Home /News /madhya-gujarat /

Russia-Ukraine War Effect: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત પરત ફરેલા વિધાર્થીઓને હવે શું પડશે મુશ્કેલી?

Russia-Ukraine War Effect: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત પરત ફરેલા વિધાર્થીઓને હવે શું પડશે મુશ્કેલી?

યુક્રેનમાં વિદ્યાર્થીઓ

Russia Ukraine War Live Updats: મેડિકલ અભ્યાસ (Medical study) માટે માત્ર 30થી 40 લાખમાં થતો હોઈ હજારો વિધાર્થીઓ (students) યુક્રેન ગયા હતા પણ હવે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે આ વિધાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. 

અમદાવાદ: યુક્રેન અને રશિયા વચ્ચે હાલ (Russia-Ukraine) યુદ્ધનો માહોલ જામ્યો છે. ત્યારે યુક્રેનમાં અભ્યાસ માટે ગયેલા (students) હજારો વિધાર્થીઓ ભારત પરત ફરી રહ્યા છે અને હજુ પણ કેટલાય વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જોકે ભારત પરત ફર્યા પછી પણ આ વિધાર્થીઓને અભ્યાસ માટે મુશ્કેલીઓ સર્જાવાની છે તે નક્કી છે. મેડિકલ અભ્યાસ (Medical study) માટે માત્ર 30થી 40 લાખમાં થતો હોઈ હજારો વિધાર્થીઓ યુક્રેન ગયા હતા પણ હવે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે આ વિધાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતના હજારો વિધાર્થીઓને એરલીફ્ટ કરવા ભારત સરકાર કવાયત કરી રહી છે. જેમના કેટલાક વિધાર્થીઓને ભારત પરત લાવવામાં સફળતા હાથ લાગી છે અને હજુએ કેટલાક વિધાર્થીઓ ભારત પરત આવવા મથી રહ્યા છે. પણ સવાલ અહીં એ થાય છે કે ભારતમાંથી મેડિકલ અભ્યાસ માટે ગયેલા અને યુદ્ધના કારણે પરત ફરેલા વિધાર્થીઓના ભવિષ્યનું શુ.

કેટલા સમય માટે વિધાર્થીઓનો અભ્યાસ બગડ્યો, શું તેઓ ફરી યુક્રેન અભ્યાસ માટે જોઈ શકશે તેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડો. સાહિલ શાહ જણાવે છે. આ પ્રકારની સ્થિતિના કારણે વિધાર્થીઓનો ઓછામાં ઓછો 6 મહિના અને વધુમાં વધુ જ્યાં સુધી સ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી અભ્યાસ બગડશે તે નક્કી છે.

આ પણ વાંચોઃ-Russia-Ukraine War: 'બીજો કોઈ રસ્તો નથી... જીવનું જોખમ વધતું જાય છે', પોલેન્ડ બોર્ડર ઉપર વિદ્યાર્થીની વ્યથાનો video

MBBS એ પ્રેક્ટીકલ પર આધારિત છે ઓનલાઇન પોસીબલના થઇ શકે એટલે સ્થિતિ થાળે પડતા ઓછામાં ઓછા 6 મહિના થશે. યયુક્રેન અભ્યાસ માટે જવા પાછળનું કારણ તેઓ જણાવે છે કે  યુક્રેન મેડિકલ માટે પહેલા તો જે વિધાર્થીને સારી ટકાવારી 12માં ધોરણમાં ન પ્રાપ્ત થઈ હોય, નીટ માં સારા માર્કસ ન મળ્યા હોય તેવા વિધાર્થીઓને સારી એવી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળતું ન હોય.

આ પણ વાંચોઃ-Russia-Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સ્પેશિયલ ચાર્ટર ફ્લાઈટ બુક કરાવી વલસાડની અનેરી ઘરે પહોંચી

અથવા મળતું હોય તો પેમેન્ટ સીટ પર મળતું હોય અને તે ફી ઉંચી પડતો હોય તો તેવા વિધાર્થીઓ યુક્રેન, ફિલિપાઈન્સ, મોસ્કો, ચાઈના, રશિયા જેવા દેશોમાં ભણવા જતા હોય છે. આમ તો નિટમાં સારા માર્કસએ રેન્ક મેળવ્યો હોય તો ભારતમાં ગવર્મેન્ટ કોલેજમાં એડીમશન વિધાર્થીને મળે છે અને તેમાં વિધાર્થીને માત્ર અભ્યાસ માટે 30 હજાર રૂપિયા ખર્ચ થતો હોય છે.

ત્યાર બાદ સેલ્ફફાયનાન્સ કોલેજમાં એડમિશન લેવું હોય તો કોલેજ પ્રમાણે આલગ અલગ ફી હોય છે. આવી કોલેજમાં વિધાર્થી 40 લાખ સુધીનો ખર્ચ કરી મેડિકલ અભ્યાસ કરતા હોય છે. અને પેમેન્ટ સીટ પર એડમિશન માટે 70 લાખ થી એક કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોય છે. એ ખર્ચ યુક્રેન, ફિલિપાઈન્સ, મોસ્કો, ચાઈના, રશિયા જેવા દેશોમાં અંદાજે 30થી 40 લાખ થતો હોય છે.

એટલે વિધાર્થીઓ અવ દેશોમાં મેડિકલ અભ્યાસ માટે જતા હોય છે. પરંતુ ત્યાં MBBS કરીને આવ્યા પછી ભારતમાં પ્રેક્ટિસ કરવા MCI દ્વારા લેવાતી પરીક્ષા પાસ કરવી પડે છે.
Published by:ankit patel
First published:

Tags: Russia Ukraine, Russia ukraine news, Russia ukraine war, Students

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन