વિધાનસભામાં મારામારીઃ સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોને દિલ્હીનું તેડું

News18 Gujarati
Updated: March 15, 2018, 11:35 AM IST
વિધાનસભામાં મારામારીઃ સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોને દિલ્હીનું તેડું

  • Share this:
બુધવારે વિધાનસભામાં થયેલી મારામારી બાદ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને સજાના ભાગરૂપે સસ્પેન્ડ કર્યા છે. જેમાંથી અંબરિશ ડેર અને પ્રતાપ દુધાતને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ ગૃહમાં હાજર નહીં રહી શકે. આ મામલે ગૃહમાંથી સસ્પેન્ડ કરાયેલા ત્રણેય ધારાસભ્યોને દિલ્હીનું તેડું આવ્યું છે. આ ધારાસભ્યો ગુરુવારે સાંજે અથવા શુક્રવારે સવારે દિલ્હી પહોંચશે.

ત્રણેય ધારાસભ્યોને દિલ્હી બોલાવાયા

કોંગ્રેસના સસ્પેન્ડ કરવામાં આવેલા ત્રણેય ધારાસભ્યોને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત આ ત્રણેય ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. શુક્રવારે અશોક ગેહલોક દિલ્હી પહોંચીને આ ત્રણેય ધારાસભ્યો સાથે મુલાકાત કરશે. અશોક ગેહલોત તેમની સાથે મુલાકાત કરીને ગ્રાઉન્ડ રિયાલિટીનો તાગ મેળવવાનો પ્રયાસ કરશે. અને જો જરૂર લાગશે તો ત્રણેય ધારાસભ્યોની મુલાકાત કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ કરાવવામાં આવશે.

બે દિવસ સુધી મળશે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન

આગામી 17 અને 18મી માર્ચના રોજ દિલ્હીમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. આ અધિવેશનમાં દેશભરમાંથી કોંગ્રેસના ધારાસભ્યો ભાગ લેશે. આ અધિવેશન પહેલા જ ગેહલોત આ ત્રણેય ધારાસભ્યો સાથે મુલાકાત કરશે.

સસ્પેન્શન મુદ્દે ફેર વિચારણા કરવા કોંગ્રેસની રજુઆતગુરુવારે વિધાનસભાનું સત્ર શરૂ થયા પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને મળવા પહોંચ્યા હતા. તેમણે અધ્યક્ષને ધારાસભ્યોના સસ્પેન્સન મુદ્દે ફેર વિચારણા કરવાની રજુઆત કરી હતી. બીજી તરફ ભાજપના પ્રદીપસિંહ જાડેજા અને પંકજ દેસાઈ પણ અધ્યક્ષને મળવા પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ
Published by: Vinod Zankhaliya
First published: March 15, 2018, 11:27 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading