Home /News /madhya-gujarat /

શિવાંશ કેસઃ શોરુમમાં સચિન અને મહેંદીની મુલાકાત બાદ પ્રેમ પાંગર્યો, પ્રેમથી લઈ 'પાપ' સુધીની કહાની

શિવાંશ કેસઃ શોરુમમાં સચિન અને મહેંદીની મુલાકાત બાદ પ્રેમ પાંગર્યો, પ્રેમથી લઈ 'પાપ' સુધીની કહાની

સચીન અને હીનાની ફાઈલ તસવીર

sachin hina love story: સચિન અમદાવાદમાં (Ahmedabad news) હતો અને તે દરમિયાન તે મહેંદીના (sachin mahendi love story) સંપર્કમાં આવ્યો હતો. મહેંદી બાથરૂમ મટીરીયલના શો રૂમમાં નોકરી કરતી હતી ત્યારે બને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બને વચ્ચે 2018થી પ્રેમ  સબન્ધ (love relation) બંધાયો હતો.

વધુ જુઓ ...
ગાંધીનગર: ગાંધીનગરના (Gandhinagar news) પેથાપુરમાંથી ગૌશાળામાં (gaushala) મળી આવેલા બાળક મામલે હવે ઘટનામાં નવો વળાંક આવ્યો છે. બાળક તરછોડનાર આરોપી પિતાએ બાળકને માતા વગરનો કરી દીધો છે. આરોપી સચિન એ લીવ ઇનમાં (live in relation) રહેતી હીના ઉર્ફે મહેંદી સાથે (sachin and hina love story) બહારગામ જવા બાબતે થયેલા ઝગડામાં હત્યા કરી નાખી (murder after fight) હોવાનું સામે આવ્યું છે. પ્રણય ત્રિકોણમાં થઈ હત્યા અને પછી શું? તે બાબતે ન્યુઝ 18 ગુજરાતી (News18Gujarati) પાસે પ્રેમ કહાનીથી તેના (love story) અંત સુધીની માહિતી હાથ લાગી છે.

પેથાપુર નો ચકચારી કેસ એટલે શિવાશ કેસ. આ કેસની ટૂંકમાં વાત કરીએ તો શુક્રવારે બાળક સ્વામિનારાયણ ની ગૌ શાળા માંથી તરછોડાયેલી હાલતમાં મળી આવ્યુ હતું. પોલીસને જાણ કરાઈ અને યશોદા બની પેથાપુર ના મહિલા કોર્પોરેટરે તેને સાચવ્યો. પોલીસે બાળકના વાલી વારસ કોણ તેની તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજ મેળવતા પોલીસને હાથ લાગ્યો હતો કારનો નમ્બર, જેના આધારે કાર માલિક  અને તેના સરનામા સુધી પોલીસ પહોંચી હતી.

અને નક્કી થઈ ગયું કે બાળક હતું સચિન દીક્ષિતનું. સચિન આમ તો પરિણીત છે અને તેને એક બાળક પણ છે. તો હવે બાળકની માતા કોણ તેની પોલીસે તપાસ શરૂ કરી હતી. બીજીતરફ સચિન યુપી જવાનો હોવાથી તે હાલ રાજસ્થાન કોટા હોવાનું સામે આવ્યું હતું. પોલીસની ટીમ રવાના કરાઇ અને તેના પિતા સાથે પોલીસે સંપર્ક કરતા સચિનને લાવવાની વાત કરી અને આખરે સચિન પકડાઈ ગયો હતો.

આ પણ વાંચોઃ-OMG! પાળતું ડોગે ડોક્ટરની સામે જ કરી ઉલ્ટી, પેટમાંથી એવી વસ્તુએ માલકિન શમાઈ

બાદમાં સચિનને ગાંધીનગર લવાયો.ત્યાં સવારે લાવી 9 વાગ્યા સુધી ચા નાસ્તો કરાવી વિશ્વાસમાં લીધો અને બાદમાં પૂછપરછ શરૂ કરાઇ હતી. જેમાં તે ભાંગી પડ્યો અને તેણે પોલીસને જણાવી એવી હકીકત કે જે જાણીને પોલીસ ચોકી અને હકીકત સામે આવી કે તેણે શિવાશ ને માતા વગરનો કરી દીધો. એટલે કે સચિન એ મહેંદી ની હત્યા કરી હતી.

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને શિવાંશ


એક શોરૂમની મુલાકાત બાદ પ્રેમ સબન્ધ બંધાયો હતો
આખી આ પ્રેમ કહાનીની વાત કરીએ તો સચિન અમદાવાદમાં હતો અને તે દરમિયાન તે મહેંદીના સંપર્કમાં આવ્યો હતો. મહેંદી બાથરૂમ મટીરીયલના શો રૂમમાં નોકરી કરતી હતી ત્યારે બને એકબીજાના સંપર્કમાં આવ્યા અને બને વચ્ચે 2018થી પ્રેમ  સબન્ધ બંધાયો હતો. બાદમાં બનેની અવાર નવાર અમદાવાદમાં મુલાકાત થતી. કેમકે મહેંદી પણ અમદાવાદ બોપલ ખાતે રહેતી. બાદમાં બંનેના સબન્ધ આગળ વધ્યા અને વડોદરા નોકરીએ લાગતા સચિન અને મહેંદી ભાડે રહેવા લાગ્યા હતાં. આમ તો લીવ ઇન માં રહેતા હોય તેમ તે બને રહેવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-Shocking: હોસ્પિટલમાં બાળકને જન્મ આપી રહી હતી પ્રેમિકા, ઘર પર તેની માતા સાથે રંગરેલિયા મનાવતો હતો પ્રેમી

