વિરોધનો વંટોળે! રૂપાણી સરકારે આખરે જીગર ઈનામદારનું રાજીનામું લેવું પડ્યું

News18 Gujarati
Updated: September 2, 2019, 9:04 PM IST
વિરોધનો વંટોળે! રૂપાણી સરકારે આખરે જીગર ઈનામદારનું રાજીનામું લેવું પડ્યું
સરકારે જીગર ઈનામદારનું રાજીનામું લઈ લીધુ

સીએમ વિજય રૂપાણીએ રાજય યુવક બોર્ડના સંયોજક તરીકે વડોદરાના જીગર ઇનામદારની નિમણુંક કરી હતી

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર: રૂપાણી સરકારને જીગર ઈનામદારની નિમણુંક રાજ્ય યુવક બોર્ડના સંયોજક કરીકે કરવી ભારે પડી છે. સરકારે પક્ષના જ યુવા નેતાઓ અને કેટલાક ટોચના નેતાની નારાજગીનો ભોગ બનવું પડ્યું છે. આખરે સરકારે વિરોધનો વંટોળ વધુ ન ફેલાય તે માટે જીગર ઈનામદારનું રાજીનામું લઈ લેવાની ફરજ પડી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સીએમ વિજય રૂપાણીએ રાજય યુવક બોર્ડના સંયોજક તરીકે વડોદરાના જીગર ઇનામદારની નિમણુંક કરી હતી. લોકસભાની ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા જ 9 માર્ચ 2019 ના રોજ પ્રદેશ બીજેપી યુવા મોરચાના પૂર્વ મહામંત્રી જીગર ઇનામદારની રાજય યુવક બોર્ડના સંયોજક તરીકે નિમણુંક કરી હતી, જોકે બીજેપીના નેતાઓના વિરોધ બાદ રાજીનામું લઈ લેવાની સરકારને ફરજ પડી.

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે જીગર ઇનામદારની નિમણુંક બાદ ગુજરાત બીજેપીમાં ભારે વિરોધ વંટોળ જોવા મળ્યો હતો. પ્રદેશ બીજેપીના ટોચના નેતાઓએ સીએમ વિજય રૂપાણી સરકારે કરેલા નિર્ણયનો ખાનગીમાં વિરોધ કર્યો હતો, જેને પગલે પ્રદેશના નેતાઓએ તાકીદે સીએમ વિજય રૂપાણીને જીગર ઇનામદાર ની કરેલ નિમણુંક રદ કરવા રજુઆત કરી હતી, આખરે સરકારે જીગર ઈનામદારનું રાજીનામું લઈ લીધુ છે.

સૂત્રો અનુસાર, વિરોધ કરનાર લોકોનું માનવું હતું કે, રાજય સરકારે આ નિમણુંક રદ ન કરી હોત તો સમગ્ર ગુજરાતમાં બીજેપીને નુકશાનનો ભોગ બનવું પડ્યું હોત. એટલું જ નહીં, પ્રદેશ બીજેપીના યુવા નેતાઓએ પણ લોકસભાની ચૂંટણીમાં અલગ રહેવાની સીએમને ચીમકી પણ આપી હતી.

પ્રદેશ બીજેપીના યુવા નેતાઓ સીએમને રજૂઆત કરી હતી કે, જીગર ઇનામદારે એમ.એસ. યુનિવર્સીટીની ચૂંટણી દરમિયાન પોતાની અલગ પેનલ ઉભી રાખીને બીજેપી સમર્થિત પેનલને હરાવી દીધી હતી, જેથી રાજય સરકારે તેને મહત્વનો હોદ્દો ન આપવો જોઈએ.

મહત્વની વાત તો એ છે કે, આ વિરોધમાં રાજય સરકારના ટોચના નેતાનું પણ યુવા નેતાઓને પીઠબળ હતું. આખરે પ્રદેશના નેતાઓની રજૂઆત બાદ સીએમ વિજય રૂપાણીએ રાજ્ય યુવક બોર્ડના સંયોજક પદેથી જૂગર ઈનામદારનું રાજીનામું લેવાની ફરજ પડી.
First published: September 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading