અમદાવાદ : કિશોરીનો કપડાં બદલતો વીડિયો વાયરલ કરનાર ઝડપાયો, જાણો કોણ છે આ યુવક અને કેમ કરી આવી હરકત?

અમદાવાદ : કિશોરીનો કપડાં બદલતો વીડિયો વાયરલ કરનાર ઝડપાયો, જાણો કોણ છે આ યુવક અને કેમ કરી આવી હરકત?
પ્રતિકાત્મક તસવીર

આરોપી સગીરાને બ્લેકમેઇલ કરતો અને ધમકી આપતો હતો કે તારો કપડા બદલતો વીડિયો મારી પાસે છે. તુ સંબંધ નહી રાખે તો વાયરલ કરી દઈશ

  • Share this:
અમદાવાદ : શહેરમાં ફરી એક વખત મહિલાઓની સુરક્ષાને લઈ ને સવાલો ઉભા થયા છે. નિકોલમાં સગીરા પર દુષ્કર્મની ફરિયાદ બાદ કૃષ્ણનગર પોલીસ મથકે વધુ એક સગીરાએ છેડતીની ફરિયાદ નોધાવી છે. સગીરાનો કપડા બદલતો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી છેડતી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના કૃષ્ણનગર પોલીસે છેડતીના ગુનામાં સંડોવાયેલ આરોપી રચિત જોષીની ધરપકડ કરી છે. આરોપી સગીરાની નજીક રહેતો હતો અને સગીરાની છેડતી કરતો હતો. આરોપી સગીરાને બ્લેકમેઇલ કરતો અને ધમકી આપતો હતો કે તારો કપડા બદલતો વીડિયો મારી પાસે છે. તુ સંબંધ નહી રાખે તો વાયરલ કરી દઈશ. ઉપરાંત સગીરાએ જ્યારે આરોપીને વોટ્સએપ પર બ્લોક કર્યો ત્યારે પણ ધમકી આપી અનબ્લોક કરાવ્યો હતો.આ પણ વાંચો - વલસાડ : 42500 રૂપિયા પડાવી લીધા તો પણ મોતના સોદાગરે ઇન્જેક્શન ના આપ્યું, દર્દીનું મોત

આરોપી રચિતની ધરપકડ કરતા સામે આવ્યું કે તેણે સગીરાનો વીડિયો અને મોબાઈલમાં થયેલી ચેટ ડિલીટ કરી દીધી છે. પરંતુ પોલીસે મોબાઈલ એફએસએલમાં મોકલી આપ્યો છે. જેથી પુરાવા એકઠા કરી શકાય. ઉપરાંત આરોપીએ વીડિયો કેવી રીતે મેળવ્યો અને સગીરાને બ્લેકમેઈલ કરવા પાછળ અન્ય કોઈ હેતુ હતો કે કેમ તે અંગે તપાસ હાથ ઘરી છે.

આરોપી રચિતની ધરપકડ બાદ તપાસ કરતા તે ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનુ સામે આવ્યું છે. ઉપરાંત રચિતે સગીરાને જે બિભત્સ મેસેજ અને વીડિયો મોકલ્યા હતા તે પણ પોલીસે કબ્જે કર્યા છે. જોકે આરોપીની પુછપરછમાં શું ખુલાસા થાય છે તે જોવુ રહ્યુ. ઉલ્લેખનીય છે કે એટલું જ નહીં કિશોરીને આકાશ નામથી લવ લેટર લવી વોટ્સએપ કરી આપવા પણ આરોપીએ દબાણ કર્યું હતું. ત્યારબાદ આરોપી અવાર નવાર કિશોરી સાથે બીભત્સ વાતો કરતો હોવાથી તેણે કંટાળી સમગ્ર ઘટનાની જાણ તેની માતા ને કરી હતી. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:May 11, 2021, 16:04 pm

ટૉપ ન્યૂઝ