Home /News /madhya-gujarat /

Russia Ukraine war: યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ, ફસાયેલા ભારતીયોની વ્હારે આવી ધાર્મિક સંસ્થાઓ

Russia Ukraine war: યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ, ફસાયેલા ભારતીયોની વ્હારે આવી ધાર્મિક સંસ્થાઓ

અમદાવાદના કમ્યુકેશન ડિરેક્ટર હરેશ ગોવિંદદાસજીએ જણાવ્યું કે ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો યુક્રેનમાંથી બોર્ડરથી નીકળી અન્ય દેશોમાં જઇ રહ્યા છે

russia ukraine crisis : ઇસ્કોન સહિતની ધાર્મિક સંસ્થાઓ દ્વારા અપીલ કરાઈ છે કે નાગરિકોને ચિંતા કરવાની જરુર નથી. યુક્રેનમાંથી બહાર નીકળી ઇસ્કોન ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાઓનો સંપર્ક કરવા જણાવાયું છે

અમદાવાદ : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી યુદ્ધને (Russia Ukraine war)લઈ તણાવ ભરી સ્થિતિ છે. ત્યારે યુક્રેન અભ્યાસ અર્થે અને બિઝનેસ અર્થે ગયેલા હજારો ભારતીયો અટવાયા ( ukraine crisis)છે. જેમની મદદ માટે ઇસ્કોન અને સ્વામિનારાયણ સંપ્રદાયની ધાર્મિક સંસ્થાઓ આગળ આવી છે. યુક્રેન બોર્ડરથી (russia ukraine conflict)આસપાસના અન્ય દેશો તરફ લોકો આગળ વધી રહ્યા છે. અન્ય દેશોમાં ઇસ્કોનના મંદિરોમાં ભારતીયોના રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

રશિયાના કારણે યુક્રેનની સ્થિતિ વધુ વણસી રહી છે. યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ માટે ભારતમાંથી હજારો વિધાર્થીઓ અભ્યાસ માટે ગયા છે. આ વિદ્યાર્થીઓ અને ત્યાં રહેતા ભારતીય નાગરિકોને લાવવા માટે ભારત સરકાર તો પ્રયાસ કરી જ રહી છે. સાથે સાથે ભારત સરકાર દ્વારા અન્ય ધાર્મિક સંસ્થાઓને પણ આગળ આવવા અપીલ કરવામાં આવી છે જેના પગલે ઇસ્કોન, BAPS સહિત અન્ય સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાએ ભારતીય નાગરિકોની મદદ માટે હાથ લંબાવ્યો છે.

આ પણ વાંચો - Russia Ukraine war: વિદ્યાર્થીઓ શા માટે યૂક્રેનમાં મેડિકલ અભ્યાસ કરવાનું પસંદ કરે છે?

ઇસ્કોનના હંગેરી, રોમાનિયા સહિત જે દેશોમાં ઇસ્કોન ટેમ્પલ છે ત્યાં ભારતીય નાગરિકો માટે મદદ કરવામાં આવી રહી છે. ઇસ્કોન ટેમ્પલ અમદાવાદના કમ્યુકેશન ડિરેક્ટર હરેશ ગોવિંદદાસજીએ જણાવ્યું કે ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકો યુક્રેનમાંથી બોર્ડરથી નીકળી અન્ય દેશોમાં જઇ રહ્યા છે. જેથી આપણી સરકાર તેઓને ત્યાંથી ઇવેકયુએટ કરી શકે. ઇસ્કોન ટેમ્પલ દરેક દેશોમાં છે. હંગેરી, પોલેન્ડ, રોમાનિયા દરેક જગ્યાના મંદિરો જે યુક્રેન બોર્ડર છોડીને આવી રહ્યા છે તેમને દરેક પ્રકારની મદદ કરી રહ્યા છે.

શનિવાર અને રવિવારે 1200 પ્રસાદની પ્લેટનું વિતરણ કર્યું છે. હજુ 600 લોકો રોજ આવી રહ્યા છે. ઇસ્કોન દ્વારા હજુ પણ લોકોને વધુ મદદ મળી શકે તે માટે બેઠક કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ઇસ્કોન સહિતની ધાર્મિક સંસ્થાઓ દ્વારા અપીલ કરાઈ છે કે નાગરિકોને ચિંતા કરવાની જરુર નથી. યુક્રેનમાંથી બહાર નીકળી ઇસ્કોન ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાઓનો સંપર્ક કરવા જણાવાયું છે.

આ પણ વાંચો - યૂક્રેનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પાસે હવે કયા કયા વિકલ્પો છે?

સરકાર યુદ્ધ સ્તર પર અભિયાન ચલાવીને યૂક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા માટે અભિયાન ચલાવી રહી છે. પીએમ મોદી પહેલા પણ કહી ચૂક્યા છે કે યૂક્રેનમાં ફસાયેલા દરેક ભારતીયને પાછા લાવવા સરકારની પ્રાથમિકતા છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Russia Ukraine, Russia ukraine crisis, Russia ukraine news, Russia ukraine war

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन