અમદાવાદ : 11 વર્ષના બાળકે ક્રાઇમ બ્રાન્ચને ગેંગરેપના આરોપીને પકડવામાં મદદ કરી, જાણો કેવી રીતે ઉકેલાયો ભેદ

અમદાવાદ : 11 વર્ષના બાળકે ક્રાઇમ બ્રાન્ચને ગેંગરેપના આરોપીને પકડવામાં મદદ કરી, જાણો કેવી રીતે ઉકેલાયો ભેદ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલો આરોપી

એક મોબાઈલે ક્રાઇમ બ્રાન્ચને આરોપી સુધી પહોંચાડી, જોકે, આ બાળકનું કામ ખૂબ પ્રસંશનીય છે જેના કારણે આરોપી પોલીસના સકંજામાં આવી ગયો

  • Share this:
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં (Sabarmati Gang Rape Ahmedabad) થયેલ ગેંગરેપમાં (Gang rape)ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) એક આરોપીની ધરપકડ કરી લીધી છે. 2 આરોપીઓ ભેગા થઈને કામ આપવાનું કહી મહિલાને લઈ ગયા હતા. મહત્વ નું છે કે 11 વર્ષ ના બાળકે આરોપી સુધી પહોંચવામાં મદદ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપી પપ્પુ હટીલા મૂળ દાહોદનો રહેવાસી છે અને અમદાવાદમાં છૂટક મજૂરી કરે છે. ગત 16 સપ્ટેમ્બરના રોજ  આરોપી પોતાના સહ આરોપી સાથે અખબારનાગરથી એક મહિલાને કડીયા કામ આપવાનું કહી ઝૂંડાલ સર્કલ પાસે ઝાડીઓ માં લઈ ગયા હતા અને ત્યાર બાદ મહિલા સાથે બંને આરોપીઓ દુષ્કર્મ કર્યુ હતું.

દુષ્કાર્મ બાદ પણ આરોપીઓ મહિલાને માર મારી તેની પાસેથી મોબાઈલ અને રોકડ રકમ પણ લૂંટી ગયા હતા. પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે તપાસ શરૂ કરી તો મહિલાનો મોબાઈલ એક 11 વર્ષના બાળક પાસે હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બાળકની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેને આ મોબાઈલ આરોપી પપ્પુ પાસેથી 300 રૂપિયામાં લીધો હતો.આ પણ વાંચો :   અમરેલી : પર્યાવરણવિદ જીતુ તળાવિયાએ આપઘાત કર્યો, ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ખળભળાટ

જોકે બાળક પપ્પુને સારી રીતે જાણતો નહતો. પોલીસે બાળકને સાથે રાખી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ઘણી મહેનત બાદ આરોપી સુધી પહોંચી હતી. આરોપી ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ મજૂરી કરે છે. મળતી માહિતી પ્રમાણે આરોપીના સાતેક વર્ષ પહેલાં પ્રેમ લગ્ન થયા હતા અને 8 મહિના પહેલા તેની પત્ની સાથે જેતપુર જવા બબાલ થઈ હતી અને ત્યારથી આરોપી રેન બસેરા માં એકલો રેહતો હતો.

આ પણ વાંચો :  અમદાવાદ: તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી સોનાની ચેનની લૂંટ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

નોંધનીય છે કે હાલ પણ એક આરોપી ફરાર છે અને જેને પકડવા કાર્યવાહી ચાલુ છે.ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પકડી સાબરમતી પોલીસને સોંપવા કાર્યવાહી કરી રહી છે. આ મામલે ક્રાઈમ બ્રાન્ચના ACP DP ચુડાસમાનું કેહવું છે કે છે કે આ મામલે અમારી ટિમ મહેનત કરી રહી હતી અને અમને 11 વર્ષના બાળકે ખૂબજ મદદ કરી છે અને એક આરોપી સુધી પહોંચી ગયા.હાલ બીજા આરોપીને પકડવા ટિમ કામ કરી રહી છે.
Published by:Jay Mishra
First published:October 05, 2020, 17:54 pm

ટૉપ ન્યૂઝ