સચિનના પિતાને એક વાર જાણ થઈ હતી
2019 મા સચિનના પિતાને જાણ થતા સચિનને ઠપકો આપ્યો અને બને વચ્ચે સંબંધ કપાયા. જોકે બાદમાં મહેંદીએ ફરી સંપર્ક કરતા ફરી પ્રેમ પ્રકરણ શરૂ થયું અને બને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા અને વર્ષ 2020ના અંતમાં શિવાશનો જન્મ થયો. મળતી માહિતી મુજબ મહેંદી ની માતાનું અવસાન થયું અને તેના પિતાએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી ઘર માંડ્યું હતું. ત્યારબાદથી હીના માસી માસા સાથે અમદાવાદ રહેતી હતી.

હત્યાનો ઘટનાક્રમ અને આરોપી ને પકડવાનો આ હતો ઘટનાક્રમ
- શુક્રવારે હિના અને સચિન નો ઝગડો થયો
-બંને વચ્ચે ઝપાઝપી થઈ, જેમાં સચિનના હાથ ઉપર નખ ના ઉઝરડા પણ થયા હતા
-ઉશ્કેરાઈ જઈને સચિને હિનાની  બપોરે 3 વાગ્યે ગળું દબાવી ને હત્યા કરી..
-ત્યારબાદ લાશ ને બેગમાં પેક કરી ને રસોડામાં મૂકી...
-બાળક શીવાશને લઈને સચિન વડોદરાથી ગાંધીનગર આવવા નીકળ્યો
-બાળક ને મુકવા સચિન કાર લઈને નીકળ્યો
-અંધારું થતા તેને ડર લાગ્યો જેથી 20 મિનિટ સુધી ગાંધીનગર માં બાળક ને લઈને ફર્યો
-પેથાપુર પર બાળક ને સચિને બે વખત મુકવાનો પ્રયાસ કર્યો
-પ્રથમ વખત તે મૂકી ને નીકળ્યો અને ડર લાગતા પરત લઈ ને નીકળી ગયો
20 મિનિટ સુધી તે પેથાપુર ગૌશાળા આસપાસ ફર્યો
ત્યારબાદ છેલ્લે તે બાળક ને મૂકી ને ઘરે પહોંચ્યો
બસ ઘરે પહોંચીને તે યુપી જવા નીકળ્યો અને રાજસ્થાનથી જ પોલીસે તેને પકડી અહીં લાવી દીધો. અને બાદમાં ત્યજી દેવાના ગુનાની તપાસમાં હત્યા સામે આવી.

રેન્જ આઈજી અભય ચુડાસ્મા અને ગાંધીનગર એસપી મયુર ચાવડા


હવે શું કાર્યવાહી?
પહેલી તપાસ અને પોલીસ કાર્યવાહી શિવાન્સ ને તરછોડવાનાના કેસ ની થશે. જેમાં આરોપી સચિનને કોર્ટમાં રજૂ કરાશે જ્યાં કોર્ટ રિમાન્ડ આપશે તો ગાંધીનગર પોલીસ તપાસ કરશે. જો રિમાન્ડ નહિ મળે તો વડોદરા પોલીસ ને હિના હત્યા કેસમાં સચિનને સોંપવામાં આવશે. હાલ પોલીસ વડોદરા તપાસ માટે આરોપી સચિનને લઈ ગઈ છે. જ્યાં પ્રાથમિક તપાસ કરી વડોદરા પોલીસ તપાસ કરશે. આજે સાંજે આરોપીને લાવી કોર્ટમાં રજૂ કરાશે. બાદમાં આગળની તપાસ કરી વડોદરા પોલીસને સોપાશે.

આ પણ વાંચોઃ-વલસાડઃ મહિલાને માર મારતો live video, બાળક ચોરની આશંકાએ મહિલા ઉપર તૂટી પડ્યું લોકોનું ટોળું

એક પિતા ના લીધે બે બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ?
એક પિતાએ સામાન્ય ઝગડામાં પુત્રને જ માતા વગર નો કરી દીધો..આ ઘટનામાં જે ધાર્યું હતું તે તો સામે આવ્યું પણ નવી એવી વાતો સામે આવી જેનાથી અનેક પરિવારજનો ને ધ્રાસકો લાગ્યો. ત્યારે હવે આગામી દિવસોમાં તપાસમાં શુ નવા ખુલાસા થાય છે તે જોવાનું રહેશે. હાલ તો પ્રણય ત્રિકોણનો અંત એક બાળકના ભવિષ્ય પર પ્રશ્નાર્થ સાથે પૂર્ણ થયો છે . સચિનને તેની પત્ની થકી પણ સંતાન છે, સચિન જેલમાં જતાં હવે  તે બાળક અને પરિવાર ના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયા છે.
Published by:ankit patel
First published:

Tags: Ahmedabad news, Gandhinagar News, Love story, Sachin Dixit

આગામી સમાચાર