ઘરે આવેલા ઈ મેમા નહીં ભરો તો લાઇસન્સ પણ રદ થઇ શકે છે

News18 Gujarati
Updated: December 1, 2019, 9:05 AM IST
ઘરે આવેલા ઈ મેમા નહીં ભરો તો લાઇસન્સ પણ રદ થઇ શકે છે
પ્રતિકાત્મક તસવીર

શહેરનાં ટ્રાફિક વિભાગ દ્વારા જેમના પાંચથી વધુ ઇ મેમો બાકી છે તેઓની સામે કાર્યવાહી કરવા માટે એક યાદી તૈયાર કરવામાં આવી હતી.

  • Share this:
અમદાવાદ : દેશમાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો આવે અને લોકો ટ્રાફિકના નિયમોનું (Traffic rules) પાલન કરતાં થાય તે હેતુથી મોટર વ્હીકલ એક્ટમાં (Motor Vehicle Act) સુધારો કરવામાં આવ્યો છે. દંડની રકમમાં અનેકગણો સુધારો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકનાં નિયમનો ભંગ કરનારા વાહનચાલકને ઇ મેમો (e challan) આપવાની પણ શરૂઆત કરવામાં આવી છે. છતાંપણ, કેટલાક વાહનચાલકો એવા છે કે જેમણે ન સુધરવાની હઠ પકડી હોય તેમ લાગી રહ્યું છે. જોકે, હવે આવા વાહનચાલકો ફરજિયાત સુધરવું પડશે નહીં તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થઇ શકે છે.

શહેરમાં (Ahmedabad Traffic Department) ટ્રાફિક વિભાગ દ્વારા કેટલાક દિવસ પહેલા જેમના પાંચથી વધુ ઇ મેમો બાકી છે તેઓની સામે કાર્યવાહી કરવા માટે એક યાદી તૈયાર કરવામાં આવી હતી. તેઓને નોટિસ પણ મોકલવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આવા વાહનચલાકો પાસેથી દંડની વસુલાત કરવા માટે સ્પેશિયલ ડ઼્રાઇવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, હજી પણ કેટલાક વાહનચાલકોએ દંડ ન ભરતાં હવે ટ્રાફિક પોલીસ દ્વારા તેઓના લાયસન્સ રદ કરવા સુધીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Exclusive : પરીક્ષા વગર લાઇસન્સ કઢાવવું છે? 10 હજાર રૂપિયા આપો એટલે કામ થઈ જશે!

ટ્રાફિક પોલીસએ પ્રથમ તબક્કામાં 20 જેટલા વાહનચાલકોની યાદી બનાવવામાં આવી છે. જેમને સૌથી વધુ ઇ મેમો મોકલવામાં આવ્યાં છે. છતાં, તેઓએ દંડની રકમ ભરપાઇ કરી નથી. આ યાદી પોલીસ આરટીઓમાં મોકલી આપશે. આરટીઓ દ્વારા તેઓના લાયસન્સ કેટલાક સમય માટે રદ કરવા સુધીની પણ કાર્યવાહી થઇ શકે છે. આ યાદીમાં એવા વાહનચાલકો છે જેમણે સૌથી પણ વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. જેમાં અમુક વાહન ચાલકો એ તો 111થી પણ વધુ વખત ટ્રાફિક નિયમ તોડયા છે અને 111 વખત ઇમેમા મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો : હવેથી RTOની આ નવી 7 સેવા અરજદારો ઘેરબેઠાં મેળવી શકશે
First published: December 1, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading