Home /News /madhya-gujarat /Ahmedabad news: સાબરમતી રિવરફ્રન્ટ સુસાઈડ પોઈન્ટ? સામે આવ્યા ચોંકાવનારા આંકડા
Ahmedabad news: સાબરમતી રિવરફ્રન્ટ સુસાઈડ પોઈન્ટ? સામે આવ્યા ચોંકાવનારા આંકડા
સાબરમતી રિવરફ્રન્ટ ફાઈલ તસવીર
Ahmedabad crime news: 2021ના વર્ષમા રિવરફ્ન્ટ સ્યુસાઈડ પોઈન્ટ (Riverfront Suicide Point) બન્યો.છેલ્લા ચાર વર્ષમા સૌથી વધુ આપઘાત આ વર્ષે નોંધાયા. ત્યારે પોલીસે (police) આપઘાતનુ પ્રમાણ અટકાવવાનુ મિશન શરૂ કર્યુ.
અમદાવાદઃ અમદાવાદમા (Ahmedabad news) આર્થિક સંકડામણ અને સંબંધોમા નિરાસાના કારણે આપઘાતના કેસો (suicide case) વધ્યા છે. તાજેતરમા એક ડેન્ટીસ્ટ અને વેપારીએ મોતની છલાંગ લગાવી. આર્થિક પાયમાલ થઇ જતા આપધાત કર્યો હોવાનું ખુલ્યુ. ત્યારે 2021ના વર્ષમા રિવરફ્ન્ટ સ્યુસાઈડ પોઈન્ટ (Riverfront Suicide Point) બન્યો.છેલ્લા ચાર વર્ષમા સૌથી વધુ આપઘાત આ વર્ષે નોંધાયા. ત્યારે પોલીસે આપઘાતનુ પ્રમાણ અટકાવવાનુ મિશન શરૂ કર્યુ.
ચાર વર્ષમાં આપઘાતના આંકડા સામે આવ્યા છે અને જે ગંભીર છે.વર્ષ 2018 માં 116 મોત,2019 માં 88 લોકો ના મોત,2020માં 98 અને 2021માં 132 લોકો ના મોત થયા છે.નવા વર્ષની શરૂઆતમાં આર્થિક સંડળામણના કારણેએ ડેન્ટીસ્ટ તેમજ વેપારીએ નદીમાં છલાંગ લગાવીને મોતને વ્હાલુ કરતા ચકચાર મચી ગઇ છે. કોરોનામાં આવેલા લોકડાઉન બાદ કેટલાક લોકો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે જ્યારે કેટલાક લોકો દારૂ જુગારની લત્તે ચઢી ગયા છે.
સાબરમતી નદીમાં જે લોકો સુસાઈડ કરી રહ્યા છે તેમાં મોટાભાગના લોકો આર્થિક પરિસ્થીતી તંગ હોવાના કારણે પગલુ ભરી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. સાબમરતી નદી હવે સુસાઈડ પોઇન્ટ તરીકે ઓળખાય છે. વાસણા બેરેજથી ઇન્દિરાબ્રીજ સુધી સાબરમતી નદીનો 20 કિલોમીટરનો પટ્ટો છે જેમાં સખ્યબંધ લોકોએ પોતાનું જીવન ટુંકાવ્યુ છે ત્યારે સંખ્યાબધ લોકોને બચાવવામાં ફાયરબ્રીગેડની રેસક્યુ ટીમ સફળ રહી છે.
લોકડાઉન હતુ ત્યારે નદીમાં કુદીને આપધાત કરવાના કેસોમાં ઘટાડો થયો હતો પરંતુ ગતવર્ષે નદીમાં કુદવાના કિસ્સામાં વધારો જોવા મળ્યો હતો. છેલ્લા ચાર વર્ષમા 2021ના વર્ષમા સૌથી વધુ આપઘાતના આકંડા સામે આવ્યા છે.
ગતવર્ષે 2021મા 178 કોલ નદીમાં છલાંગ લાગવવાના મળ્યા હતા જેમાં 104 પુરૂષ 26 મહિલા અને બે બાળકોના મોત થયા હતા જયારે 25 પુરૂષ 20 મહિલા અને એક બાળકને બચાવી લીધુ હતું. જયારે 2022ના ચાલુ વર્ષમા એક જ દિવસમા સાબરમતી નદીમાં બે પુરુષોનો મૃતદેહ મળ્યો.. જેમા એક પુરૂષ ઇસનપુરનો રહેવાસી છે અને તેનું નામ પ્રવિણસિંહ જાદવ છે જે ડેન્ટીસ્ટ છે જ્યારે બીજો વ્યકિતનું નામ મીતુલ શાહ હતો. મૃતકને પાણીની બોટલ બનાવવાની ફેક્ટરી છે.
આ બન્ને યુવકે આર્થિક સંકળામણથી કંટાળીને આપઘાત કર્યો હોવાનુ ખુલ્યુ છે. જેમા પ્રવિણસિંહ જાદવને જુગારની લત્ત હતી જેના કારણે તેને દેવુ થઇ જતા આપધાત કર્યો છે જ્યારે મીતુલ શાહએ પણ આર્થિક સંકળામળના કારણે મોતને વ્હાલુ કર્યુ છે.સાબરમતી નદીમાં આપઘાતના પ્રમાણ વધતા સરકારે તકેદારીના પગલા લેવાના ભાગરૂપે વર્ષ 2018માં તમામ બ્રીજ પર ઝાળી લગાવી દીધી છે ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યૂ ટીમ પણ નદીમાં તહેનાત કરાઇ હતી.
જોકે જેણે સુસાઈડ કરવાનો નિર્ણય લઇ લીધો છે તે કોઇપણ રીતે પોતાના જીવનને ટુંકાવીને મોતને વ્હાલું કરે છે. બ્રીજ પર ફેન્સીગ લગાવતા હવે લોકો રીવરફ્રન્ટના વોક વે પરથી કુદકો મારીને મોતને વ્હાલુ કરી રહ્યા છે. ફેન્સીગ લાગવી દીધા બાદ નદીમાં આત્મહત્યાનું પ્રમાણ ઓછુ થઇ ગયુ છે પરંતુ એક આંકડા પ્રમાણે ફેન્સીગ લગાવી દીધા બાદ 98 ટકા લોકો વોકવે પરથી ઝંપલાવે છે.