ચંપારણ સત્યાગ્રહથી દાંડી માર્ચ સુધી, અનેક ચળવળોનો સાક્ષી રહ્યો છે સાબરમતી આશ્રમ

News18 Gujarati
Updated: October 1, 2019, 11:08 AM IST
ચંપારણ સત્યાગ્રહથી દાંડી માર્ચ સુધી, અનેક ચળવળોનો સાક્ષી રહ્યો છે સાબરમતી આશ્રમ
ગાંધીજીએ સાબરમતી આશ્રમ 1917માં સ્થાપ્યો હતો.

મહાત્મા ગાંધીએ 241 માઈલ પગપાળા કૂચ કરી અંગ્રેજ સરકારના મીઠાના કરનો વિરોધ કર્યો હતો

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ : વર્ષ 1917માં સ્થપાયેલો સાબરમતી આશ્રમ (Sabarmati Ashram) 1930 સુધી ગાંધીજીનો ઘર રહ્યો. 1917માં ચંપારણ સત્યાગ્રહ (Champaran Satyagrah), જ્યારે 1930માં મીઠાના સત્યાગ્રહ માટે અહીંથી દાંડી માર્ચ (Dandi March) શરૂ કરી.. ત્યારે ગાંધીજી (Gandhiji)એ પ્રણ લીધું હતું કે હું સ્વરાજ લીધા વિના પાછો નહિ ફરું..

12 માર્ચ 1930માં વહેલી સવારે 6 વાગે સાબરમતી આશ્રમમાં હજારો લોકો એકઠા થયા અને ઐતિહાસિક દાંડી માર્ચની શરૂઆત થઈ. અને 241 માઈલ પગપાળા કૂચ કરી અંગ્રેજ સરકાર (British Rule)ના મીઠાના કરનો વિરોધ કર્યો હતો.

સાબરમતી આશ્રમના ડાયરેકટર અતુલ પંડ્યા (Atul Pandya)એ જણાવ્યું કે અંગ્રેજોએ મીઠા પર જે વધારાનો કર નાખ્યો હતો તેના વિરોધનો સત્યાગ્રહ હતો મીઠું એવી વસ્તુ છે કે સામાન્ય માણસથી તવંગર માણસને સ્પર્શે તે સામે વ્યૂહાત્મક રીતે પકડ્યું અને તેમાં સત્યાગ્રહ થાય તો લોકજાગૃતિ થાય તે હેતુથી આ દાંડી સુધી પદયાત્રા કરી હતી. એ અગાઉ 1917માં મહાત્મા ગાંધીજી (Mahatma Gandhi)એ અહીંથી જ ચંપારણ સત્યાગ્રહની શરૂઆત કરી હતી. ચંપારણના ગોરા જમીનદારો ત્યાંના ખેડૂતો પાસે એમની જમીનના 15 ટકા જમીન પર પરાણે ગળીનું વાવેતર કરાવતા અને મામુલી રકમ ચૂકવતા. ગાંધીજીએ બિહારના નેતાઓ સાથે મળી આંદોલન ચલાવ્યું.

મહાત્મા ગાંધીએ 241 માઈલ પગપાળા કૂચ કરી અંગ્રેજ સરકારના મીઠાના કરનો વિરોધ કર્યો હતો.


જે મુદ્દે અતુલ પંડ્યાએ કહ્યું કે, અહીં આશ્રમમાં આવ્યા તે દરમિયાન ગળી હાલ કૃત્રિમ રીતે બને છે તે જમાનામાં વાવેતર કરવામાં આવતું હતું તે સમયે બિહારમાં ચંપારણીય વિસ્તારમાં વાવેતર કરવામાં આવતું તે સમયે મજૂરો અને ખેડૂતનું શોષણ થતું હતું જેથી ચંપારણ સત્યાગ્રહની શરૂઆત કરી હતી.

ચંપારણ આંદોલન ઉપરાંત 1918માં અમદાવાદ મીલ હડતાળ ઉપવાસ ખેડા સત્યાગ્રહ (Kheda Satyagrah), 1919માં રોલેટ એકટનો વિરોધ, 1921માં વિદેશી કાપડની હોળી, 1928માં બારડોલી સત્યાગ્રહ (Bardoli Satyagrah) મહત્વના કાર્યો કર્યા હતા.આ પણ વાંચો,

Gandhi@150: આફ્રિકાથી પરત ફર્યા બાદ ગાંધીજીએ સૌથી પહેલા આ આશ્રમની સ્થાપના કરી હતી
સપનું સાકાર : આશ્રમ શાળાના 30 બાળકો અમદાવાદથી પોરબંદર સુધી 'ઉડાન' ભરશે
First published: October 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading