અમદાવાદ : RTPCR રિપોર્ટના નામે 300 રૂપિયા પડાવવામાં આવતા હોવાનો આક્ષેપ, વાહનવ્યવહાર મંત્રીને થઈ રજૂઆત

અમદાવાદ : RTPCR રિપોર્ટના નામે 300 રૂપિયા પડાવવામાં આવતા હોવાનો આક્ષેપ, વાહનવ્યવહાર મંત્રીને થઈ રજૂઆત
પ્રતિકાત્મક વિરોધ પર બેસેલા હોદ્દેદારને પારણા કરાવવામાં આવ્યા હતા.

જાણો ક્યા સંગઠને આવો આક્ષેપ કર્યો અને તેમની શું છે માંગણી, કોરોનાકાળમાં રિપોર્ટના વેઇટિંગ વચ્ચે ચકચારી આક્ષેપો સામે આવ્યા

  • Share this:
અમદાવાદ ટુર ટ્રાવેલ્સ ઓપરેટરને (Ahmedabad Tours Travels Operators) પડતી મુશ્કેલીઓ અંગે વાહન વ્યવહાર મંત્રીને રજુઆત કરવામાં આવી છે.  જેમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓ ને RTPCR ટેસ્ટ કરાવવો ફરજીયાત છે જેની જગ્યાએ રેપીડ ટેસ્ટ કરવા માંગ કરવામાં આવી છે. રાજ્યની આંતરિક સરહદ પર RTPCR ટેસ્ટના નામે લોકો પાસેથી રૂપિયા 300 રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે.  જેનો ઘટસ્ફોટ અખિલ ગુજરાત પ્રવાસી વાહન ચાલક મહામંડળના પ્રમુખે કર્યો છે.

જે અંગેની રજુઆત વાહનવ્યવહાર મંત્રીને રજુઆત કરવામાં આવી છે. હાલ ગુજરાતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાંથી ટ્રાવેલ્સ બસ મારફતે આવતા લોકો માટે RTPCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા છે. પરંતુ આ સરહદો પર ફરજ બજાવતા અધિકારીઓ કે સ્ટાફ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યું રહ્યાનો આક્ષેપ અખિલ ગુજરાત પ્રવાસી વાહન ચાલક મહામંડળના પ્રમુખ દિનેશભાઇ અણધણએ લગાવ્યો છે.આ પણ વાંચો : સુરત : સરથાણામાં અસામાજિક તત્વો વચ્ચે ધીંગાણું, મારામારીનો CCTV વીડિયો થયો Viral

તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં પ્રવેશની સરહદો પર ખાનગી બસો અને અન્ય વાહનચાલકોને રોકવામાં આવી રહ્યા છે. તેમની પાસે RTPCR ટેસ્ટ રિપોર્ટ ફરજિયાત માંગવામાં આવી રહ્યા છે. અને જેઓ પાસે  આ રિપોર્ટ નથી તેઓ પાસેથી 300 રૂપિયા પડાવી પ્રવેશ અપાઈ રહ્યો છે.

આ ભ્રષ્ટાચાર રોકવો જરૂરી છે. તેમજ RTPCR ટેસ્ટની જગ્યાએ રેપીડ ટેસ્ટિંગ શરૂ કરવાની રજુઆત કરી છે.  આ ઉપરાંત કોરોનાના કારણે ટુર ટ્રાવેલ્સ બિઝનેસને પડેલી તકલીફો ની પણ રજુઆત કરી છે. જેમ કે પ્રત્યેક ટુર ઓપરેટરો એક બસ પેટે મહિને અંદાજે 25 હજાર રૂપિયાનો ટેક્સ જમા કરાવે છે, રાજ્યમાં અંદાજે 15,000 જેટલી બસો ટેક્સ ચૂકવાય છે.

આ પણ વાંચો : ગાંધીનગર : નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરવા પહોંચ્યો હતો પતિ, એવી ઘટના ઘટી કે બચી ગઈ જિંદગી

આ ટેક્સમાં રાહત આપવા માંગ છે. આ તમામ પ્રશ્નો નિકાલ કેબિનેટની બેઠકમાં લાવવા રજુઆત કરાઈ છે. મંત્રી  આર.સી ફળદુ તરફથી મહામંડળના પ્રશ્નોના નિરાકરણ માટે આશ્વાસન આપવામાં આવ્યું છે. જેને પગલે ત્રણ દિવસથી ધરણા પર બેઠેલા યુનિયન પ્રમુખે પારણાં કર્યા છે.
Published by:Jay Mishra
First published:April 20, 2021, 19:20 pm

ટૉપ ન્યૂઝ