ગુજરાતી કટાર લેખક-પત્રકાર કાંતિ ભટ્ટનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

News18 Gujarati
Updated: August 4, 2019, 10:36 AM IST
ગુજરાતી કટાર લેખક-પત્રકાર કાંતિ ભટ્ટનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગુજરાતનાં પ્રખર કટાર લેખક અને પત્રકાર શ્રી કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે નિધન થઇ ગયુ છે

ગુજરાતનાં પ્રખર કટાર લેખક અને પત્રકાર શ્રી કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે નિધન થઇ ગયુ છે

  • Share this:
ગુજરાતનાં કટાર લેખક અને પત્રકાર શ્રી કાંતિ ભટ્ટનું 88 વર્ષની વયે નિધન થઇ ગયુ છે. તેઓનું નિધન મુંબઇમાં થયુ છે. છેલ્લા થોડા સમયથી તેમની તબિયત નાદૂરસ્ત હતી આજ કારણથી તેમણે દૈનિક સમાચાર પત્રની કોલમ લખવાની બંધ કરી હતી. કાંતિ ભટ્ટનાં નિધનથી પત્રકાર જગતને ખૂબ મોટી ખોટ ચાલશે.

કાંતિ ભટ્ટ વિશે જાણવા જેવું.
-કાંતિ ભટ્ટનો જન્મ ૧૫ જુલાઇ ૧૯૩૧ના રોજ ભાવનગર જિલ્લાના સાંચરા ગામમાં થયો હતો.

-તેમનાં પિતાનું નામ હરગોવિંદભાઇ અને માતાનું નામ પ્રેમકુંવર છે.
-તેમના કુટુંબનું મૂળ ગામ ઝાંઝમેર હતું. તેઓ ચાર ભાઇઓ અને ત્રણ બહેનો છે. -મહુવામાં શાળાજીવન દરમિયાન તેઓ ઝાંઝર સામયિકના સંપાદક હતા.
-૧૯૫૨માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી હતી


-તેમણે ભાવનગર નગરપાલિકામાં થોડો સમય કામ કર્યું. -બિમારીને કારણે તેઓ યુરુલી કંચનના નિસોર્પચાર આશ્રમમાં દાખલ થયા.
-તેમણે ૯ વર્ષ પેનાંગ, મલેશિયામાં તેમના કાકા જોડે કામ કર્યું.
-૧૯૬૬માં મુંબઈમાં તેમણે પત્રકાર તરીકે કાર્ય શરૂ કર્યું. ૧૯૬૭માં તેઓ વ્યાપારના સહ-સંપાદક તરીકે હતા.
-ત્યારબાદ તેમણે વિવિધ ગુજરાતી સામયિકો જેવાં કે ચિત્રલેખા, મુંબઇ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા જોડે કામ કર્યું.
-૧૯૭૭માં તેમણે કેનિયામાં થોડો સમય તેઓ રહ્યાં અને અહીં તેમણે કામ કર્યું.
-તેઓ સંશોધક પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. દિવ્ય ભાસ્કરમાં તેઓ આસપાસ અને ચેતનાની ક્ષણે નામની કટારોવ લખતા હતાં.

અંગત જીવન
-૧૯૬૦માં કાંતિ ભટ્ટના લગ્ન રંજન સાથે થયા અને ૧૯૭૭માં તેમણે છૂટાછેડા લીધા.
-૧૯૭૯માં પત્રકાર શીલા ભટ્ટ સાથે તેમણે લગ્ન કર્યા.
-તેમને એક પુત્રી હતી શક્તિ. જેનું અવસાન ૨૦૦૭માં થયું હતું
First published: August 4, 2019
વધુ વાંચો
अगली ख़बर