'સાગર'થી એલર્ટ થવાનાં અલગ અલગ 10 સિગ્નલ, જાણી લો એક ક્લિક પર

News18 Gujarati
Updated: May 17, 2018, 4:02 PM IST
'સાગર'થી એલર્ટ થવાનાં અલગ અલગ 10 સિગ્નલ, જાણી લો એક ક્લિક પર

  • Share this:
અમદાવાદ: અરબી સમુદ્રમાં ઉઠેલા 'સાગર' વાવાઝોડાની અસરને પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. અનેક જગ્યાએ વરસાદી છાંટા પડ્યાના સમાચાર મળી રહ્યા છે. તો કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યા છે. સાગર વાવાઝોડાના કારણે સમુદ્ર પરના બંદરો પર અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. ત્યારે ચાલો આ વાવાઝોડા માટે આપવામાં આવતા માછીમારોને સિંગ્નલ વિશે આપણે પણ જાણી લઈએ...

સિંગ્નલ નંબર 1 :
સૂચવે છે કે માછીમારોએ દરિયામાં અંદર ન જવું, કારણ કે દરિયાની અંદર 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે

જાણો છો કેવી રીતે પડે છે દરિયામાં ઉઠતા તોફાનોના નામ? છે મજેદાર જાણકારી

સિંગ્નલ નંબર 2 :
દૂરથી ચેતવણી આપે છે કે દરિયામાં દૂર વાવાઝોડું સક્રિય છે, જેને કારણે પવનની ગતિ 61 કિલોમીટરની ફૂંકાશે અને માછીમારોએ દરિયામાં જવાનું ટાળવું.સિેંગ્નલ નંબર 3:
જે દર્શાવે છે કે બંદર નજીક વાતાવરણમાં પલટો અને ભારે પવન ફૂંકાશે. જે બંદર નજીક 40થી 51 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે.

સિંગ્નલ નંબર 4:
ભારે પવન સાથે વરસાદની આગાહી સૂચવે છે. પોર્ટ પર 52થી 62 કિલોમીટરની પવન ફૂંકાશે.

સિંગ્નલ નંબર 5:
સૂચવે છે કે દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વાતાવરણમાં પલટો અને પવનની ગતિ 62થી 88 કિલોમીટરને રહેશે, જેને કારણે બંદર નજીક પણ માછીમારોએ ન જવું

સિંગ્નલ નંબર 6:
ભયજનક સ્થિતિ દર્શાવે છે, જેથી વાવાઝોડુ બંદરની જમણી બાજુ ફંટાવાના સંકેત દર્શાવે છે.

સિંગ્નલ નંબર 7 :
ભયજનક સ્થિતિ દર્શાવે છે અને બંદરની આસપાસ વાવાઝોડું તાટકવાનું સૂચવે છે.

સિંગ્નલ નંબર 8:
સૌથી વધુ ભયજનક વાવાઝોડું તાટકવાનું સૂચવે છે. બંદરની ડાબી બાજુના વિસ્તાર વાવાઝોડું જશે.

સિંગ્નલ નંબર 9:
સૌથી વધુ ભયજનક સ્થિતિ દર્શાવે છે, સાથે સાથે બંદરથી જમણી બાજુ વાવાઝોડું ફંટાશે.

sagar
અતિભયજનક સ્થિતિ દર્શાવે છે. વાવાઝોડુ બંદર સહિત અન્ય વિસ્તારમાં તાટકશે.
First published: May 17, 2018, 3:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading