બહારના લોકો આવીને વિડીયો ઉતારે છે, લાઉડ સ્પીકર વાગે છે, ભજન ચાલતા હતા તેમાં ગરબા રમાતા હતા આવા અનેક મેસેજ પોલીસ કંટ્રોલરૂમને મળ્યા હતા. જોકે કન્ટ્રોલ રૂમમાં પોલીસને આવા મેસેજ મળતા જ પોલીસ સીધી ઘટના સ્થળે પહોંચી.

આ પણ વાંચોઃ-અમદાવાદના બે વિદ્યાર્થીનું જોરદાર ઇનોવેશન! ભંગાર સ્ક્રૂટી પણ દોડશે 70 kmની સ્પીડથી

આ પણ વાંચોઃ-ધારીના ભાજપના ઉમેદવાર જે વી કાકડીયાની સુરતની સભામાં ફેંકાયા ઈંડા, ફેંકનાર યુવક કોણ? જુઓ video

ત્યાં જઈને મેસેજ આધારે તપાસ કરી તો આવા કોઈ દ્રશ્યો ન દેખાયા. તેમ છતાંય ચેરમેન અને સેક્રેટરીને મળીને પોલીસે ખરાઈ કરી હતી. તો ક્યાંય ગરબા થયા હોવાનું ન જણાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કેટલીક જગ્યાઓ પર પોલીસે ક્રોસ ચેક કરવા સીસીટીવી પણ તપાસ્યા હતા. અનેક એવા કિસ્સાઓ પણ સામે આવ્યા જેમાં નવરાત્રીનો આયોજકોએ અગાઉથી આયોજન કર્યું હોય પરંતુ સરકારની જાહેરાત બાદ તે આયોજન રદ કર્યું હોય.પરંતુ સોશિયલ મીડિયામાં આ આયોજનના મેસેજ કરતા પોલીસ દોડતી થઇ હતી જે તે પાર્ટી પ્લોટ કે જે જગ્યા ઉપર જઈને તપાસ પણ કરવામાં આવી પરંતુ આયોજન કેન્સલ થયું હોવાનું સામે આવ્યું ત્યારે આગામી દિવસોમાં પણ કેવા પ્રકારના પોલીસને મેસેજ મળે છે તે જોવાનું રહેશે.
Published by:ankit patel
First published:October 19, 2020, 14:18 pm

ટૉપ ન્યૂઝ